શું તમે જાણો છો અર્જુન અને કર્ણ માંથી સૌથી મોટો દાનવીર કોણ હતું… અને શા માટે હતું ? મિત્રો દાન કરવું એ તો પૂજા રૂપ છે. ભૂખ્યાને જમાડે, બીજાના દુઃખ દૂર કરી ખુશ થવું, દાન કરવું તે સૌથી શ્રેષ્ઠ પૂજા છે અને દુનિયાનું સૌથી મોટુ પુણ્ય છે. દાનની આપણે વાત કરતા હોય ત્યારે કર્ણનું નામ ન આવે, એવું તો બને જ નહિ.
મિત્રો આજે અમે તમને આ આર્ટિકલમાં શ્રી કૃષ્ણની અને અર્જુનની એક ઘટના વિશે જણાવીશું. જેમાં શ્રી કૃષ્ણએ અર્જુનને પ્રમાણ આપ્યું હતું કે કર્ણ અને અર્જુનમાં કોણ સૌથી મોટો દાનવીર છે. અર્જુન દાન કરતો હોવા છતાં કેમ દાનવીર કહેવાતો નથી તે પણ જણાવ્યું છે. તો ચાલો જાણીએ તે ઘટના વિશે…
શ્રીકૃષ્ણ અને અર્જુન એક ગામમાંથી નીકળી રહ્યા હતા ત્યાં અર્જુનની સામે શ્રીકૃષ્ણએ દાનવીર કર્ણની પ્રસંશા કરી. આ સાંભળી અર્જુન બોલ્યો કે “કર્ણને જ કેમ દાનવીર કહેવામાં આવે છે ? હું પણ દાન કરું છું તો હું કેમ દાનવીર નહિ ?” આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા અને તેમની સામેના બે મોટા પર્વતને સોનાના બનાવી દીધા.
ત્યારબાદ શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે “હે, અર્જુન તું આ બંને સોનાના પર્વતને ગામના વચ્ચે દાન કરી દે, પરંતુ એક વાત યાદ રાખજે કે આ બંને સોનાના પર્વતનો દરેક ટુકડો દાનમાં જ જવો જોઈએ. તું પોતાની માટે કંઈ પણ રાખી શકતો નથી.
ત્યાર બાદ અર્જુને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ લઇ ગામ વાળા લોકો પાસે ચાલ્યો ગયો અને ત્યાં બધાને ભેગા કર્યા અને એક પછી એક દરેક વ્યક્તિને અર્જુન સોનું આપવા લાગ્યો. અર્જુનના આ કાર્યની દરેક લોકોએ ખુબ જ પ્રશંસા કરી અને ગામના લોકો અર્જુનની જયજયકાર કરવા લાગ્યા. આમ જયજયકાર સાંભળી અર્જુન ઉત્સાહમાં આવી ગયો.
લોકો સોનું લઇ ઘરે મૂકી આવતા અને ફરી પાછા સોનું લેવા માટે લાઈનમાં લાગી જતા. આમ સતત બે ત્રણ દિવસ ચાલ્યું. પરંતુ તે સોનાના પહાડમાંથી થોડોક પણ હિસ્સો ઓછો થયો નહીં. આમ અર્જુન ખુબ જ થાકી ગયો અને લોકોના જયજયકાર સાંભળી વળી પાછો અર્જુન ઉત્સાહમાં આવી જતો. અર્જુન ફરી પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ પહાડો માથી કંઈ પણ ઘટતું જ ન હતું.
આમ અર્જુન ખુબ જ થાકી ગયો અને તે વિશ્રામ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે, “હે કૃષ્ણ હું થાકી ગયો છું મારે વિશ્રામની જરૂર છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું “હે અર્જુન તારે ખરેખર વિશ્રામની જરૂર છે” ત્યારબાદ તે સમયે શ્રી કૃષ્ણએ કર્ણને બોલાવ્યો તેને પણ એજ વાત કહી કે આ બંને પર્વતને ગામ વાળા વચ્ચે દાન કરી દે. કર્ણએ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન કરતા દરેક ગામ વાળાને બોલાવ્યા અને ગામવાળાને કહ્યું કે, “આ બધું સોનુ તમારું છે આમાંથી તમે ગમે તેટલું લઈ લો અને દરેક વચ્ચે વહેંચી દો” આમ કહીને કર્ણ ત્યાંથી ચાલ્યો ગયો.
આ જોઈ અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે આવો વિચાર મારા મનમાં કેમ ન આવ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ હસતા હસતા કહ્યું કે “હે પાર્થ, સાચી વાત એ છે કે તને આ સોનાનો મોહ થઈ ગયો હતો. તું ન સોનાની ગણતરી કરી રહ્યો હતો કે આ સોનાની કોને કેટલી જરૂર છે અને આમાં ગામ વાળા લોકો તારી જયજયકાર કરતા હતા તો તું ખુદને દાતા સમજી બેઠો હતો.”
તેનાથી વિરુદ્ધ કર્ણ એ કર્યું, કર્ણ ચાહતો જ ન હતો કે તેની જયજયકાર થાય. કર્ણને એ વાતથી કંઈ ફરક જ નથી પડતો કે લોકો તેની પીઠ પાછળ શું બોલે છે.એટલા માટે કર્ણને મનમાં દાતા હોવાનો ભાવ પણ ઉત્પન્ન થયો નહીં.
કર્ણ દાન કરવા વિશે એવું માને છે કે તે એક માધ્યમ છે જે પરમાત્માએ આપેલી વસ્તુને દરેક વ્યક્તિ પાસે પહોંચાડવાનું. જો આપણે કોઈપણ વસ્તુ દાન કરીએ છીએ તો તેની પાસેથી કંઇ પણ અપેક્ષા રાખવી ન જોઈએ. જેમ કે તે ધન્યવાદ કહે, તેનો ઉપકાર માને તેવી અપેક્ષા ન રાખવી જોઈએ. દાન એ નામ કમાવવા માટે પણ ન કરવું જોઈએ. તો મિત્રો તમારા માટે શું કહેવું છે કર્ણ અને અર્જુન વિશે કોમેન્ટ કરીને જણાવો… જય શ્રી કૃષ્ણ…
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી