છોકરી લગ્ન પછી પણ શા માટે પ્રેમીને નથી ભૂલતી…… જાણો તેનું ચોંકાવનારું કારણ….
ઘણા લોકોને પોતાના જીવનમાં કોઈ વ્યક્તિ સાથે પ્રેમ થતો હોય છે. પરંતુ દરેક પ્રેમને એક મંજીલ મળે જ તેવું પણ શક્ય નથી હોતુ. કોઈ ભાગ્યશાળી વ્યક્તિને જ પોતાના પ્રેમી સાથે આખું જીવન પસાર કરવાની તક મળે છે, પ્રેમ કરનાર અમુક લોકોને પ્રેમીનો સાથ જીવનભર મળે છે. તો અમુક લોકો એક બીજાથી અલગ થઇ જતા હોય છે. પ્રેમી અને પ્રેમિકા વચ્ચે બ્રેક અપ થઇ જતો હોય છે અને બંનેએ કોઈ અલગ જ વ્યક્તિ સાથે લગ્ન કરીને નવા જીવનની શરૂઆત કરતા હોય છે.
પરંતુ તેમને લગ્ન કર્યા બાદ પણ પોતાનો પહેલો પ્રેમ ક્યારેય ભૂલાતો નથી. ખાસ કરીને છોકરીઓને. આપણે જાણીએ છીએ કે છોકરીઓ છોકરાઓ કરતા વધારે ભાવનાત્મક રીતે જોડાયેલ હોય છે. તેથી તેને પોતાનો પહેલો પ્રેમ ભૂલવામાં ખુબ તકલીફ થતી હોય છે. તો ઘણી વાર એવું પણ બનતું હોય છે કે લગ્ન બાદ પણ પોતાના પહેલા પ્રેમીને ભૂલતી નથી અને તેને પ્રેમ કરતી હોય છે. તો આજે અમે એવા કારણો જણાવશું કે જેના કારણે છોકરીઓ લગ્ન બાદ પણ પ્રેમીને ભૂલી શકતી નથી.
સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે છોકરો કે છોકરી પહેલો પ્રેમ નાની ઉંમરમાં કરી બેસતા હોય છે અને ઘણા ખરા કેસોમાં પ્રેમ તેમને આકર્ષણમાં ફસાઈને થતો હોય છે. પરંતુ પહેલો પ્રેમ એક ની:સ્વાર્થ ભાવે કરેલો હોય છે. આ ઉપરાંત તે પ્રેમ પહેલો હોય છે. તેથી તેમાં ઉત્સુકતા પણ વધારે હોય છે. એક બીજાની રાહ જોવી, કલાકો સુધી એક બીજા સાથે સમય પસાર કરવો, વગેરે વસ્તુઓ વધારે જોવા મળતી હોય છે. જે ભૂલવામાં ખુબ જ લાંબો સમય જતો રહે છે.
લગ્ન પહેલા થયેલા પ્રેમમાં કોઈ પણ શરત કે સ્વાર્થ નથી હોતો. તેમજ બંને પાત્ર એક બીજાને પુરતો સમય આપતા હોય છે. કારણ કે તે સમયે તેમના પર કોઈ જવાબદારીઓ નથી હોતી. માત્ર અભ્યાસિક પ્રવૃત્તિ જ હોય છે. જેના કારણે તે એક બીજાને પુરતો સમય આપી શકતા હોય છે.
મિત્રો આ જ વાત આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ, તો જ્યારે આપણે જિંદગીમાં પહેલી વાર સાયકલ ચલાવતા શીખીએ છીએ ત્યારે ન તો આપણને ગરમી લાગે છે, ન તો તડકો લાગે છે, કે ન થાક લાગે. સાયકલ ચલાવવાની ખુબ જ મજા આવતી હોય છે. પરંતુ થોડા સમય બાદ તમારા મનમાં બાઈકની ચાહ જાગે છે. સાયકલ ચલાવી ચલાવીને તમે થાકવા લાગો છો. તમારી પાસે બાઈક આવી જાય ત્યાર બાદ પણ તમે જે પહેલી વાર સાયકલ શીખી હતી, તમે પડ્યા હતા તમને જે મજા આવતી હતી તે બધું તમને યાદ રહે છે.
