વિદેશથી આવેલી છોકરી પાસે જયારે પૈસા ખૂટ્યા, ત્યારે તેણે 12 પાસ છોકરા સાથે કાર્ય લગ્ન અને પછી થયું કંઇક આવું…

વિદેશથી આવેલી છોકરી પાસે જયારે પૈસા ખૂટ્યા, ત્યારે તેણે 12 પાસ છોકરા સાથે કાર્ય લગ્ન અને પછી થયું કંઇક આવું…

કહેવાય છે કે અત્યારે છોકરીઓની સંખ્યા ખુબ જ ઓછી થતી જાય છે, અને કેટલાક એવા રાજ્ય છે જ્યાં છોકરીઓ મળવી ખુબ જ મુશ્કેલ પણ છે. અને આપણા હવે ગુજરાત રાજ્યમાં તો કેટકેટલી જગ્યાએ બહારથી છોકરીઓ લાવીને લગ્ન કરવામાં આવી રહ્યા છે. અને હવે તો શહેરોમાં પણ એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે છોકરાઓ વિદેશી છોકરીઓને પરણવાનું સપનું જોઈ રહ્યા હોય છે. તેની પાછળ પણ ઘણા કારણો હોય છે, પણ છોડો એની વાત અત્યારે આપણે નહિ કરીએ.

આપણે અત્યારે એ વાત કરવા જઈ રહ્યા છીએ કે વિદેશની છોકરી સાથે લગ્ન કરવથી શું થાય અને તેની સાથે લગ્ન કાર્ય બાદ આપણે કેવા કેવા સંજોગોનો સામનો કરવો પડે છે તેની વાત કરવાની છે. અમુક છોકરાઓ વિદેશની છોકરીઓની પાછળ પડી ગયા છે પણ જો સામેથી વિદેશની છોકરી એક 12 પાસ છોકરા પાસે આવે છે ત્યારે શું થાય છે તે વિશેની વાત આપણે આગળ જાણીએ.

આ વાત અમેરિકાના વોશીન્ગટનમાં રહેવા વાળી કેનેડી મેરીની છે, અમેરિકાથી કેનેડી મેરી વર્ષ ૨૦૧૫ માં ભારત ફરવા આવેલી. તે ફરતા ફરતા હિમાચલ પ્રદેશમાં ફરવા આવી પહોચી, તે હિમાચલ પ્રદેશમાં ડલહોજી નામની જાગ્યા પર આવી પહોચી. જ્યાં આ જગ્યા પર કોઈ ટુરિસ્ટ ગાઈડ મળી શકે તેવી વ્યવસ્થા ના હતી. અને કેનેડી મેરીને આ જગ્યા વિશે કોઈ ખ્યાલ પણ ના હતો, તો આ જગ્યા પર કેનેડી મેરીને ખુબ જ પરેશાની થવા લાગી. બીજી તરફ પૈસા પણ ઓછા થવા લાગેલા.

મેરી કેનેડીને ત્યાં રહેવા માટે કોઈ હોટેલ ના મળી, અને તેને કોઈ ગાઈડ પણ ના મળ્યો. આ રીતે તે ખુબ હેરાન ત્યાં થઇ અને ત્યાર બાદ તે ખુબ નિરાશ થઈને એક શાંત જગ્યાએ બેઠી. થોડો સમય વીત્યા બાદ યોગાનુયોગ એ જ સમયે ત્યાં એક છોકરો સાઇકલ લઈને પસાર થયો તેનું નામ પૃથ્વી હતું.  તેણે 12 પાસ સુધી જ અભ્યાસ કરેલો હતો જેથી તેનું ઈંગ્લીશ એટલું બધું ખાસ ના હતું છતાં તેણે તૂટી ફૂટી ભાષામાં આ નિરાશ થયેલી કેનેડી મેરીને નિરાશાનું કારણ પૂછ્યું. તો કેનેડી મેરીને લાગ્યું કે આ છોકરો કોઈ તેને લૂટવા તો નહિ આવ્યો હોયને? પછી થોડી વાર બાદ થોડો વિશ્વાસ આવતા મેરીએ તેની સાથે થયેલી આ બધી વાત કહી..

આ પછી પૃથ્વીએ તેને મદદ કરવાની તૈયારી બતાવી અને ત્યાની એક સારી હોટલ બતાવીને તેમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. અને ત્યારબાદ પૃથ્વીએ તેને ત્યાની તમામ જગ્યાએ ઘુમાવી આવે ત્યાના કુદરતી વાતાવરણ, પહાડો, ઝરણાઓ અને ત્યાના સ્થાનિક લોકોની સાથે મેળવી. આટલા દિવસ મેરી સાથે પૃથ્વી હતો એટલે મેરીને પૃથ્વી સાથે થોડી લાગણી પણ બંધાઈ અને મેરીએ પોતાના ગળાની નીચે પૃથ્વીના નામનું ટેટુ પણ પડાવ્યું અને તેણે  પૃથ્વીને પ્રેમ કરવા લાગી છે તેમ જણાવ્યું.

પૃથ્વીએ તેના માતાપિતા અને બીજા લોકોની સહમતી લેવાનું નક્કી કર્યું, ત્યાર બાદ તેમને પરિવારની પણ સહમતી મળી ગઈ અને હવે બંનેએ બને એટલું જલ્દી લગ્ન કરવાનું વિચાર્યું. પણ બંનેની ભાષા અલગ અલગ હોવાથી બંને વચ્ચે વાતચીતમાં થોડો થોડો પ્રોબ્લેમ આવતો હતો, પણ કહેવાય છે ને કે પ્રેમને કોઈ પ્રદેશ, ભાષા, ઉમર ના તફાવત ક્યારેય રોકી નથી શકતા. તો ત્યારબાદ બંનેએ  લગ્ન મેજીસ્ટ્રેટ પાસે લગ્નના કાયદા મુજબ કરી લીધા.

ત્યારબાદ કેનેડી મેરીનું કહેવું છે કે પૃથ્વી એક સારો છોકરો છે અને ત્યારબાદ કેનેડીએ ભારતીય છોકરા વિશે એવું કહ્યું કે, ભારતમાં મોટાભાગે પ્રેમાળ અને લાંબા સમય સુધી સાથ દે એવા છોકરાઓ હોય છે, જયારે પશ્વિમના દેશોમાં છોકરાઓ લાંબા સમય સુધી સાથ નથી આપતા અને તે બેવફાઈ કરતા પણ જોવા મળે છે. તે લોકોનો એક જ ફંડા હોય છે કે આજે આની સાથે, કાલે પેલીની સાથે અને પરમદિવસે બીજી કોઈની સાથે. જયારે ભારતીય છોકરાઓ એક લગ્નમાં માને છે તેથી અમેરિકન છોકરીઓ ભારતના છોકરાઓને પસંદ કરતી જોવા મળે છે. મેં પણ પૃથ્વી સાથે તેને જોઇને તપાસીને પછી જ લગ્ન કર્યા છે, મને પૃથ્વી એક સારા પતિના રૂપમાં મળ્યો છે, અને ત્યાર બાદ કેનેડી મેરીએ અહીજ પૃથ્વી પાસે રોકાવાનું નક્કી કરી લીધું.

પૃથ્વીએ પણ મેરી વિષે એવું જ કહ્યું છે કે મેરી ખુબ સુંદર તેમજ ઈમાનદાર છોકરી છે. તે મને સાચો પ્રેમ કરી રહી છે, જનરલ પશ્વિમની છોકરીઓ વધુ છોકરાઓ સાથે સબંધ બનાવે છે તેવી રીતે મેરી બિલકુલ નથી વિચારતી, તે મને ખુબ પ્રેમ કરે છે. અને તેની સુંદરતાનો તેને જરા પણ મોહ નથી અને તે અમારા પરિવારમાં ખુબ ખુશે થી રહે છે. તે પશ્વિમની છોકરીઓથી ઘણી અલગ છે અને તે પ્રેમમાં વધુ વિશ્વાસ કરે છે.

તો આ હતી, તેમની પ્રેમ ભર્યા જીવનનો વાત, તમને કેવી લાગી એ કોમેન્ટમાં અમને જરૂર જણાવો, યાદ રાખો કે એક છોકરી કે એક છોકરો દગાખોર હોવાથી તમામ છોકરી અને તમામ છોકરાઓ દગાખોર હોતા નથી, જો તમને પ્રેમમાં દગો મળ્યો છે તો જીવનમાંથી બહાર આવો અને એક નવી શરૂઆત કરો ચોક્કસ તમને સમજી શકે એવો બેટર સાથી જરૂર મળશે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી?  આવી જ  બીજી જાણકારી મેળવવા લાઈક કરી  લો  SOCIAL  GUJARATI  પેજ…  અને  નીચે મુજબનું સેટિંગ કરી નાખો..  એટલે  તમામ આવા લેખ દરરોજ મળ્યા કરશે સૌથી પહેલા

 

1 thought on “વિદેશથી આવેલી છોકરી પાસે જયારે પૈસા ખૂટ્યા, ત્યારે તેણે 12 પાસ છોકરા સાથે કાર્ય લગ્ન અને પછી થયું કંઇક આવું…”

Leave a Comment