આજે પણ આ માતા છે અહીં જાગૃત અવસ્થામાં…. સ્વયં હનુમાનજી પણ ડરી ગયા હતા આ માતાના રોદ્ર સ્વરૂપને જોઇને….
મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે દેવી આદ્યશક્તિની 52 શક્તિપીઠો આપણા ભારતમાં આવેલી છે. તેની કથાઓ પણ આપણા પૌરાણિક ગ્રંથોમાં જોવા મળે છે. માતાની આ 52 શક્તિપીઠોનું પોત-પોતાનું અલગ અલગ મહત્વ રહેલું છે. માતા આદ્યશક્તિના અનેક રૂપ જોવા મળે છે ગાયત્રી, સંતોષી, લક્ષ્મી, દુર્ગા, ભવાની, ચામુંડા, તુલજા, મેલડી વગેરે. ભારતમાં દરેક દેવીનું હિંદુઓ ખુબ જ શ્રદ્ધા પૂર્વક પૂજન અને આરાધના કરે છે.
આપણાં આખા દેશમાં કુલ 52 શક્તિપીઠોમાંથી માતા ચામુંડાના અને માતા તુલજાને વિશેષ શક્તિપીઠના રૂપમાં પૂજવામાં આવે છે. માતા ચામુંડા એટલે કે ચડ-મુંડનો વધ કરનાર અને નિર્દોષ લોકોની રક્ષા કરનાર. ચામુંડા દેવીનું આ સ્થળ ખુબ જ લોકપ્રિય અને ચર્ચિત છે. આ ઉપરાંત અહીં દેવી ચામુંડા સાથે દેવી તુલજા પણ બિરાજે છે.
કહેવાય છે અહીં માતા ચામુંડા અને માતા તુલજાના ગુસ્સાથી સ્વયં હનુમાનજી પણ ડરી ગયા હતા. તો મિત્રો તેની પાછળ પણ ખુબ જ રોચક કથા રહેલી છે. તો હનુમાનજી શા માટે ચામુંડા માતાથી ડરી ગયા એ રહસ્ય જાણો આ લેખમાં. આ ઘટના વાંચીને દરેક વ્યક્તિને આશ્વર્ય ઉત્તપન્ન થશે. આ ઈતિહાસ ખુબ જ રોચક છે. જેની સમીક્ષા આપણા શાસ્ત્રો દ્વારા પણ કરવામાં આવી છે.
માતા ચામુંડા અને માતા તુલજાનું આ મંદિર મધ્યપ્રદેશના દેવાસ નામના સ્થળ પર આવેલ છે. અહી બંને માતાઓની મૂર્તિઓને જાગૃત અને સ્વયંભુ સ્વરૂપ જ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે અહીં માતાની સમક્ષ મનમાં શ્રદ્ધાથી જો કોઈપણ મન્નત માંગવામા આવે તો તે જરૂરથી પૂરી થાય છે. વિશેષ રૂપમાં અહી બંને માતાઓના રોદ્ર રૂપની કથા વધુ ચર્ચિત છે. આ કથાની વાતો દૂર-દૂર સુધી ફેલાયેલી છે. તમે એ કથા તો સાંભળી હશે કે માં આદ્યશક્તિના રોદ્ર રૂપ જોઈને ભગવાન શિવજી પણ નતમસ્તક થઈ ગયા હતા. પરંતુ અહીંના દેવીના રોદ્ર રૂપ અને ગુસ્સાને જોઈ હનુમાનજી ડરી ગયા હતા. આ કથા માત્રને માત્ર અહીં દેવાસમા બિરાજમાન માતા ચામુંડા અને માતા તુલજાના આ મંદિરમા જ સાંભળવા મળશે.
આજે પણ અહીં એવી માન્યતા છે કે દેવીના આ બંને રૂપો જાગૃત અવસ્થામાં જ બિરાજે છે. આ બંને માતાઓ માંથી ભક્તજન નાની માતા અને મોટી માતાના નામથી ઓળખે છે. અહીંના પૂજારીનું કહેવું છે કે નાની માતા અને મોટી માતા વચ્ચે બે બહેનોનો સંબંધ છે. બંને સાથે બિરાજીને ભક્તોની ઉપર કૃપા અને અનન્ય પ્રેમભાવ પણ વરસાવે છે. ત્યાંના લોકોનું કહેવું છે આ માતા દ્વારા ઘણી વાર તેના અમુક ભક્તને પરચા મળ્યા છે. તો મિત્રો તેવા જ એક આ પરસા વિશે આજે અમે તમને જણાવશું.
ત્યાં પ્રચલિત કથા અનુસાર એક વખત બંને બહેનો વચ્ચે કોઈ વાતને લઈ વિવાદ થવા લાગ્યો. આ વિવાદ ખુબ જ લાંબો ચાલ્યો. વિવાદના ચાલતા એક સમય એવો આવી ગયો કે આ વિવાદે ખુબ જ મોટું રૂપ ધારણ કરી લીધું. પરંતુ અંતે વિવાદથી કંટાળીને બંને માતાઓ પોત-પોતાનું સ્થાન છોડીને જવા માટે તૈયાર થઇ ગયા. ત્યારે મોટી માતા પાતાળમાં સમાઈ ગયા અને નાની માતા પોતાના સ્થાન પરથી ઉભા થઈને પર્વતને છોડીને જવા માટે તૈયાર થયા. એ સમયે બરાબર હનુમાનજી ત્યાંથી પસાર થતા હતા અને આ બંને માતાઓના આ રોદ્ર સ્વરૂપને જોઇને હનુમાનજી પણ થોડી વાર ગભરાયા હતા. પરંતુ તેમણે માતાના ક્રોધિત રૂપને જોઇને હનુમાનજી કંઈ પણ બોલ્યા ન હતા. પરંતુ તે બંને માતાઓ પાછળ બોલ્યા વગર ચાલવા લાગ્યા.
આગળની કથામા બંને માતાઓને ક્રોધિત જોઈ હનુમાનજી માતાની ધ્વજા લઈ આગળ અને ભેરુબાબા માતાનું કવચ બનીને બંને માતાઓની પાછળ-પાછળ ચાલવા લાગ્યા હતા. આ સમયે હનુમાનજી અને ભેરુબાબા એ બંને માતાઓને વિનંતી કરી કે તેઓ પોતાનો ગુસ્સો શાંત કરે અને અહીં જ રોકાય જાય. પરંતુ હનુમાનજી એ પ્રાર્થના કરી ત્યાં સુધીમાં તો દેવીનું અડધું અંગ પાતાળમાં સમાઈ ગયું હતું. પરંતુ ત્યારે દેવી જે સ્થિતિમાં હતા એ સ્થિતિમાં એ જગ્યા પર બિરાજમાન થઇ ગયા હતા.
પરંતુ જ્યારે નાની માતા પર્વત પરથી ઉતરતા હતા ત્યારે તે ખુબ જ ગુસ્સમાં હતા. તેમને પણ હનુમાનજી દ્વારા પ્રાથના કરવામાં આવી હતી કે માતાજી તમારો ગુસ્સો શાંત કરો અને અહીં જ બિરાજમાન થવા. ત્યારે નાની માતા પણ જે જગ્યા પર હતા ત્યાં જ બિરાજમાન થઇ ગયા હતા.
તો મિત્રો આજે પણ એ બંને માતાઓ પાસે જઈને કોઈ દુખની સમીક્ષા કરીએ તો તેમાંથી મુક્તિ મળે છે અને સુખ એશ્વર્યની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો મધ્યપ્રદેશમાં જાવ તો આ માતાના મંદિર અવશ્ય જવું જોઈએ. તેના દર્શન માટે ભક્તો દેશવિદેશમાંથી પણ આવે છે. આ માતા જેટલા ગુસ્સે થાય છે એટલી તેમના ભક્તો પર કૃપા પણ કરે છે. તો મિત્રો કોમેન્ટ કરીને એક જરૂર લખો જય માતાજી.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google