દરેક યુવાનોનો મોટો પ્રશ્ન “જોબ કરવી કે બિઝનેસ કરવો?” સંદીપ મહેશ્વરીના મતે સૌથી બેસ્ટ ઉત્તર જાણો.

સામાન્ય રીતે 12 ધોરણ કે ગ્રેજ્યુએશન બાદ આગળ શું કરવું ? આ પ્રશ્ન દરેક યંગસ્ટર્સને થતો જ હોય છે. તેઓ વિચારે છે કે, જો જોબ કરીશું તો 12 ધોરણ કે ગ્રેજ્યુએશન બાદ તેમને જે સેલેરી જોઈએ છે તે મળવી મુશ્કેલ છે. તેમને જે સેલેરી જોઈએ છે તે માટે તેઓ એ આ કોમ્પિટિશનના યુગમાં આગળ માસ્ટર ડિગ્રી લેવી જ પડશે. તો જ તેમને જેવી સેલેરી જોઈએ છે તે મળશે. પરંતુ નોકરીમાં તેમણે તેમના સાહેબ કે ઉપરી વ્યક્તિના કહ્યાં પ્રમાણે કરવાનું હોય છે.

જો યંગસ્ટર્સ એમ વિચારે કે, ધોરણ 12 કે ગ્રેજ્યુએશન બાદ તે પોતાનો બિઝનેસ ખોલવા માંગે તો તેમાં મોટું રિસ્ક હોય છે. કારણ કે બિઝનેસમાં સફળતા પણ મળી શકે અને નિષ્ફળતા પણ મળી શકે છે. જો બિઝનેસમાં સફળતા મળે તો રોજબરોજ આર્થિક ફાયદો થાય છે. જેને આપણે ઇન્ક્રિમેન્ટ કહી શકીએ. નોકરીમાં ઇન્ક્રિમેન્ટ મેળવવા માટે ખુબ જ ધિરજ રાખવી પડે છે. નોકરીમાં રોજ ઇન્ક્રિમેન્ટ થતું નથી. તેમાં વર્ષે પગારમાં વધારો થાય છે તેમાં પણ તમારા કામની નોંધ લેવામાં આવે છે.

મુખ્ય પ્રશ્નની વાત કરીએ તો સંદીપ મહેશ્વરીના મત પ્રમાણે, વ્યક્તિએ હંમેશા પોતાની અંદર જોવાની અને જાણવાની જરૂર હોય છે, કે હકીકતમાં તેને પોતાને શું કરવું છે ? તે જોબ કરી શકશે કે તેને બિઝનેસ કરવો છે. કારણ કે તેના અંતરમાંથી જે અવાજ આવે તે પ્રમાણે જો તે વ્યક્તિ કરે તો તેમાં તેને ચોક્કસથી સફળતા મળશે. ક્યારેક બની શકે કે વ્યક્તિ બિઝનેસ કરવા ઇચ્છે છે, અને તેણે બિઝનેસ ખોલ્યો પણ તેને તેમાં સફળતા ન મળી. તેણે 2 વર્ષ પ્રયત્ન કર્યો. ત્યાર બાદ પણ જો સફળતા નથી જ મળી રહી તો વ્યક્તિએ જાતે સમજી લેવું જોઈએ કે, તે જોબ માટે બનેલો છે. કારણ કે આ એ ઉંમર હોય જ્યારે વ્યક્તિ જોબ કે બિઝનેસ ચૉઇસ કરીને બંનેનો અનુભવ લઈ શકે છે. તથા તેમાંથી તેના માટે ક્યું વધુ યોગ્ય છે તે પસંદ કરી શકે છે. બિઝનેસની વાત કરીએ તો, કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરવા માટે સામે વાળી વ્યક્તિની શું અપેક્ષા છે, તેની શું માંગ છે, તેની શું જરૂરિયાત છે તેને સમજવી ખુબ જ જરૂરી છે. જો તમે તે વસ્તુને સમજી શકો છો. બિઝનેસ ફક્ત અંડરસ્ટેન્ડિંગ એટલે કે સમજશક્તિ પર આધાર રાખે છે.

બિઝનેસ કરવા માટે એક આર્ટની જરૂર છે. એટલે કે સામાન્ય શબ્દોમાં કહીએ તો જો કોઈ વ્યક્તિ એમ બિઝનેસ શરૂ કરતા પહેલા જ એમ વિચારે છે કે, આ બિઝનેસ શરૂ કરવા માટે 20 લાખ રૂપિયા જોઈએ જ, અને પછી આવી રીતે લોન લેવી વગેરે વગેરે… તો આ વ્યક્તિ માટે બિઝનેસ કોઈ જ કામનો નથી. જે વ્યક્તિ સ્પષ્ટ રીતે એક જ સીધા રસ્તા પર ચાલવા માંગે જેને કોઈ અન્ય વિચાર ન આવી શકે તો તે વ્યક્તિ બિઝનેસ નહિ પરંતુ નોકરી કરવાને યોગ્ય છે. કારણ કે નોકરીમાં પોતાનું મગજ ફક્ત સાહેબે કહેલા ઓર્ડરને જ ફોલો કરવામાં તથા તેમણે જે સમસ્યા આપી હોય તેનો ઉકેલ શોધવામાં જ ઉપયોગમાં લેવાનું હોય છે. જ્યારે ખરેખર જે વ્યક્તિનું મગજ બિઝનેસ તરફ વધારે ચાલતુ હોય તે વ્યક્તિ પહેલા મુડી વિશે નહીં, વિચારીને હંમેશા એમ જ વિચારવાનો પ્રયત્ન કરશે કે જો હું કોઈ અન્ય કંપની સાથે ટાઈપ કરું તો કેવું રહેશે. જેમાં મારે મુડી પણ ન રોકવી કે ઓછું રોકાણ કરવા છંતા મારો બિઝનેસ શરૂ થઈ  શકે. આ પ્રકારના વિચાર ધરાવતી વ્યક્તિ ચોક્કસ બિઝનેસમાં સફળતા મેળવી શકે છે.

બિઝનેસમાં સફળતા મેળવવા માટે મગજ અને હૃદય બંને સાથે મળીને એક જ દિશામાં વિચારે કે કાર્ય કરે તો  ચોક્કસથી સફળતા મળી શકે છે, અને તેવા જ વ્યક્તિ માટે બિઝનેસ છે. જે લોકો સેલ્ફિશ એટલે કે પહેલા પોતાનું જ વિચાર કરે તો તે વ્યક્તિ બિઝનેસ ક્યારેય ન કરી શકે. પરંતુ જે વ્યક્તિ પોતાની સાથે અન્યનો પણ વિચાર કરે જેને કોઈનું ખરાબ બોલવાથી દુઃખ થાય તે વ્યક્તિ બિઝનેસ કરી શકે. જો આમ ન થાય તો તે વ્યક્તિ માટે જોબ બેસ્ટ ઓપ્શન છે.

Leave a Comment