તેવું જ કંઈક પ્રેમમાં પણ હોય છે, કે જ્યારે તમે પહેલો પ્રેમ કરો છો ત્યારે બધું ખુબ સારું લાગે છે. તમને કલાકો સુધી વાતો કરવી, એક બીજાને નિહાળતા રહેવું, વગેરે વસ્તુ કરવામાં ખુબ મજા આવે છે. પરંતુ સંજોગો અનુસાર પહેલો પ્રેમ છૂટી જાય અને જીવનમાં કોઈ બીજો પ્રેમ પણ મળી જાય અને લગ્ન પણ થઇ જાય, તો પણ જે પહેલા પ્રેમના અહેસાસો હોય છે તે ભુલાતા નથી. તે હંમેશા યાદ આવતા રહે છે. કારણ કે જીવનમાં આપણે જે પણ વસ્તુ સૌથી પહેલા કરીએ છીએ તેને આપણે ભાગ્યે જ ભૂલી શકીએ છીએ.
ત્યાર બાદ જ્યારે પ્રેમીની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિ સાથે લગ્ન થઇ જાય ત્યાર બાદ પતિ પોતાની પત્નીને જવાબદારીઓના કારણે વધારે સમય નથી આપી શકતો. ત્યારે છોકરી પોતે જજ બની જાય છે અને તે પોતાના પ્રેમીની તુલના પોતાના પતિ સાથે કરવા લાગે છે. પરંતુ તે એ વસ્તુ ભૂલી જતી હોય છે કે તે સમયે તેના પ્રેમી પર કોઈ જવાબદારી હોતી નથી એટલે તમને સૌથી વધારે સમય આપી શકતો હતો.
આ ઉપરાંત પત્ની પતિ સાથે વર્ષો વિતાવે છે ત્યારે તેને પોતાના પતિમાં વધારે ખામીઓ નજર આવે છે. જ્યારે તેનો પ્રેમી તેની સાથે એકાદ બે વર્ષ રહ્યો હોય છે. જેના કારણે તેના પ્રેમીની ઘણી બધી ખામીઓથી તે અજાણ હોય છે અને એવું સમજી બેસે છે કે તેનાં પ્રેમી કે પહેલા પ્રેમમાં કોઈ કમી ન હતી.
પરંતુ મિત્રો પ્રેમી અને પ્રેમિકાના સંબંધમાં જવાબદારીઓનો સંબંધ નથી હોતો. તેમનો સંબંધ એક બીજાની વફાદારીથી સીમિત હોય છે. પરંતુ લગ્ન બાદ તેમના પર જવાબદારીઓનું પોટલું આવી જતું હોય છે. જેના કારણે તે સ્થિર નથી રહી શકતા અને પોતાની પત્નીને વધારે સમય નથી આપી શકતા હોતા.
કારણ કે તેમણે પોતાની પત્ની અને બાળકો માટે ઘણું બધું કરવાની ચાહ હોય છે. જ્યારે પ્રેમી અને પ્રેમિકાનો તો એકમાત્ર ટાર્ગેટ પ્રેમ કરવાનો હોય છે. આગળની કોઈ જવાબદારીઓનો ન તો તેઓ વિચાર કરે છે, કે ન તો કંઈ નક્કી કરે છે, તેથી બંને એક બીજાથી ખુબ ખુશ રહે છે. જ્યારે એકબીજા સાથે લગ્ન ન થાય તો ત્યારે તે ક્ષણો તેમની યાદ બનીને રહી જાય છે. જેના કારણે છોકરી લગ્ન બાદ પણ પહેલા પ્રેમને ભૂલવામાં ક્યારેક નિષ્ફળ રહે છે.
તો મિત્રો શું કહેવું છે તમારું પ્રેમને ભૂલી જવો જોઈએ કે યાદ રાખવો જોઈએ લગ્ન બાદ… કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.. મંતવ્ય કોમેન્ટમાં જણાવો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google