આ જગ્યાએ થયા વિશ્વના સૌથી અનોખા લગ્ન…. જાણીને તમને પણ લાગશે ઝટકો….
આપણા સમાજમાં પહેલા કીન્નરોનો બહિષ્કાર કરવામાં આવતો હતો. નોકરી તેમજ અન્ય સ્થળો પર તેમના કોઈ અધિકાર ન હતા. પરંતુ હવે ઘણી જગ્યાએ કિન્નરોને પણ સમાનતાની નજરે આપણા સમજમાં જોવામાં આવે છે. એટલું જ નહિ તેમને અભ્યાસ કરવાનો અને નોકરીનો પણ પૂરે પૂરો અધિકાર છે. કિન્નરોને પણ હવે કાયદાકીય રૂપે બધા જ અધિકારો મળવા લાગ્યા છે, જે અન્ય લોકોને મળે છે.
પરંતુ અત્યાર સુધી આપણે ક્યારેય એવું નહિ સાંભળ્યું હોય કે કિન્નરોએ લગ્ન કરીને પોતાનું અલગ ઘર વસાવ્યું હોય. હંમેશા આપણે કિન્નરોને પોતાની દુનિયામાં એકલા જ જીવન પસાર કરતા જોયા છે. તેમનો કોઈ જીવનસાથી પણ હોય શકે, તેવી ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હશે.
પરંતુ આજે અમે એવી ન્યુઝ લઈને આવ્યા છીએ જે જાણીને તમને વિશ્વાસ આવી જશે કે કિન્નરો પણ લગ્ન કરીને જીવનસાથી અને પોતાના પરિવારનું સુખ મેળવી શકે છે. તાજેતરમાં જ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક અનોખો લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો. મિત્રો આ લગ્ન સમારોહમાં કોઈ સામાન્ય લગ્ન ન હતા. પરંતુ આ લગ્ન સમારોહમાં 15 કિન્નરોએ લગ્ન કરી પોતાની એક નવા લગ્ન જીવનની શરૂઆત કરવાનું પગલું ઉઠાવ્યું છે.
છત્તીસગઢ શહેરના પચપેઢી નાકા ક્ષેત્રમાં આવેલ પૂજારી પાર્ક વિવાહ ભવનમાં ઘણા લગ્નો થયા છે. પરંતુ આ વખતે અહીં 15 અલગ જોડીના લગ્ન થયા એ ખુબ જ વિચિત્ર જોડીઓ હતી. જેણે લગ્નના બંધનમાં બંધાઈને પોતાના પારિવારિક જીવનની શરૂઆત કરી છે. આ પંદર અનોખી જોડીમાં 15 કિન્નરોએ પુરુષો સાથે લગ્ન કર્યા હતા.
આ 15 કિન્નરોએ દુલ્હનની વેશભૂષામાં પોતાના પતિ સાથે લગ્નના બંધનનો સ્વીકાર કર્યો. રાયગઢના કિન્નર સમુદાયના કીન્નરનું કહેવું છે કે એવું નથી કે તે લોકોને પોતાના કિન્નર હોવાનું દુઃખ નથી. તેમને પણ પોતે કિન્નર છે તેનું દુઃખ થતું જ હોય છે. આ સાથે જ તેણે જણાવ્યું કે સરકારે તેમના માટે ખુબ સારું કર્યું, જેનાથી કિન્નર સમાજ ખુબ ખુશ છે.
વિશ્વમાં આ રીતે એક સાથે 15 કિન્નરોના લગ્ન પહેલી વાર થયા છે અને આ બાબત પર કિન્નરોનું કહેવું છે કે તેઓ એ એક કિન્નર તરીકેની જિંદગી જીવવામાં ખુબ જ તકલીફ ઉઠાવવી પડે છે. તેમના સુખ દુઃખનું કોઈ સાથી હોતું નથી. જે પણ લોકો તેમની પાસે જાય છે તે પોતાના મતલબ માટે જાય છે. પરંતુ સરકારે કિન્નરોને સમાજમાં એક અધિકાર અપાવ્યો અને યોજનાઓ બનાવી અને કિન્નરોને પણ લગ્ન કરીને પોતાનું જીવન વસાવવાની તક આપી. એ તેમના માટે ખુબ ખુશીની વાત છે અને તેમનું માનવું છે કે આ બધું ઘણા સમય પહેલા જ થઇ જવું જોઈએ. પરંતુ હવે આગળ પણ આવું થતું રહે, કિન્નરોને પણ પોતાની જિંદગી જીવવાનો અધિકાર મળતો રહે, તેવી આશા રાખે છે.
આ ઉપરાંત આ વાત પર ત્યાંના મુખ્ય કિન્નર જણાવે છે કે કિન્નરોને સમાજમાં ધન દોલત કે રાજકીય પક્ષ કંઈ નથી જોઈતું. બસ તેને સમાજમાં માન સમ્માન મળે, તેમની પ્રતિષ્ઠા જળવાઈ રહે, તે તેમના માટે સૌથી મહત્વની વાત છે. લોકો તેમને માન સમ્માન અને સામાન્ય અધિકારો આપે છે તે જ ખુબ ખુશીની વાત છે.
તો મિત્રો રાયપુરમાં 15 કિન્નરોએ લગ્ન કરી પોતાની નીજી જિંદગી જીવાવવાની પહેલ કરી છે. જે જણાવે છે કે કિન્નરોને પણ સમાજમાં જીવવાનો અને પોતાના નિર્ણયો લેવાનો અધિકાર છે. તેનું જીવંત ઉદાહરણ છે આ લગ્ન. મિત્રો કિન્નરો પણ ભગવાન દ્વારા બનાવાયેલી જ એક રચના છે. તેથી તેનો મજાક ન ઉડાવવો જોઈએ. આ ઉપરાંત આપણે કિન્નરોને પણ એટલું જ સમ્માન આપવું જોઈએ, જેટલું આપણે કોઈ અન્ય વ્યક્તિને આપીએ છીએ અને ક્યારેય કિન્નરોને એવું ન કહેવું કે જેનાથી તેને પોતાના અસ્તિત્વ પર દુઃખ થાય.
તો મિત્રો તમને એક નાનકડો પરંતુ મહત્વનો સવાલ કે શું તમારા મત મુજબ કિન્નરોએ પણ પોતાના યોગ્ય જીવનસાથી મેળવી લગ્ન કરવા જોઈએ કે નહિ ? કોમેન્ટ દ્વારા જવાબ અવશ્ય આપજો. મિત્રો એક ખાસ વાત જણાવી દઈએ કે કિન્નર સમાજ પર અભદ્ર કોમેન્ટ કરીને તેમનું અપમાન કરશો નહિ.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google