અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 તમારા હોઠ કાળા પડી ગયા છે ? તો કરો આ એક ઉપાય અને બનાવો ગુલાબી અને મુલાયમ…. 💁
👄 મિત્રો આજે અમે એક ખુબ જ ઉપયોગી બાબત વિશે જણાવશું. આ સમયે આપણા હાથ, પગ, ચામડી, એડી ફાટવાની સમસ્યા વધારે હોય છે. તેની સારસંભાળ ન કરવામાં આવે તો એ કાળા પણ પડી જતા હોય છે. તેવી જ રીતે આપણા હોઠ પણ કાળા પડી જતા હોય છે. તો કાળા પડી ગયેલા અને સુકા રહેતા હોઠ માટે આજે અમે ખુબ જ સારો અને સરળ ઉપાય લઈને આવ્યા છીએ.
👩💼 આ ઉપાયનો એક જ વાર ઉપયોગ કરવાથી આપણા હોઠ ગુલાબી રંગના થઇ જશે. અત્યારે છોકરો હોય કે છોકરી સુંદર, આકર્ષણ અને બધા તેને પસંદ કરે એવું જ ચાહતા હોય છે. આપણો ચહેરો ભલે ગમે એટલો સુંદર હોય પણ હોઠ કાળા હોય તો એ આપણા ચહેરાને થોડો ઓછો ખીલેલો લાગે છે એવું લોકોનું માનવું છે. એટલા માટે આજે અમે તેનું સમાધાન જણાવશું. આ ઉપાય તમે એકદમ આસાનીથી કરી શકશો અને તેનું પરિણામ પણ 100% મળશે. તો ચાલો જોઈએ આ નુસ્ખા માટે જોઈતી સામગ્રી વિશે.
👩💼 પહેલી સામગ્રી તેમાં જોઈએ એ છે નારિયેળનું તેલ. નાળિયેરના તેલમાં ભરપુર માત્રામાં વિટામીન E હોય છે. જે આપણા વાળની સાથે સાથે આપણા હોઠને પણ ખુબ જ લાભકારી રહે છે. સૌપ્રથમ એક ચમચી નાળિયેર તેલ એક નાની વાટકીમાં લો. પરંતુ તેની માત્રા માત્ર એક જ ચમચી લેવાની છે તેનાથી વધારે નહી.
👩🍳 બીજી વસ્તુ છે મધ. મધમાં રહેલા તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ આપણી ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે. તો આપણે એક ચમચી મધ લેવાનું છે અને તે વાટકીમાં નાખવાનું છે.
👩🍳 ત્રીજી અને છેલ્લી સામગ્રી છે ખાંડ. ખાંડ સ્ક્રબનું કામ કરે છે. ખાંડની પણ એક જ ચમચી નાની નાખવાની છે.
👩🍳 આ ત્રણેય વસ્તુ નાખીને તેને બરાબર મિક્સ કરી નાખવાનું છે. એકાદ મિનીટ સુધી તેને હલાવવાનું છે. જો એક મિનીટ પરફેક્ટ હલાવવામાં આવે તો ખાંડ બિલકુલ ઓગળી જાય છે. તેને બરાબર હલાવશો એટલે એ પેસ્ટ બની જશે. મિક્સ કર્યા બાદ એ પેસ્ટ તૈયાર છે હોઠ પર લગાવવા માટે.
👩🍳 તે પેસ્ટ એકદમ ઘાટી અને મુલાયમ થશે. તે પેસ્ટને આંગળી વડે હોઠ પર લગાવીને ધીમે ધીમે હોઠ પર મસાજ કરવાની છે. આ પેસ્ટ લગાવીને હોઠ પર ધીમે ધીમે મસાજ કરશો તો હોઠ એકદમ ગુલાબી થઇ જશે. તમારા હોઠ પર રહેલી કાળાશ એકદમ દુર થઇ જશે. હોઠની બંને બાજુ પાંચથી દસ મિનીટ મસાજ કરવી જોઈએ.
👩🍳 પાંચથી દસ મિનીટ મસાજ કર્યા બાદ હોઠને ઠંડા પાણીથી ધોઈ લેવા. હોઠ ધોયા પછી જોશો તો હળવા એવા ગુલાબી થઇ ગયા હશે. એક જ વાર આ ઉપાય કરશો એટલે તમારા હોઠ પર 80% રીઝલ્ટ જોવા મળશે. પરંતુ જો આ ઉપાયને એક મહિનામાં ત્રણથી ચાર વાર કરો તો તમારા હોઠ કાયમ માટે ગુલાબી અને મુલાયમ રહે છે. આ ઉપાય એકદમ આયુર્વૈદિક છે અને તેની કોઈ પણ આડઅસર નથી થતી.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી