છોકરી કે સ્ત્રી ને ક્યારેય ન કહો આ 6 શબ્દ…. ૮૦% છોકરાઓ આ ભૂલ કરતા હોય છે.. લગ્ન બાકી હોય એ જરૂર વાંચો.

છોકરી કે સ્ત્રી ને ક્યારેય ન કહો આ 6 શબ્દ…. ૮૦% છોકરાઓ આ ભૂલ કરતા હોય છે.. લગ્ન બાકી હોય એ જરૂર વાંચો.

મિત્રો સ્ત્રી હોય કે પુરુષ દરેકને કોઈ પણ બોલાવે ત્યારે માન આપીએ તો હરકોઈને આપણે પસંદ આવીએ. દરેક વ્યક્તિના સમ્માન માટે આપણા હિંદુ ધર્મમાં અલગ અલગ શબ્દ બોલવામાં આવે છે. જેનાથી લોકો પ્રસન્ન થતા હોય છે. પરંતુ ઘણા બધા એવા પણ શબ્દો હોય છે જેના કારણે લોકો આપણા પર ગુસ્સે પણ થતા હોય છે. તો આજે અમે એવા શબ્દો વિશે જણાવશું જે ક્યારેય પણ એક સ્ત્રીને ન કહેવાય જોઈએ. જો તે શબ્દ કહેવામાં આવે તો છોકરીનો મૂડ ખરાબ થઇ જાય છે.

સ્ત્રીઓ સાથે વાતચીત કરતા હોઈએ ત્યારે પુરુષ દ્વારા એક વાતનું ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. કે મહિલા સાથે કેવી રીતે વાત કરવી. પુરુષો મોટાભાગના મહિલાઓ સાથે વાત કરતા હોય ત્યારે અમુક અમુક એવા શબ્દો બોલી જતા હોય છે જેના કારણે સ્ત્રીને ખુબ જ દુઃખ થતું હોય છે. પુરુષો દ્વારા કહેવામાં આવતા એ શબ્દોથી મહિલાનું અપમાન જ કહેવાય. એટલા માટે આજે અમે તમને 6 શબ્દો એવા જણાવશું જે મહિલા સાથે વાતચીત દરમિયાન ક્યારેય ન બોલવા જોઈએ. તે શબ્દો દરેક મહિલાનો મૂડ ઓફ કરી નાખે છે. તો ચાલો જાણીએ એ 6 શબ્દો વિશે.

પહેલો શબ્દ છે કેરેક્ટર લેસ.  ક્યારેય કોઈ છોકરી અથવા બીજી મહિલા અથવા તો પત્ની સાથે વાત કરતા હોઈએ તો આ શબ્દનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. કેમ કે તેનાથી તેના સ્વાભિમાન પર પ્રશ્ન ઉઠે છે. જેના કારણે તેની લાગણીને ઠેસ પહોંચે છે અને તમારા પ્રત્યે તેનો પ્રેમ ઓછો થાય છે. એટલા માટે કોઈ પણ સ્ત્રીને ક્યારેય પણ કેરેક્ટર લેસ એવો શબ્દ ન કહેવો જોઈએ.

બીજો શબ્દ છે બહેનજી. સ્ત્રીઓ સાથે વાત કરવાના સમયે ક્યારેય પણ કોઈને પણ બહેનજી ન કહેવું જોઈએ. આમ જોઈએ તો સામાન્ય રીતે આ શબ્દ સ્વમાન ભર્યો છે. પરંતુ આજકાલની સ્ત્રીઓના આ શબ્દથી પોતાની મજાક થતી હોય એવું લાગે છે. એટલા માટે જ્યારે પણ પુરુષ મહિલા સાથે વાત કરતો હોય ત્યારે બહેનજી જેવા શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ. અને ખાસ કરીને જ્યારે કોઈ છોકરીને આવું કહેવામાં આવે ત્યારે વધારે પ્રોબ્લેમ થઇ શકે છે.

ત્રીજો શબ્દ છે ઓવર સ્માર્ટ અથવા ઇગોઈસ્ટીક. ઘણી વાર એવું બનતું હોય છે કોઈ હોશિયાર મહિલા હોય તો પુરુષો તેને ઓવર સ્માર્ટ સમજી લેતા હોય છે. અને એવું કહી નાખતા હોય છે કે આ તો ઓવર સ્માર્ટ છે. તો તે સમયે મહિલા પોતાનું અપમાન સમજે છે. એટલા માટે પુરુષોએ સ્ત્રો સાથે વાત કરતા સમયે આ શબ્દનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ.

મોટી અથવા કાળી. મિત્રો ક્યારેય સ્ત્રી સાથે અથવા તો કોઈ સ્ત્રી મિત્રને મોટી અથવા કાળી ન કહેવી જોઈએ. કેમ કે આવું પુરુષ દ્વારા કહેવામાં આવે તો તરત તે ગુસ્સે થઇ જતી હોય છે. એટલા માટે ભૂલથી પણ ક્યારેય સ્ત્રીને અથવા સ્ત્રી મિત્રને કાળી અથવા મોટી જેવા શબ્દનો પ્રયોગ ના કરવો જોઈએ. છોકરીઓને આવા શબ્દો બિલકુલ પણ પસંદ હોતા નથી.

પાંચમો શબ્દ છે ચમચી. ઘણી વાર કોઈ વડીલ અથવા તો સ્કુલમાં છોકરીને ચમચી કહીને સંબોધતા હોય છે જેની પાછળ છોકરા પણ આવું કહેતા હોય છે. છોકરીને ચમચી કહેવામાં આવે તો તે તેના પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવી રહ્યા છે એવું સામે આવે અને છોકરીની લાગણીને ઠેસ પહોંચે છે.

છેલ્લો શબ્દ છે પાગલ. મોટાભાગના પુરુષો તેની પત્નીને પાગલ કહી દેતા હોય છે. જે શબ્દ ક્યારેય ન કહેવો જોઈએ. આ શબ્દથી સ્ત્રી સાથી તરત જ નારાજ થઇ જાય છે. કેમ કે ત્યારે સ્ત્રીને એવું લાગે છે કે મારું આ દુનિયામ કોઈ અસ્તિત્વ જ નથી. જેના કારણે ઘણી પત્નીનો મૂડ ખરાબ થઇ જતો હોય છે. એટલા માટે ક્યારેય કોઈ છોકરી કે સ્ત્રીને પાગલ ન કહેવું જોઈએ.

તો મિત્રો તમે પણ દરેક સ્ત્રીને ખુશ રાખવા ઈચ્છતા હોવ તો આ શબ્દનો પ્રયોગ ક્યારેય ન કરવો જોઈએ. તો મિત્રો જણાવો આ શબ્દો વિશે તમારું શું કહેવું છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

Leave a Comment