આજકાલ આ ભાગદોડ ભરી જિંદગીમાં દિવસ ક્યારે નીકળી જાય છે, કંઈ ખબર જ પડતી નથી, અને આપણે ઘણા બધા ઉતાર-ચઢાવમાંથી પસાર થવું પડે છે. સંપૂર્ણ દિવસ દરમિયાન આપણો સમય ક્યારે જતો રહે છે કંઈ ખબર પડતી નથી અને આપણે ખૂબ થાકી પણ જોઈએ છીએ. જો તમે એવી પરિસ્થિતિમાં રાત્રે સારી રીતે ઉંઘ મેળવી શકો નહીં, તો બીજા દિવસે તમારો શું હાલ થશે એ તમે વિચારી પણ શકશો નહીં. વાસ્તુના હિસાબે અમે તમને એવા ઉપાય જણાવશું, જેને અપનાવીને તમે આરામને ઉંઘ મેળવી શકો છો કારણ કે, અમુક વસ્તુઓ જેનાથી તમારું મન અશાંત રહે છે તેના કારણે તેમને પુરતી ઉંઘ મળતી નથી.
તો આજે અમે તમને એવા ઉપાય જણાવશું, જેને તમારી સૂતી વખતે રાત્રે તકિયાની નીચે મુકવાનું રહેશે અને તમારી તકલીફ ખુબ જ જલ્દી દૂર થઈ જશે.
1 ) દરેક રાત્રે સુતા પહેલા તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, અથવા તો સુંદરકાંડનો પાઠ કરો. પાઠ કરવાની સાથે જ તેને તમારા ઓશિકાની નીચે મૂકીને સુવો. આ પાઠ કરવાના કારણે તમને ખરાબ સપના કે ખરાબ વિચારો આવતા નથી, અને ખોટા વહેમ દૂર થઈ જાય છે. તેની સાથે તમારું માનસિક બળ પણ વધે છે. જેનાથી તમે ઊર્જાવાન થશો અને ઉત્સાહિત પણ રહેશો.
2 ) બીજો ઉપાય છે કે, તમે રાત્રે સૂતી વખતે લોખંડની કોઈ પણ વસ્તુ તમારી ઓશીકાની નીચે મૂકીને સુવો. એવું કહેવામાં આવે છે કે, જો તમે લોખંડની વસ્તુ ઓશિકાની નીચે મૂકો છો તો નકારાત્મક ઉર્જા તમારી આસપાસ આવતી નથી. તમે જોયું જ હશે કે નાના બાળકોને નજર ન લાગે તેની માટે કાજળ લગાવવામાં આવે છે અને તેની સાથે જ ગળામાં કાળા દોરામાં ચપ્પુ મૂકવામાં આવે છે તેની પાછળ આ જ કારણ છે.
3 ) આ એક એવો ઉપાય છે જેને સાંભળીને તમે આશ્ચર્યમાં મૂકાઈ જશો, તમે તમારા ઓશિકાની નીચે મૂળો મૂકીને સુવો અને સવારે તેને શિવલિંગ ઉપર અર્પિત કરો. લાલ ચોપડીના જણાવ્યા અનુસાર પ્રેમ કરવાથી રાહુનો પ્રભાવ દૂર રહે છે અને ખરાબ સપના આવતા નથી તથા માનસિક તકલીફ રાહુની દશામાં વધુ કષ્ટ આપે છે. તેથી આ ઉપાય કરવાથી રાહુના ખરાબ પ્રભાવ ઓછો થઈ જાય છે.
4 ) રાત્રે તકિયાની નીચે સુતા પહેલા તમે જે ભગવાનને અર્પિત કર્યા છે તે તાજા ફૂલો મૂકીને સુઓ. આમ કરવાથી તમને ખુબ જ શાંતિ મળશે અને ઊંઘ ખુબ જ જલદી આવી શકે છે. તથા જ્યારે તમે સવારે વહેલા ઉઠો છો ત્યારે તમે તાજગીનો અનુભવ કરશો આજકાલ એરોમા થેરાપીમાં તેનો પ્રયોગ કરવામાં આવે છે.
5 ) રાત્રે સૂતી વખતે દુર્ગાસપ્તશતીને તમારા ઓશિકાની બાજુમાં મૂકવાથી તમને અજાણ્યા ભયથી મુક્તિ મળે છે અને સંપૂર્ણ દિવસની ચિંતા અને તણાવમાં મુક્તિ મળવાની સાથે સાથે જ માનસિક શાંતિ પણ મળે છે.
6 ) તમને રાત્રે જો ઊંઘ બરાબર ન આવતી હોય તો લસણનો ઉપયોગ પણ કરી શકો છો, તેને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે અને સૂતી વખતે જો તમે લસણને તકિયાની નીચે મૂકો છો તો સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી