આ છ મુસ્લિમ પ્રખ્યાત અભિનેત્રીઓએ કર્યા હિંદુ સાથે લગ્ન … જે કોઈ નથી જાણતું… જાણો એ કઈ કઈ અભિનેત્રી છે?
બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેણે પોતાના પ્રેમ માટે પોતાના કરિયરને પણ છોડી દીધું છે. કહેવાય છે ને કે પ્રેમ જ્યારે ગાઢ થવા લાગે છે ત્યારે વ્યક્તિ કંઈ પણ કરવા માટે તૈયાર થઇ જાય છે. પ્રેમ કોઈ ધર્મ કે જ્ઞાતિને નથી જોતો. જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં હોય છે ત્યારે સામે વાળી વ્યક્તિ ક્યાં ધર્મ અને જાતિની છે તેનાથી તેમને કોઈ પણ ફરક નથી પડતો. પરંતુ ત્યારે માત્રને માત્ર પ્રેમને જ પ્રાધાન્ય મળે છે.
તો મિત્રો બોલીવુડમાં આવા પ્રેમિઓનું લીસ્ટ ખુબ લાંબુ છે કે જેમણે પોતાના પ્રેમ માટે ઘણું બધું કુરબાન કર્યું છે. એટલું જ નહિ પરંતુ બોલીવુડ અભિનેત્રીઓ પોતાના પ્રેમ માટે પોતાનું કરિયર પણ દાવ પર લગાવી દીધું છે. આજે અમે એવી છ પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમનો જન્મ એક મુસ્લિમ પરિવારમાં થયો અને તે મુસ્લિમ રીતીરિવાજોમાં રહીને મોટી થઇ છે. પરંતુ તેમણે લગ્ન હિંદુ પરિવારના છોકરા સાથે કર્યા છે. જે મુસ્લિમ અભિનેત્રીઓ માટે એક ચેલેન્જ પણ કહી શકાય. તો ચાલો જાણીએ તે હિરોઈન વિશે જેમણે હિંદુ છોકરા સાથે કર્યા છે લગ્ન.
સૌથી પહેલા છે બોલીવુડની પ્રખ્યાત ફીમેલ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર ફરાહ ખાન. જે એક મુસ્લિમ સ્ત્રી છે. પરંતુ તેણે 9 ડીસેમ્બર 2004 માં પોતાની જ ફિલ્મ “મેં હું ના” ના એડિટર શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે શિરીષ એ હિંદુ છે. લગ્ન બાદ વર્ષ 2008માં ફરાહે ત્રણ જુડવા બાળકોને જન્મ આપ્યો જેમાં બે છોકરી અને એક છોકરો હતો. જેનો સંસાર આજે પણ સુખી ચાલી રહ્યો છે.
ત્યાર બાદ છે બોલીવુડની ખુબ જ સુંદર આને મનમોહક અભિનેત્રી દિયા મિર્ઝા. દિયા મિર્ઝાએ પણ એક હિંદુ છોકરા સાથે લગ્ન કર્યા છે. દિયા મિર્ઝા અને તેમનો બોયફ્રેન્ડ સાહિલ સંઘા ઘણા વર્ષોથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા અને ત્યાર બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. તમને જણાવી દઈએ કે દિયા મિર્ઝા દેખાવમાં એક હિંદુ અભિનેત્રી જ લાગે પરંતુ તે મુસ્લિમ છે જ્યારે સાહિલ સંઘા હિંદુ પરિવારમાંથી છે.
નેહા નામ સાંભળીને તમને એવું લાગે કે આ અભિનેત્રી હિંદુ છે. પરંતુ તમને જણાવી દઈએ કે તે એક મુસ્લિમ અભિનેત્રી છે અને તેનું સાચું નામ સબાના રાઝા છે. તેણે મનોજ બાજપાઈ સાથે લગ્ન કર્યા હતા અને તમને જણાવી દઈએ કે મનોજ બાજપાઈ હિંદુ છે અને તેમણે દિલ્હીની એક છોકરી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ મનોજ બાજપાઈના સ્ટ્રગલિંગ પીરીયડ દરમિયાન બંનેએ તલાક લઇ લીધા હતા. ત્યાર બાદ મનોજની મુલાકાત અભિનેત્રી નેહા સાથે થઇ અને વર્ષ 2006 માં બંનેએ લગ્ન કર્યા હતા.
ચોથા નંબર પર છે નવાબ સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન જે બોલીવુડની એક પ્રખ્યાત અભિનેત્રી પણ છે. સોહા અલીખાને મુસ્લિમ હોવા છતાં પણ એક હિંદુ અભિનેતા કુનાલ ખેમુ સાથે લગ્ન કર્યા છે.
ત્યાર બાદ આવે છે માન્યતા દત્ત. માન્યતા દત્ત સંજય દત્તની ત્રીજી પત્ની છે અને તે એક મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમજ માન્યતા દત્તનું અસલી નામ દિલનવાઝ શૈખ છે અને તેણે બોલીવુડના પ્રખ્યાત અભિનેતા સંજય દત્ત સાથે લગ્ન કર્યા છે. જ્યારે સંજય દત્ત પહેલા પણ બે લગ્ન કરી ચુક્યા છે અને તેઓ હિંદુ છે. તેમ છતાં પણ સંજય દત્તે ત્રીજા લગ્ન કર્યા અને તે પણ મુસ્લિમ અભિનેત્રી માન્યતા દત્ત સાથે.
મિત્રો સંજય દત્તના પિતા એટલે કે સુનીલ દત્તે પણ એક મુસ્લિમ કન્યા સાથે જ લગ્ન કર્યા હતા. સંજય દત્તની માતાનું નામ હતું નરગિસ. તેના જમાનાની એક ખુબ જ પ્રખ્યાત અભિનેત્રી હતી અને તે મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવતી હતી. પરંતુ એક ફિલ્માં શુટિંગ દરમિયાન સુનીલ દત્ત અને નરગિસ બંને મળ્યા અને મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ હતી. ત્યાર બાદ નરગિસે સુનીલ દત્ત સાથે લગ્ન કરી લીધા હતા.
તો મિત્રો આમાંથી તમને કયું કપલ બેસ્ટ લાગ્યું? કોમેન્ટ કરીને અમને જણાવો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google