એકવાર જરૂર વાંચો આત્મહત્યા બાદ શું થાય છે તમારી આત્મા સાથે જાણ્યા બાદ ક્યારેય આત્મહત્યા કરવાનો વિચાર પણ નહિ કરો..

મિત્રો આજકાલ આત્મહત્યાનો વિચાર આવવો કે આત્મહત્યા કરવી તે એક સામાન્ય વાત બની ગઈ છે. તમને આત્મહત્યાના ઘણા કિસ્સાઓ સાંભળવા મળતા હશે.
કોઈને પરીક્ષામાં વધારે માર્ક્સ ન આવે તો આત્મહત્યા, પ્રેમ સફળ ન થાય તો આત્મહત્યા, પારિવારિક જગડાઓથી પરેશાન થઇ જાય તો આત્મહત્યા, આર્થિક સ્થિતિ સારી નથી તો આત્મહત્યા. આ રીતે અનેક કારણોસર લોકો આત્મહત્યા કરવા લાગ્યા છે.

મિત્રો આજે લગભગ લોકોને કોઈને કોઈ માનસિક તણાવ હોય છે. જેમાં લગભગ લોકોને કોઈને કોઈ વાર તો આત્મહત્યા કરવાનો વિચાર આવતો જ હોય છે. જે વ્યક્તિને આ વિચાર હાવી થઇ જાય તેને એવું લાગે કે આત્મહત્યા કરવાથી બધી ઝંઝટ ખતમ થઇ જશે. એવો વિચાર પ્રબળ બની જાય તો તે વ્યક્તિઓ આત્મહત્યાનો શિકાર બની જતા હોય છે.

પરંતુ મિત્રો તેઓ આત્મહત્યા કરીને જીવનની મુશ્કેલીઓથી છુટકારો મેળવી લે છે. પરંતુ તેમને અંદાજો પણ નથી હોતો કે મર્યા બાદ તેમની આત્મા સાથે શું થશે. તો આજે અમે તમને જણાવશું અને એક વાર વાંચશો પછી તમે પણ ગમે તેવી મુશ્કેલીઓ આવશે પણ આત્મહત્યાનું નહિ વિચારો.

આપણા શાસ્ત્રોમાં આત્મહત્યાને એક પાપ માનવામાં આવે છે. જેટલું સરળ આત્મહત્યા કરવું છે એટલા જ અઘરા છે તેના પરિણામોને સહન કરવા. મિત્રો ભગવાન દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યા હોય તે પ્રમાણે જીવવું પડે છે.
એ વાત સત્ય છે કે મરવાનું તો એક દિવસ બધાને છે. પરંતુ તેનો એક ચોક્કસ નિર્ધારિત સમય હોય છે અને તમે જો તે નિયમ વિરુદ્ધ જઈને આત્મહત્યા કરો તો તમે જ વિચારો કે તમારી આત્માને કંઈ રીતે મોક્ષ મળે.

મિત્રો જો તમે તમારા મનમાં કોઈ ઈચ્છાઓ લઈને આત્મહત્યા કરો પછી ભલે તે નાનામાં નાની ઈચ્છા કેમ ન હોય. તો તમારી આત્માને મોક્ષ નથી મળતો અને તમારી આત્મા એક પક્ષી જાળમાં ફસાઈ ગયું હોય તે રીતે ફસાઈ જાય છે.

મનમાં કોઈ ઈચ્છા લઈને લાચાર થઈને આત્મહત્યા કરતા વ્યક્તિની આત્માને ત્યાં સુધી મુક્તિ નથી મળતી જ્યાં સુધી તેનું જીવન પૂરું નથી થતું. મતલબ કે કોઈ વ્યક્તિની ઉમર 50 વર્ષની લખાઈ હોય અને તે 30 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લે તો 20 વર્ષ સુધી તેની આત્મા ભટકતી રહે છે. મિત્રો તે કોઈ ભૂત, પ્રેત કે પિશાચની યોનીમાં રહે છે જે સૌથી મોટું નર્ક ગણાય છે. ત્યાં દુઃખ, પીડા અને અંધકાર જ હોય છે. કારણ કે જે જીવન ભગવાને આપણને આપ્યું હોય તેની કદર ન કરીએ અને આત્મહત્યા કરીએ તો ભગવાન પણ આપણો સાથ નથી આપતા.

આપણી આત્મા ત્યાં રહે છે જ્યાં બધી ખરાબ આત્માઓ જ હોય અને અંધકાર જ હોય. ત્યાં માત્ર એક છેદ હોય છે જેમાંથી રોશની આવતી હોય આત્મા ત્યાં સુધી પહોંચવાની ખુબ કોશિશ કરે છે પણ તે સફળ થતી નથી. તે એક પિંજરામાં પુરાયેલા પક્ષીની જેમ તરફડે છે. જ્યાં સુધી તેમનું જીવન પૂર્ણ ન થાય ત્યાં સુધી તે આ રીતે યાતનાઓ સહન કરે છે.

તો મિત્રો જેટલા લોકો આત્મહત્યાનો વિચાર કરતા હોય છે તેના માટે એટલુ જ કહેવાનું કે દરેક પરિસ્થિતિ કાયમ માટે નથી રહેતી સમય બદલાતા પરિસ્થિતિ પણ બદલાય જાય છે. એવો પણ સમય આવે છે જેમાં તમે ખુબ ખુશ રહેવાના છો. તો પછી આ ટેમ્પરરી પરિસ્થિતિ માટે આત્મહત્યા જેવું પરમેનન્ટ ડીસીઝન ક્યારેય ન લેવું જોઈએ. તમને કોઈ દુઃખ છે તો તમે તેને કોઈ વ્યક્તિને જણાવો તેને હળવું કરો પણ ક્યારેય આત્મહત્યા કરવાનું ન વિચારો.

દરેક વ્યક્તિ માટે એક મહત્વની વાત કે તમને જીવનમાં કોઈ એવી વ્યક્તિ જોવા મળે જે જીવનમાં આત્મહત્યા કરવાનું વિચારતી હોય તો તેને ગળે મળીને તેને આશ્વાસન આપો.
જેથી તે આ ખોટું પગલું ભરતા અટકી જાય. કારણ કે તે સમય એવો હોય છે જ્યારે તે ખુબ એકલતા અનુભવતા હોય છે. તો તેના દુઃખને દુર કરવાનો પ્રયાસ કરો અને ન કરી શકતા હોવ તો તેને એક હિંમત અને સાથ આપો જેથી તે તેના તણાવમાંથી બહાર આવી શકે અને આ લેખને આગળ શેયર કરો જેથી દરેક વ્યક્તિ આત્મહત્યાની વાસ્તવિકતાથી વાકેફ થાય.

આ વાત  અલગ અલગ બુક્સ અને માહિતીના આધારે લખાયેલી છે, જો આપ અમારી વાત સાથે સંમત ના પણ હોઈ શકો. આ માહિતીની સત્યતા તમારી વિચાર શક્તિ પર આધાર રાખે છે.
આ લેખ ગમ્યો હોય તો આગળ શેર કરજો, જેથી કોઈ આત્મહત્યા કરનાર વ્યક્તિ બચી શકે..

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment