અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 જીવન શાંતિ યોજના દ્વારા મેળવો દર મહીને રૂપિયા 9000 કે તેનાથી પણ વધારે પેન્શન અને તે પણ આજીવન… 💁
👵 મિત્રો આજે અમે તમારા માટે ખુબ જ સરસ યોજના લઈને આવ્યા છીએ જેમાં તમે આજીવન કોઈ પણ આવક વગર પણ દર મહીને પૈસા મેળવી શકો છો ઓછામાં ઓછા 9000 કે તેનાથી પણ વધારે રકમ. આ યોજનાનું પ્લાનિંગ તમે અત્યારથી કરી લેશો તો તમારે આગળ જતા તમે કોઈ નોકરી કરો, કે ન કરો તમારું પેન્શન તો ચાલુ જ રહેશે અને તે પણ તમે જીવો ત્યાં સુધી તેનો લાભ મેળવી શકો છો.
👵 LIC દ્વારા જીવન શાંતિ નામની યોજના શરૂ કરી છે જેમાં તમે એક વાર 5 લાખ કે 10 લાખ રૂપિયાનું રોકાણ કરીને દર વર્ષે એક લાખથી લઈને 2 લાખ તેમજ તેનાથી પણ વધારે રકમ સુધીનું પેન્શન મેળવી શકો છો. અહીં રોકાણ કરવું ખુબ જ સુરક્ષિત રહેશે અને સાથે સાથે આજીવન રીટર્નની સૌથી સારી અને ભરોસાપાત્ર ગેરેંટી તો ખરી જ.
👵 અહીં રોકાણ કર્યા બાદ તરત જ પેન્શન મળવાનું ચાલુ થઇ જશે અને જો તરત જ ન જોઈતું હોય તો તમે તે 5, 10, 15 કે 20 વર્ષ પછી પણ શરૂ કરાવી શકો છો. જેટલું મોડું પેન્શન શરૂ કરાવશો એટલો વધારે ફાયદો થશે.Image Source :
💰 મિત્રો તમે કોઈ શેર બજારમાં કે કોઈ અન્ય બેંકમાં રોકાણ કરો તો તેના પર બજારમાં ચાલતી તેજી મંદીની અસર જોવા મળે છે. જેના કારણે વ્યાજના દરમાં પણ ઘટાડો કે વધારો થતો રહે છે પરંતુ આ યોજના નોન માર્કેટ લીંકડપ્લાન છે. એટલે કે બજારમાં કોઈ પણ ઉતાર ચડાવ આવે તમારી પેન્શનની રકમ તો તમને મળતી જ રહેશે. તે ફિક્સ અને ગેરેન્ટેડ જ રહેશે.
💰 આ પોલીસીનો લાભ તમે તમારા માતા-પિતા તથા ભાઈ બહેન સાથે જોઈન્ટ પણ લઇ શકો છો. પોલીસીમાં જો 35 વર્ષની ઉમરે તમે જોડાવ તો તરત જ પેન્શન શરૂ થઇ જશે નહિ તમે થોડા વર્ષો બાદ શરૂ કરાવી શકો છો.
💰 અહીં મિત્રો 5 થી 20 વર્ષના સમયગાળા બાદ પોલીસીનો લાભ શરૂ કરવાથી પ્લાનમાં દર વર્ષે રોકાણ કરેલી રકમના 8.79% થી લઈને 21.6% સુધી રીટર્ન મળી શકે છે. ખાસ વાત એ કે તે દર વર્ષે તમે જીવિત રહો ત્યાં સુધી મળશે. આ રકમ તમે માસિક, ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક તમારી ઈચ્છા મુજબ મેળવી શકો છો. જે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ.
💵 આ યોજનામાં ઓછામાં ઓછું રોકાણ 1.5 લાખથી કરવું જરૂરી છે તેમજ વધુમાં વધુ રોકાણ માટે રકમની કોઈ મર્યાદા નથી. પોલીસી લેવા માટે ઓછામાં ઓછી ઉમર 30 વર્ષની હોવી જોઈએ અને વધારેમાં વધારે 85 વર્ષની હોવી જોઈએ. ટેક્સ બેનીફીટ પણ મળશે તેમજ તમે તેમાં નોમીની પણ એડ કરી શકો છો અને આ યોજનાના આધાર પર તમે પૈસાની જરૂરીયાત ઉભી થાય તો લોન પણ લઇ શકો છો.
💵 જો તમે 5 લાખથી રોકાણ કરીને આ પોલીસી ખરીદો અને માની લો કે તમારી ઉંમર 35 વર્ષની છે અને તેનો લાભ તમે 20 વર્ષ બાદ શરૂ કરવાનું કહો છો તો તમને લગભગ 21.6 % વર્ષનું રીટર્ન મળશે. એટલે કે દર વર્ષે તમને 1,08,000 રૂપિયા મળશે. હવે તમારે આ રકમ માસિક એટલે કે દર મહીને જોઈએ છે તો તમને દર મહીને 9000 (1,08,000/12) રૂપિયા મળશે અને તે જીવો ત્યાં સુધી મળતું રહેશે.Image Source :
💵 જો તમે 10 લાખથી પોલીસી ખોલાવો અને 20 વર્ષ બાદ તેના પેન્શનનો લાભ મેળવવાનું પસંદ કરો તો તમને વર્ષે 2,10,000 મળશે જેને તમે મહિનામાં વહેંચી દો તો દર મહીને 17,500 મળશે.
💵 આ પોલીસી તમે LIC ની વેબસાઈટ પરથી ઓનલાઈન તથા LIC ના એજન્ટ દ્વારા ઓફલાઈન બંને રીતે ખરીદી શકો છો છો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Nice Info. Thank you 🙂
Nice Info. Thank you for sharing:)
Jayu Patel
Jayu Patel
9265846480
Verry helpfull
Good for people