અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 આ કામો કરતા પહેલા પગ ધોવામાં આવે તો લક્ષ્મીજી થાય છે પ્રસન્ન…. 💁
💰 મિત્રો આપણા જીવનમાં પૈસા એ આપણી પહેલી જરૂરિયાત છે. જો મનુષ્ય પાસે પૈસા નથી તો તે કશું કરી શકતો નથી અને આમ પણ દરેકે કંઈક કાર્ય કરવા કે કરાવવા માટે મુખ્ય કોઈ હેતુ હોય તો પૈસાનો જ હોય છે. તેથી જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસે વધુ પૈસા હોય તો તેની સાથે દરેક લોકો સબંધ બાંધવા માગે છે. જે વ્યક્તિ પાસે પૈસા હોય તેને કોઈ પણ વસ્તુ મેળવવી હોય તો વધુ વિચાર કર્યા વગર ખરીદી શકે છે.💰 આવા આ દરેક કારણોથી પૈસા એ મહત્વની જરૂરીયાત બની ગઈ છે. સુખી અને સમૃદ્ધ જીવન વ્યતિત કરવા માટે પણ પૈસાની જરૂર પડે છે. મિત્રો દરેક વ્યક્તિ અમીર બનવા માટે અનેક ઉપાયો અને ટોટકાઓ અપનાવે છે. જેથી તે અમીર બની શકે.
💰 આમ તો વ્યક્તિની આદતો તેના વ્યક્તિત્વ પર અસર કરે છે. જે તેના જીવનમાં શુભ અને અશુભ ફળ પ્રાપ્ત થાય છે. તેથી આ દરેક આદતોમાં પગ ધોવાની આદત પણ છે. જો અમુક કાર્યો કરતાં પહેલા પગ ધોવામાં આવે તો લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને લક્ષ્મીજીની કૃપા તેની પર બની રહે છે. તો મિત્રો ચાલો જાણીએ કે એવા કયા કાર્યો છે કે જે કરવા જતા પહેલા પગ ધોવા ખુબ જ જરૂરી છે.🚿 મિત્રો દરેક વ્યક્તિ જમતા પહેલા હાથ ધુવે છે. પરંતુ શું તમે જાણો છો કે પગ ધોવા પણ એટલા જ લાભદાયક છે. વૈજ્ઞાનિક અને સિદ્ધાંતો અનુસાર માનવામાં આવે તો પગના તળીયા જેટલા સાફ હોય એટલી પાચનશક્તિ મજબુત હોય છે. જ્યારે પણ તમે પગ ધોતા હોવ ત્યારે એક પગ ઉપર બીજો પગ ઘસીને ધોવા જોઈએ નહીં. કારણ કે આમ કરવાથી લક્ષ્મીજી નારાજ થાય છે અને તમને ધનની નુકશાની આવે છે.
🚿 જ્યારે પણ તમે બહારથી ઘરમાં પ્રવેશ કરો છો ત્યારે તમારા પગ જરૂર ધોવા જોઈએ. આમ કરવાથી ઘરની બહાર રહેલી નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી અને જો આમ બહારથી ઘરમાં પ્રવેશ કરતા પહેલા આપવામાં આવે તો તમે તમારા શરીરમાં સ્વસ્થતા અનુભવો છો.
🚿 જો તમે તમારા જીવનમાં ખુશ રહેવા માંગો છો તો મંદિરમાં પૂજા કરતા પહેલા અથવા તો મંદિરમાં જતા પહેલા પગ ધોવા જોઈએ અને આમ કરવાથી લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન રહે.
🚿 શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂતા પહેલા જો પગ ધોવામાં આવે તો ખુબ જ ગાઢ નીંદર આવે છે અને આ તમારા શરીરમાં રહેલી નકારાત્મક ઊર્જાને દૂર કરે છે.
🚿 જો કોઈ વ્યક્તિને નીંદર ન આવતી હોય અથવા તો ભયાનક સપના આવતા હોય તો પગ સારી રીતે ધોવે તો તેની આ સમસ્યા દૂર થાય છે.
🏃♀️ અને હા એક વાત એ પણ જણાવી દઈએ કે જ્યારે તમે યોગા અથવા કસરત કરવા જઈ રહ્યા હોય તે પહેલા પગ ધોવામાં આવે તો વધુ લાભદાયક સાબિત થાય છે.
🏃♀️ તો મિત્રો આ દરેક કાર્યો કરતા પહેલા પગ ધોવામાં આવે તો તમારા પર લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને આમ પણ તમારું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે.
🏃♀️ આ પ્રમાણે જો તમે રોજ પગ ધોઈને જ કામ કરો છો તો અમને કોમેન્ટ કરીને જણાવો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
Yes, true.
But this Hindu education is very well ignored. And other religions have adapted within there way. I suppose all Hindu temples must reintroduce this tradition before entering the temple entrances. I think afetr this practice, people may be encouraged to enlighten.