દીપિકા લગ્ન પહેલા આ એકટરને કરતી હતી ખુબ જ બેહદ પ્રેમ.. પણ આ કારણે રહી ગઈ તેની કહાની અધુરી

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

દીપિકા આ એકટરને કરતી હતી ખુબ જ બેહદ પ્રેમ..પણ આ કારણે રહી ગઈ તેની કહાની અધુરી

મિત્રો હાલમાં દીપિકા પાદુકોણ તેના લગ્નના કારણે ખુબ જ ચર્ચામાં છે. મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હાલમાં થોડા દિવસ પહેલા દીપિકાએ રણવીર સિંહ સાથે લગ્ન કરીને પોતાના લગ્ન જીવનની શરૂઆત કરી છે. Image Source
આ વાત તો લગભગ દરેક વ્યક્તિને ખબર જ હશે. પરંતુ લગ્ન થયા તે પહેલા પણ તે ઘણી વાર ચર્ચામાં રહી ચુકી છે તેમના અફેરના કારણે.

પરંતુ મિત્રો બોલીવુડમાં એક અભિનેતા છે કે જેને દીપિકા ખુબ જ બેહદ પ્રેમ કરતી હતી. અને તે છે રણબીર કપૂર. હા મિત્રો, દીપિકા અને રણબીર કપૂર વચ્ચે પણ રહી ચુક્યા છે સંબંધો. હાલમાં તો દીપિકાએ રણવીર સિંહ સાથે લગ્ન કર્યા છે પરંતુ એક સમય એવો હતો જ્યારે દીપિકા રણબીર કપૂરને ચાહતી હતી. આજે અમે તમને જણાવશું કે કંઈ રીતે ચાલુ થઇ તેમની લવ સ્ટોરી અને ચાલુ થઇ ગઈ તો પછી એવું શું થયું કે દીપિકા અને રણબીર કપૂર થઇ ગયા અલગ.

Image Source
મિત્રો એક સમય હતો જ્યારે દીપિકા રણબીર કપૂરના પ્રેમમાં પાગલ હતી. તેઓ બંને એકબીજાને ખુબ પસંદ કરતા અને ચાહતા હતા. બંનેનો પ્રેમ એટલો ગાઢ હતો કે દીપિકાએ રણબીર કપૂરના નામનું ટેટુ પણ બનાવેલું હતું. તો ચાલો જાણીએ કે કંઈ રીતે આ જોડી આટલી નજીક આવીને પછી અલગ થઇ ગઈ.
Image Source
દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર બંનેની પહેલી ફિલ્મ એક સાથે રીલીઝ થઇ હતી. જેમાં દીપિકા પાદુકોણની ફિલ્મ હતી ઓમ શાંતિ ઓમ અને રણબીર કપૂરની ફિલ્મ હતી સાંવરિયા. બંનેની ફિલ્મમાંથી દીપિકા પાદુકોણની ફિલ્મ ઓમ શાંતિ ઓમ સુપર હીટ ગઈ જ્યારે રણબીર કપૂરની સાંવારીયા ફ્લોપ ગઈ હતી. તેમના બંનેના કોમન મેકપ આર્ટીસ્ટ લોરેન્સે બંનેને મળવાની સલાહ આપી.

Image Source
ત્યાર બાદ બંનેએ એકબીજાના નંબર લીધા અને એકબીજાથી વાત કરવાનું ચાલુ થયું. બંને વચ્ચે આ રીતે વાત શરૂ થઇ અને ત્યાર બાદ થોડા દિવસો પછી રણબીર કપૂરે દીપિકા પાદુકોણને ડેટ પર બોલાવી હતી. અને બંને મુંબઈની ગ્રાંડ હયાત હોટલમાં પહેલી વાર તેઓ પોતાની ડેટ પર મળ્યા. ફેબ્રુઆરી 2008 માં તેઓએ ડેટ પર જવાનું ચાલુ કરી દીધું હતું. અને બંનેએ જાહેરમાં પણ તે વાત માની હતી કે તેઓ એકબીજાને ડેટ પણ કરી રહ્યા છે.

Image Source
ત્યારે પરિસ્થિતિ કંઈક એવી પણ હતી કે દીપિકા રણબીર કપૂર સાથે લગ્ન પણ કરવા માંગતી હતી. બંને એકબીજાની સાથે ખુબ ખુશ નજર આવી રહ્યા હતા. તો આટલો પ્રેમ હતો તો અચાનક એવું શું બન્યું કે બંને એકબીજાથી અલગ થઇ ગયા. તો મિત્રો તે કારણ  જાણીને તમને નવાઈ લાગશે કારણ એ હતું એક બાજુ દીપિકા અને રણબીર બંને ખુશ દેખાતા હતા તો બીજી બાજુ એવા સમાચાર આવવા લાગ્યા કે રણબીરે કેટરીના માટે દીપિકાનો સાથ છોડી દીધો છે. પરંતુ ત્યારે દીપિકાએ આ વાત પર એવું કહ્યું હતું કે રણબીર તેમને લઈને ખુબ ગંભીર છે આ વાત બિલકુલ ખોટી છે.

Image Source
દીપિકાને રણબીરના  પ્રેમ પર પૂરેપૂરો ભરોસો હતો. પરંતુ ધીમે ધીમે કેટરીના અને રણબીરની વાત સાચી થવા લાગી અને ત્યાર બાદ ધીમે ધીમે દીપિકાનો વિશ્વાસ પણ તૂટવા લાગ્યો. બે વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ બંનેની જોડી તૂટી ગઈ. પરંતુ આ બધું થયા બાદ દીપિકા આજે ખુબ જ સારી વ્યક્તિ બની ગઈ છે અને તેમણે રણવીર સિંહ સાથે લગ્ન પણ કરી લીધા છે. આજે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ એકબીજા સાથે ખુબ જ ખુશ નજર આવે છે.

Image Source
પરંતુ મિત્રો જો રણબીર કપૂર અને દીપિકાની જોડી પ્રેમમાં સફળ રહી હોત તો તમને તે જોડી કેવી લાગેત. તેમજ રણવીર સિંહ અને દીપિકાની જોડી તમને કેવી લાગે છે તે કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment