તો રાવણ આ સાધના કરીને બન્યો હતો ધનવાન .. રાવણે કહ્યા છે ધનવાન બનવાના ઉપાયો ….

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

રાવણે કહેલા ધનવાન બનવાના ઉપાયો….

ઇતિહાસના પાના વાંચીએ તો રાવણ દુષ્ટ રાક્ષસ, અહંકારી, ચરિત્રહીન દેખાય છે. પરંતુ બીજી બાજુ જોઈએ તો રાવણ એક વિદ્વવાન અને ખુબ જ ઉચ્ચકોટિનો તાંત્રિક હતો. તંત્ર શાસ્ત્ર અને જ્યોતીસ શાસ્ત્ર ઉપરાંત અન્ય ઘણા વિવિધ પ્રકારના શાસ્ત્રોનો જાણકાર હતો. એટલું જ નહિ મિત્રો રાવણે પોતે પણ ઘણા શાસ્ત્રોની રચના કરેલી છે. તેમાંથી એક છે રાવણ સંહિતા. મિત્રો રાવણ સંહિતામાં રાવણે  પોતાના જીવનના અનુભવો અને તેના રહસ્યો અને ઉપાયોનું વર્ણન કર્યું છે.

રાવણ સંહિતાના ઉપાયોનો પ્રયોગ કરીને દુર્ભાગ્યને દુર કરી શકાય છે. રાવણ એક મહાન તાંત્રિક હતો અને તે ઈચ્છતો હતો કે તેના કુળનો ઉદ્ધાર થાય એટલે જાણી  જોઇને ભગવાન રામ સાથે વેર બાંધ્યું હતું. જેથી શ્રી રામના હાથે મૃત્યુ પામે અને તેના કુળનો ઉદ્ધાર થઇ જાય. મિત્રો રાવણે ઘણા ઉપયોગી ગ્રંથની રચના કરી છે.

કહેવાય છે કે રાવણની તાંત્રિક વિદ્યા અને જ્યોતીસ શાસ્ત્ર એટલા પ્રબળ હતા કે તેણે બધા ગ્રહોને પોતાના વશમાં કર્યા હતા અને ગ્રહો તેના પ્રમાણે ચાલતા. આજે અમે તેને રાવણ સંહિતામાં કહેલા ધનવાન થવાના ઉપાયો જણાવશું. મિત્રો આપણે રાવણની દુષ્ટતાને નજર અંદાજ કરવાની છે અને તેનામાં રહેલા જ્ઞાનનું ગ્રહણ કરવાનું છે.

કારતક અમાસના દિવસે બીલીપત્રનો છોડ આપણા ઘરમાં લાગાવવો જોઈએ. રાવણ સંહિતા અનુસાર જો તમે તમારા ઘરમાં કારતક અમાસના દિવસે બીલીપત્રનો છોડ વાવો તો તમારી આર્થિક સમસ્યાઓ દુર થાય છે. તેનાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે.

દરેક લોકો જાણે છે કે રાવણ ભગવાન શિવજીનો સૌથી મોટો ભક્ત હતો. તેણે શિવજીને પ્રસન્ન કરવા માટે કૈલાસ પર્વત પોતાના હાથ પર ઉઠાવ્યો હતો. તેમજ તેમને પ્રસન્ન કરવા ઘણી વાર પોતાના માથાને ધડથી અલગ કરી શિવજીના ચરણોમાં ધર્યું હતું. માટે રાવણ જેટલો મહાન અને મોટો શિવભક્ત કોઈ બીજું ન થયું. તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રાવણે રચેલ શિવતાંડવ સ્ત્રોતને આપણે પ્રયોગમાં લઇ શકીએ છીએ.

રાવણ સંહિતા અનુસાર જે વ્યક્તિ માતા લક્ષ્મી અને ભગવાન શિવજીને ખુશ કરવા માંગે છે. તેણે નિયમિત રૂપે રોજ શિવલિંગને કાચું દૂધ અને બીલીપત્ર ચડાવવું અને ચોખા પણ ચડાવવા જોઈએ. જે વ્યક્તિ નિયમિત રૂપે આ વસ્તુ કરે છે તે વ્યક્તિના જીવનમાં ક્યારેય ગરીબી નથી આવતી.

આ ઉપરાંત રાવણે રાવણ સંહિતામાં દીવા સંબંધિત એક ઉપાય જણાવ્યો છે જે માત્ર કારતક મહિનામાં જ કરવામાં આવે છે. જે વ્યક્તિ પોતાની આર્થિક પરિસ્થિતિ સુધારવા માંગે છે. તેણે નિયમિત રૂપે કારતક મહિનામાં બીલીપત્રના છોડને સવારે નિયમિત જળ ચડાવવું જોઈએ. તેમજ સંધ્યા સમયે તે છોડ નીચે એક દીવો કરવો જોઈએ. આવું કરવાથી ધીમે ધીમે ધન સંબંધી સમસ્યાઓ સમાપ્ત થવા લાગે છે.

આ ઉપરાંત જે લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગે છે તે વ્યક્તિએ રાવણ સંહિતા અનુસાર બીલીપત્રના વૃક્ષ નીચે બેસીને નિયમિત રીતે શ્રી સુકત્મનો પાઠ કરવો જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે તેમજ ધન સંબંધી સમસ્યાઓનું પણ નિવારણ આવી જશે.

આ રીતે રાવણે રાવણ સંહિતામાં જણાવેલ ઉપાયો જો તમે તમારા જીવનમાં વિધિ પૂર્વક અને યોગ્ય રીતે અપનાવીને તેનું નિયમિત રૂપથી પાલન કરશો તો તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહિ સર્જાય તેમજ ધન સંબંધી દરેક સમસ્યાઓ દુર થઇ જશે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment