એવી ટ્રીક્સ જેનાથી તમે તમારા દુશ્મનો પાસેથી પણ હસતા હસતા કામ કરાવી શકશો… એક બિઝનેસમેન હોય તેણે તો ખાસ જાણવા જેવી વાત…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

એવી ટ્રીક્સ જેનાથી તમે તમારા દુશ્મનો પાસેથી પણ હસતા હસતા કામ કરાવી શકશો… એક બિઝનેસમેન હોય તેણે તો ખાસ જાણવા જેવી વાત…

આજે અમે ખુબ જ મહત્વની ટેકનીક તમારી સાથે શેર કરવા જઇ રહ્યા છીએ કે જેમાં તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી કામ કરાવી શકો છો. જે લોકો મેનેજમેન્ટ ફિલ્ડ સાથે જોડાયેલા છે તેમજ બીઝનેસ કરે છે તેમના માટે આ ટ્રીક્સ ખુબ જ અગત્યની છે.
Image Source
દુનિયામાં લાગભાગ લોકો એવું ઈચ્છતા હોય છે કે બધા લોકો તેના કહ્યા પ્રમાણે કામ કરે અને ઘણી વાર તે લોકો પર તેના પ્રત્યે દબાણ પણ કરતા હોય છે. જેના કારણે સામે વાળી વ્યક્તિ કામ તો કરે જ છે પરંતુ પોતાની ઈચ્છા વિરુદ્ધ કરે છે અને પરિણામે ક્યારેક તે કાર્ય એટલું અસરકારક પણ નથી રહેતું.

પરંતુ આજે અમે એવી ટ્રીક્સ જણાવશું કે જેનો ઉપયોગ કરીને તમે બીજા પાસેથી હસતા હસતા તમારૂ કામ કરાવી શકશો અને આ ટ્રીક્સ મગજના તે ભાગને પ્રભાવિત કરે જે નિર્ણયો લેવા માટે જવાબદાર હોય છે.
Image Source
અઢળક માહિતીથી ભરેલી આ દુનિયામાં આપણું મગજ અમુક નિર્ણયો લેવા માટે કોઈ શોર્ટકટ બનાવેલા છે અને અમારી આ ટ્રીક્સ તે શોર્ટકટ સંબંધિત જ છે. જેથી આપણું માગજ આ ટ્રીક્સ દરમિયાન કંઈ વિચાર્યા કે સમજ્યા વગર નિર્ણય લઇ લે છે. તો ચાલો જાણીએ તે ટ્રીક.

પહેલી ટ્રીક છે Get Favour. આ ટ્રીકમાં તમારે લોકોને કહેવાનું છે કે તમારી મદદ કરે. હવે તમને એવું થાય કે મદદ જ માંગવાની હોય તો તેમાં ટ્રીક શું ? જ્યારે કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિની મદદ કરે છે ત્યારે તેના મગજની વેવ્સ ખુબ સ્થિર થઇ જાય છે અને તેમને ખુશી મળે છે. તેવું એટલા માટે કે વિકાસના સમયે માણસોની સૌથી મોટી તાકાત હોય સાથે રહેવું અને એકબીજાની મદદ કરવી. માટે આ વલણ આપણામાં કરોડો વર્ષોથી છે.

Image Source
જ્યારે પણ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિને મદદ કરે છે ત્યારે તેનું મગજ એક ટ્રીગર ઓન કરી દે છે. પછી ભલે તે વ્યક્તિ આપણને પસંદ ન કરતી હોય. પરંતુ એક વાર તે મદદ કરે છે એટલે તેને એક સંતોષ મળે છે અને તે વ્યક્તિની નફરત પણ ઓછી થતી જાય છે.

બીજી ટ્રીક છે Aim High. આ ટ્રીક દરેક સંસ્થાના સંચાલક માટે ખુબ જ જરૂરી છે. અહીં તમારે કોઈ વ્યક્તિને કંઈક એવું કામ કરવાનું કહેવાનું છે જેની તે સીધી નાં પાડી દે એટલે કે ખુબ મોટું કામ. ત્યાર બાદ તમારે તેને તે કામ કહેવાનું છે જે તમે તેની પાસે કરાવવા માંગતા હોય. જે પહેલા કામ કરતા નાનું કામ હોય. અહીં તે વ્યક્તિ કામ ખુશી ખુશી કરી આપશે.

Image Source
આ ટ્રીક આખી વ્યક્તિ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલી છે તમે કોઈને મોટું કામ આપી દો તો પહેલા તે કામ કરવાની નાં પાડે છે. પરંતુ ત્યાર બાદ નાનું કામ કરવાનું કહો તો તે વ્યક્તિની ભાવના તેને ખરાબ બનાવવા માંગતી ન હોય માટે તે તમારું કામ કરી આપશે અને તે કામ તેને પહેલા કરતા નાનું લાગશે માટે તે રાજી ખુશીથી કરી આપશે. મોટી મોટી કંપનીઓ આજ ટ્રીક અપનાવતી હોય છે.
Image Source
ત્યાર પછીની ટ્રીક છે Name and Title. કોઈ પણ વ્યક્તિ પોતાનું નામ સાંભળે છે ત્યારે તેના મગજમાં એક એવું કેમિકલ રીલીઝ થાય છે જેના કારણે તે ખુબ ખુશી અનુભવે છે અને તેના કારણે એવું પણ શક્ય છે કે ત્યારે તમે તેને જે કામ કહો તે કરી આપે. તમે નામની જગ્યાએ ટાઈટલ પણ બોલી શકો તેમજ નામ સાથે ટાઈટલ પણ બોલી શકો.
Image Source
ચોથી ટ્રીક છે Mirroring. અહીં તમારે જે લોકો પાસે કામ કરાવવાનું છે તે લોકોના વર્તનને કોપી કરવાનું છે. જેમ કે તેની વાત કરવાની રીત, ચાલવાની રીત તેમજ કામ કરવાની રીત. આ બધું તમારે કોપી કરવાનું છે પછી તમારે તેને તમારું કામ કહેવાનું છે પછી તે કરી આપશે. કારણ કે માણસોને પોતાના જેવો વ્યવહાર અને વર્તન ધરાવતા લોકો વધારે પસંદ આવે છે.
Image Source
ત્યાર પછીની ટ્રીક છે Complement એટલે કે લોકોના વખાણ કરવા. તમે કોઈ પણ વ્યક્તિના વખાણ કરો તો તે વ્યક્તિ ખુબ ખુશ થાય છે. તેમજ તમને પસંદ કરે છે એટલું જ નહિ તેમને ખબર હોય કે તમે ખોટા વખાણ કરો છો તો પણ તે ખુશ થાય છે. અહીં તે વ્યક્તિ પોતાને સુપીરીયર માને છે અને તેની સેલ્ફ એસ્ટીમ વધી જાય છે મતલબ તે પોતાને વધારે સક્ષમ માનવા લાગે છે અને તેને ટકાવી રાખવા માટે તે તમારું કામ હસતા હસતા કરી આપશે.

Image Source
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment