અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.
એવી સાત અભિનેત્રી જે કરવા માંગતી હતી સલમાન ખાન સાથે લગ્ન….
સલમાન ખાનના લગ્નની ચિંતા સલમાન કરતા તેમના ચાહકોને વધારે હોય છે. મીડિયામાં પણ અવાર નવાર તેના લગ્નને લઈને વાતો ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ પ્રેમની બાબતમાં દબંગ સલમાન ખાન ખુબ લકી રહ્યા છે. ઘણી બોલીવુડ અભિનેત્રી સાથે તેમનું નામ આવ્યું છે તેમ છતાં પણ સલમાન હજુ સુધી લગ્નના મંડપ સુધી નથી પહોંચ્યા.
આજે અમે તમને એવી સાત સુંદર અભિનેત્રી વિશે જણાવશું કે જે સલમાનની જિંદગીમાં આવી હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ ક્યારેક પરિસ્થિતિ તો ક્યારેક સલમાનના કારણે ન થયા તેમના લગ્ન.
સૌથી પહેલું નામ આવે છે સંગીતા બીજલાણી. આ એક એવું નામ છે જે સલમાન ખાન સાથે સૌથી પહેલા જોડાયું હતું. વર્ષ 1980માં મિસ ઇન્ડિયા બન્યા બાદ સંગીતાએ અમુક ફિલ્મોમાં કામ કર્યું ત્યારથી બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. ત્યારે સલમાન કોઈ નામી અભિનેતા ન હતા છતા સંગીતા સલમાનના પ્રેમમાં પાગલ હતી તે તેની સાથે લગ્ન કરવા પણ માંગતી હતી પરંતુ તેવું થઇ ન શક્યું .
ત્યાર બાદ તેમની જિંદગીમાં એક પાકિસ્તાની અભિનેત્રીની એન્ટ્રી થઇ જેનું નામ હતું સોની અલી. આ વાત ઘણા ઓછા લોકોને ખબર છે પરંતુ સલમાનનો સંબંધ સોની અલી સાથે પણ રહ્યો હતો. સોની આ સંબંધમાં સીરીયસ હતી પરંતુ સલમાનના વ્યવહારના કારણે 1999 તેણે સલમાન ખાન સાથેનો સંબંધ તોડી નાખ્યો.
ત્યાર બાદ છે ખુબ જ સુંદર અભિનેત્રી એશ્વર્યા રાઈ. સલમાન અને એશ્વર્યાના પ્રેમ વિશે તો બધા જ જાણતા જ હશે. વર્ષ 1999 માં હમ દિલ દે ચુકે સનમ ફિલ્મ દરમિયાન બંને એક બીજાથી નજીક આવ્યા. તેમના આ પ્રેમના કારણે બંને ખુબ ચર્ચામાં રહ્યા હતા. પરંતુ વર્ષ 2002 માં તેઓનો સંબંધ ખતમ થઇ ગયો અને તેનું કારણ સલમાનનો વ્યવહાર અને એશ્વર્યા પર હાથ ઉઠાવ્યો હતો તેને માનવામાં આવ્યું.
તેમની જિંદગીમાં એશ્વર્યા પછી કેટરીના કેફ આવી. સલમાને કેટરીનાના ડૂબતા કરિયરને સહારો આપ્યો. બંનેએ ઘણી ફિલ્મો પણ સાથે કરી અને મીડિયામાં બંનેની લવ સ્ટોરી પર ચર્ચા પણ થઇ. અને કહેવાય છે કે સલમાન આ સંબંધને લઈને ખુબ સીરયસ પણ હતા. પરંતુ તેમની આ લવ સ્ટોરી પણ ચાલી નહિ અને વર્ષ 2010 માં બંને વચ્ચે બ્રેકપ થઇ ગયું.
ત્યાર બાદ આવે છે ઝરીન ખાન. સલમાન ખાને વીર ફિલ્મમાં ઝરીનને લોન્ચ કરી. ત્યારે બંનેના લીંક અપની ખબર આવી અને અમુક રીપોર્ટ તો એવું પણ કહેતા હતા કે સલમાને ઝરીનને એક ફ્લેટ પણ ખરીદી દીધો હતો. પરંતુ અહીં પણ સલમાનનો પ્રેમ કોઈ કારણો સર સફળ રહ્યો નહિ.
ત્યાર બાદ આવે છે ગુજરાતી ગોરી ડેઇઝી શાહ. બેકગ્રાઉન્ડ ડાન્સરથી લઈને હિરોઈન બનવા સુધીના સંઘર્ષને સલમાન ખાન ખુબ સારી રીતે જાણતા હતા. એટલું જ નહિ પરંતુ બોલીવુડમાં તેમની એન્ટ્રી સલમાનની જઇ હો થી થઇ. અને ત્યારે બંને વચ્ચે લીંક અપની ચર્ચા પણ ચાલી હતી પરંતુ જઇ હો ફિલ્મના ફ્લોપ થયા બાદ બંનેનો સંબંધ વધારે સમય સુધી ટક્યો નહિ.
ત્યાર પછી સાતમી હિરોઈન કે જે સલમાનની જિંદગીમાં આવી તે છે લુલીયા વેન્તુર. સલમાન અને લુલીયાને લઈને મીડિયામાં ઘણી બધી ચર્ચાઓ થઇ હતી. મિત્રો તે રોમાનિયન સિંગર અને એકટર છે અને સલમાન જ્યારે એક વિદેશ ટુર પર ગયા હતા ત્યાં તેમની મુલાકાત થઇ હતી અને મીડિયામાં એવું પણ આવ્યું કે તે બંનેની સગાઇ પણ થઇ ગઈ છે.
લુલીયા સલમાનની બહેન અર્પિતાના લગ્નમાં પણ આવી હતી અને તે સલમાનના પરિવાર સાથે હળી મળી પણ ગઈ હતી. પરંતુ આ બાબતે સલમાનનું કહેવું હતું કે જ્યાં સુધી તેમની વિરુદ્ધ ચાલતા કેસથી છૂટકારો નહિ મળે ત્યાં સુધી તે આ બાબતે કોઈ સીરીયસ નિર્ણય નહિ લે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી