ચાણક્યના મતે જો તમે આ ત્રણ ભૂલ કરશો તો ક્યારેય લાઈફ માં આગળ નહિ આવો … જાણો તે કઈ ભૂલ છે

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

આ ત્રણ ભૂલો લાવી શકે છે તમને રોડ પર માટે ખાસ વાંચો…

મિત્રો તમે જીવનમાં ઘણા એવા લોકો  જોયા હશે કે જેઓ ઓછું ભણેલા હોય તેમ છતાં તેમની જિંદગીમાં  સુખી હોય છે. જ્યારે અમુક લોકો ભણેલા ગણેલા અને સંપન્ન હોવા છતા પણ દુઃખી રહેતા હોય છે. તો મિત્રો તમે ક્યારેય તે જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આટલા સંપન્ન હોવા છતાં તેઓ કંઈ એવી ભૂલો કરે છે જેના કારણે તેઓ દુઃખી થઇ જાય છે ? તો મિત્રો આ વાતનો જવાબ આચાર્ય ચાણક્ય પાસેથી મળે છે.

ચાણક્યે એવી ત્રણ વાતો જણાવી છે જેના કારણે વ્યક્તિ બુદ્ધિમાન હોય તેમ છતાં પણ તેને કષ્ટનો સામનો કરવો પડે છે. તો મિત્રો આ ત્રણ ભૂલો જાણો અને તેને તમારા જીવનમાં ક્યારેય ન કરતા નહિ તો તમારે આખી જિંદગી પસ્તાવું પડશે.

આચાર્ય ચાણક્ય પહેલી વાત એ જણાવે છે કે ક્યારેય ભૂલથી પણ તમારે એક મુર્ખ વ્યક્તિને સલાહ ન આપવી જોઈએ. કારણ કે મુર્ખ વ્યક્તિ હંમેશા દરેક સારી વાતને નકારત્મક રીતે લેતા હોય છે અને પોતાની ભૂલ સુધારવાને બદલે સલાહ આપનાર વ્યક્તિને જ પોતાના શત્રુ સમજી બેસે છે. તમને નુકશાન પહોંચાડી શકે છે. તેમાં તમે તેના સારા માટે સલાહ આપવા જતા હોવ અને તમારું જ નુકશાન કરી બેસો તેવું થઇ શકે છે. માટે ક્યારેય ભૂલથી પણ કોઈ મુર્ખ વ્યક્તિને તમારી કિંમતી સલાહ ન આપવી જોઈએ.

ચાણક્યએ બીજી વાત એ જણાવી છે કે જિંદગીમાં ક્યારેય એવી સ્ત્રીના સંપર્કમાં ન રહેવું જે સ્ત્રી દુષ્ટ અને ચરિત્રહીન હોય. કારણ કે આવી સ્ત્રી કોઈ પણ સંપન્ન, સુખી અને બુદ્ધિમાન વ્યક્તિને આખી જિંદગી માટે રડાવી શકે છે. એક બાજુ સંસ્કારી સ્ત્રી કોઈ વ્યક્તિની જિંદગીને સ્વર્ગ બનાવે છે તો બીજી બાજુ દુષ્ટ અને ચરિત્રહીન સ્ત્રી એક સારા વ્યક્તિના જીવનને નર્ક બનાવી દે છે.

બીજી વાત એ કે આજના સમયને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો આજે સ્ત્રીઓ પુરુષો સાથે તાલથી તાલ મેળવીને ચાલે છે. માટે માત્ર પુરુષોએ જ નહિ પરંતુ સ્ત્રીઓએ પણ દુષ્ટ અને ચરિત્રહીન પુરુષોથી બચીને રહેવું જોઈએ. કારણ કે તેનું ખુબ જ જોખમ છે. એક દુષ્ટ અને ચરિત્રહીન પુરુષ કોઈ સ્ત્રીનું સંપૂર્ણ જીવન બરબાદ કરી નાખે છે અને આપણા સમાજમાં તેવા લોકોની કમી નથી. માટે સ્ત્રીઓએ પણ આવા નરાધમ પુરુષોથી બચીને રહેવું જોઈએ.

આચાર્ય ચાણક્યે ત્રીજી અને છેલ્લી વાત એ જણાવી છે કે જો આપણે જીવનમાં સુખી રહેવું હોય તો ભૂલથી પણ કોઈ દુઃખી અને નકારાત્મક વિચારધારા ધરાવતા વ્યક્તિ સાથે વ્યવહાર ન રાખવો જોઈએ. અહીં દુઃખીનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિ ગરીબ હોય અથવા તેના જીવનમાં કોઈ કષ્ટ હોય પરંતુ અહીં દુઃખી એટલે આપણી આસપાસ રહેલા એવા લોકો જે કારણ વગર દુઃખી રહેતા હોય છે અને હંમેશા પોતાના દુઃખને જ રોતા હોય પછી ભલેને કોઈ ખુશીનો માહોલ હોય પરંતુ તેના ચહેરા પર દુઃખ જ હોય છે. તેઓ હંમેશા નકારાત્મક વાતો કરતા હોય. આવા લોકો બીજા માટે પણ દુઃખનું કારણ બની શકે છે.

ચાણક્યજી  કહે છે કે દુઃખી અને નાકારાત્મક વિચારો ધરાવતા લોકો પોતાની ચારે બાજુ નકારાત્મકતા ફેલાવે છે અને તે વાતાવરણમાં આવનાર અન્ય વ્યક્તિ પણ નકારાત્મક બની શકે છે. જે રીતે નદીમાં પૂર આવે તો વૃક્ષો પણ વહી જતા હોય છે તે જ રીતે જો કોઈ સારો વ્યક્તિ નકારત્મક વ્યક્તિના સંપર્કમાં આવે તો નકારાત્મકતામાં વહી જતો હોય છે માટે આવા લોકોથી દુર રહેવું હિતાવહ છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment