અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.
એક એવા વ્યક્તિ છે જેણે લગભગ 78 વર્ષથી અન્નનો એક પણ દાણો ખાધો નથી… અને પાણી પણ પીધું નથી…
સામન્ય રીતે માણસને જીવવા માટે હવા તો જોઈએ પણ તેની સાથે સાથે પાણી અને ખોરાક પણ એટલા જ આવશ્યક છે. ઓક્સીજન વગર પાંચ મિનીટમાં માણસ મૃત્યુ પામે છે. પરંતુ તમે વિચારો કે એક માણસ જમવાનું છોડી દે તો તે કેટલા સમય સુધી જીવિત રહી શકે ? ત્રણ થી છ મહિના વધીને એક થી બે વર્ષ. પણ પછી તો તે મૃત્યુ જ પામે. પરંતુ આજે અમે એક એવા વ્યક્તિની વાત કરીશું કે જેણે પાછલા લગભગ 78 વર્ષથી કંઈ પણ ખાધું કે પીધું નથી છતાં પણ તે જીવિત છે અને આજે તેમની ઉમર છે 89 વર્ષની છે.
મિત્રો આ કંઈ રીતે સંભવ છે કોઈ 78 વર્ષ કંઈ રીતે કંઈ પણ ખાધા પીધા વગર રહી શકે. કોઈ સામાન્ય મનુષ્ય માટે તો આ અસંભવ વસ્તુ છે. પરંતુ દુનિયામાં એક માત્ર વ્યક્તિ એવી છે જેણે આ સંભવ બનાવ્યું છે. તો ચાલો જાણીએ તે અદ્દભુત વ્યક્તિ વિશે.
ગુજરાતનો સૌથી ગીચ જીલ્લો અમદાવાદથી 50 કિલોમીટર દુર અંબાજી નામનું શહેર છે. અંબાજી માં ભવાની શક્તિપીઠ છે. આ ગામની પાસે એક આશ્રમમાં પ્રહલાદ જાની નામના વ્યક્તિ રહે છે. તેમનો જન્મ 13 ઓગસ્ટ 1929 માં ગુજરાતના એક નાના ગામમાં થયો હતો. તેમની સૌથી મોટી ચમત્કારિક વાત એ છે કે તેમણે વર્ષ 1940 થી લઈને આજ સુધી એક દાણો પણ અન્નનો નથી ખાધો તેમજ એક પણ ટીપું પાણી પીધું નથી.
તેઓ જ્યારે 11 વર્ષના હતા ત્યારથી જ તેમણે અન્ન અને જળનો ત્યાગ કારી દીધો હતો. આજે 78 વર્ષ પૂરા થવા આવ્યા તેમણે અન્ન જળનો ત્યાગ કર્યો છે. તેમ છતાં પણ આજે તેઓ કંઈ પણ ખાધાપીધા વગર જીવિત છે. મેડીકલ સાઈન્સ અનુસાર પાણી ન પીવાથી થોડા જ દિવસોમાં મૃત્યુ થઇ જાય છે. તો મિત્રો આ વાતની શોધ વિજ્ઞાન પણ ન લગાવી શકી. તેથી આ ચમત્કાર વિજ્ઞાનથી પણ પરે છે.
શું તમે એક એવા મનુષ્યને ઓળખો છો જેને ભૂખ કે તરસ લાગતી નથી. તે તેમની નબળાઈ નહિ પરંતુ તેની તાકાત છે. જેનું નામ છે પ્રહલાદ જાની.અમદાવાદની 45 ડોક્ટરની ટીમ પ્રહલાદ જાની નામના અજુબા પર શોધ કરેલી છે અને તેનો દાવો છે કે પાછલા લગભગ ઘણા વર્ષથી તેમણે ન તો કંઈ ખાધું છે ન તો કંઈ પીધું છે. તે તપાસ દરમિયાન પ્રહલાદ જાની પર સતત કેમેરા ગોઠવાયા હતા પરંતુ ડોક્ટરને એવું જોવા ન મળ્યું કે તેઓ એ કંઈ પણ ખાધું કે પીધું હોય.
ત્યાર બાદ મેડીકલ સાઈન્સે પણ તેને એક ચમત્કાર ગણ્યો. તેમની આ ઘટનાની કહાની ડીસ્કવરી, નેશનલ જીઓગ્રાફી જેવી આંતરરાષ્ટ્રીય ચેનલોમાં પણ દેખાડવામાં આવી છે.
તેમને મળતા લોકોનું કહેવું છે કે તેમને મળતા એક અલગ જ એનર્જીનો અહેસાસ થાય છે. પ્રહલાદ જાનીનું આ વાત પર એવું કહેવું છે કે આ વસ્તુ યોગથી સિદ્ધ થાય છે. યોગ શક્તિની મદદથી આ વસ્તુ સંભવ છે. જો આપણે યોગ શક્તિના માધ્યમથી આપણી પાંચેય ઈન્દ્રીઓ પર વિજય પ્રાપ્ત કરી લઈએ તો કોઈ પણ મનુષ્ય માટે આ કરવું મૂશ્કેલ નથી. પરંતુ આવી યોગ સિદ્ધિ તો રામાયણ અને મહાભારત સમયના ઋષિમુનીઓ જ કરી શકતા. પરંતુ આ ઘટના પ્રહલાદ જાનીના મન અને શરીરની અપાર શક્તિનું પરિણામ છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી