પાકિસ્તાનના આ કલાકારો ભારતમાંથી કરતા હતા કરોડોની કમાણી… પણ હવે થશે કંગાળ, જાણો કોણ કોણ

પાકિસ્તાનના આ કલાકારો ભારતમાંથી કરતા હતા કરોડોની કમાણી… પરંતુ હવે તેની દુકાન થઇ ગઈ છે બંધ…..

14 ફેબ્રુઆરી 2019 ના દિવસે જમ્મુ કશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ CRPF ના સૈનિકો પર  આતંકી હુમલો કર્યો હતો. જેમાં લગભગ 44 જવાનો શહીદ થઇ ગયા હતા. ભારતમાં કેટલાક વર્ષોથી આતંકી હુમલાની શરૂઆત થઇ હતી પરંતુ આવો આતંકવાદી હુમલો ક્યારેય જોવા મળ્યો ન હતો. આ હુમલા બાદ ભારતના બધા નાગરીકો રોષે ભરાયા હતા.

પરંતુ સામાન્ય માણસથી લઈને બોલીવુડ સિતારા સુધી દરેક લોકોએ તેનો વિરોધ કર્યો. અમિતાભ બચ્ચનથી લઈને સલમાન ખાન સુધી ઘણા બોલીવુડ સિતારાઓ શહીદોના પરિવારની મદદ માટે આગળ આવ્યા હતા. એટલું જ નહિ પરંતુ પુલવામાં હુમલા બાદ પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ ન આપવાની તેમજ ફિલ્મોમાં તેમને કોઈ પણ કામ ન આપવાની માંગ કરવામાં આવી.

મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે યુટ્યુબની એક ચેનલ Tseries એ પુલવામાના હુમલા બાદ પોતાની ચેનલ પરથી પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાન અને આતિફ અસલમના ગીતો પણ હટાવી દીધા હતા. સલમાન ખાને પોતાની ફિલ્મ નોટબુકમાંથી આતિફ અસલમને બહાર કાઢી મુક્યો હતો. પાકિસ્તાનના કલાકારો માટે ભારત સ્વર્ગ સમાન છે. કેમ કે તમને અહિયાં પૈસા ખુબ જ કમાવાના રસ્તાઓ મળી રહેતા હતા.

પરંતુ મિત્રો હવે પાકિસ્તાની કલાકારોને બોલીવુડમાં કામ મળવાના કોઈ ચાન્સ નથી. પરંતુ શું તમે જાણો છો કે પાકિસ્તાની કલાકારો ભારતમાં આવીને કેટલું કમાતા હતા ? તો મિત્રો આજે અમે તમને જણાવશું કે પાકિસ્તાની કલાકાર બોલીવુડમાં કેટલું કમાતા હતા જે જાણીને તમે પણ ચોંકી જશો.

મહીરા ખાન : માહિર ખાન પાકિસ્તાનની નામવંતી એક્ટ્રેસ છે. તે પાકિસ્તાની ફિલ્મો સિવાય ટીવી સીરીયલ્સમાં પણ કામ કરે છે. ભારતમાં તેણે શાહરૂખ ખાનની ફિલ્મ “રઈસ’ થી બોલીવુડ માં એન્ટ્રી લીધી હતી . અને તે પછી ઘણી પોપ્યુલર થઈ હતી પણ હવે ભારતમાં તેના માટે કોઈ સ્થાન નથી.

ફવાદ ખાન : વાત કરીએ પાકિસ્તાની અભિનેતા ફવાદની તો તેણે એ દિલ હે મુશ્કિલ અને ખુબસુરત જેવી ફિલ્મોમાં કામ કરેલું છે અને લોકપ્રિયતા મેળવી છે. આ ઉપરાંત પાકિસ્તાની ઇન્ડસ્ટ્રીના ખુબ જ ફેવરીટ અને પોપ્યુલર અભિનેતા રહી ચુક્યા છે. ફવાદ એક ફિલ્મ કરવાના 2 કારોડ રૂપિયા સુધીની ફી લેતા હતા. તો ઘણી કંપનીઓની એડ પણ કરી હતી. પરંતુ હવે તેના પર સંપૂર્ણ બંધી લગાવી દેવામાં આવી છે.

સબા કમર : આ પણ એક પાકિસ્તાની એક્ટ્રેસ છે જેણે “હિન્દી મીડીયમ” ફિલ્મ થી બોલીવુડમાં શરૂઆત કરી હતી. આ ફિલ્મ માં તેણે ઈરફાન ખાન સાથે કામ કર્યું હતું. પણ હવે એનું પણ પત્તું ભારતમાંથી કપાય ગયું છે. હવે પછીના કોઈ પણ બોલીવુડ ફિલ્મ માં એ નહિ દેખાય.

અલી જફર: ત્યાર બાદ છે પાકિસ્તાની સિંગર અને મોડલ અલી ઝફર. જે એક ફિલ્મ કરવા માટે 2 કરોડ સુધીની ફી લેતો હતો. ફિલ્મ તેરે બિન લાદેનથી અલી ઝફરને ખુબ વધારે લોકપ્રિયતા મળી હતી. ત્યાર બાદ તેમણે બોલીવુડમાં ઘણી ફિલ્મો કરી અને તેમની છેલ્લી ફિલ્મ હતી કિલ દિલ. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ મેલ ડેબ્યુ  ફિલ્મ ફેઈર માટેના અવોર્ડ માટે નોમીનેટ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેને બોલીવુડમાંથી કાઢી નાખવામાં આવ્યો છે.

આતિફ અસલમ: હવે પછી આવે છે પોતાના અવાજથી વર્ષોથી ભારતના લોકોનું દિલ જીતનાર પાકિસ્તાની સિંગર આતિફ અસલમ. આતિફ ભારતમાં એક ખુબ જાણીતું નામ છે અને ઘણા ફિલ્મો માટે તેમણે ગીતો પણ ગાયા છે. જે ખુબ જ હીટ રહ્યા છે અને લોકો દ્વારા પણ ખુબ પસંદ કરાયા હતા. પરંતુ આતિફ અસલમ દ્વારા પહેલા પણ એક વાર ભારતમાં રોક લગાવવામાં આવ્યો હતો. તો તમને જણાવી દઈએ કે આતિફ ફિલ્મમાં એક ગીત ગાવાના 10 લાખ રૂપિયા લેતો હતો અને એક મ્યુઝિક કોન્સર્ટના 35 લાખ રૂપિયા લેતો હતો.

રાહત ફતેહ અલી ખાન: તેવા જ હજુ એક ખુબ જ પ્રખ્યાત પાકિસ્તાની સિંગર છે કે જેણે ભારતમાં આવી પોતાનું નામ બનાવ્યું અને તે છે રાહત ફતેહ અલી ખાન. રાહત ફતેહ અલી ખાન ઘણા વર્ષોથી ભારતમાં કામ કરે છે અને તેણે ઘણા હિન્દી ફિલ્મોમાં પોતાના ગીતો આપેલા છે. રાહત ફતેહ અલી ખાન ફિલ્મમાં એક ગીત ગાવાના 15 લાખ રૂપિયા લેતા હતા. પરંતુ તમને હવે ભારત આવવા નહિ દેવામાં આવે.

તો મિત્રો આ હતા પાકિસ્તાનના એવા કલાકારો જે પાકિસ્તાની હોવા છતાં અત્યાર સુધી બોલીવુડમાં કામ કરતા હતા અને તેના બદલામાં તેઓ ખુબ મોટી રકમ કમાતા હતા. પરંતુ હવે આ પાકિસ્તાની કલાકારોને બોલીવુડમાંથી બેન કરી દેવામાં આવ્યા છે. તો તમારું આ વિષય પર શું માનવું છે તે કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Source: Google

Leave a Comment