જો કોઈ પત્નીને પોતાનો પતિ અન્ય સ્ત્રી સાથે, અને એ પણ રસ્તા વચ્ચે દેખાય જાય તો, શું કરે પત્ની..? આવો વિચાર કરવો પણ મુશ્કેલ છે. પરંતુ તેવી સ્થિતિમાં મુંબઈ ખાતે એક આવી જ ઘટના બની હતી. જેનો વીડિયો અત્યારે ખુબ વાયરલ થઈ રહ્યો છે. મુંબઈના પેડર રોડ પર તે સમયે ટ્રાફિક જામ થઈ ગયો જ્યારે મહિલાએ એક કારની આગળ પોતાની કાર ઉભી રાખી દીધી અને બહાર નીકળીને હોબાળો શરૂ કરી દીધો. પહેલાં તો લોકોને કંઈ સમજાયું નહિ પરંતુ પછીથી જાણવા મળ્યું કે રસ્તા વચ્ચે હોબાળો કરી રહેલી મહિલાનો પતિ કોઈ અન્ય યુવતીને કારમાં બેસાડીને ફરાવી રહ્યો હતો, જેને તેની પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
આ ઘટનાની સૂચના મળતા જ ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો. જો કે મહિલા ન માની અને રસ્તા પર જ કલાકો સુધી હંગામો કરતી રહી. જો કે રસ્તા વચ્ચે ગાડી મૂકી દેવાના આરોપમાં મહિલા વિરુદ્ધ ઇ-ચાલાન જારી કરવામાં આવ્યું છે.
https://twitter.com/TheAmitCHOWDHRY/status/1282260883830267904
જાણવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં શનિવારની સાંજે આશરે 5 વાગ્યે એક બ્લેક એસયુવી કારમાં એક શખ્સ કોઈ યુવતી સાથે જઈ રહ્યો હતો. કાર જેવી પેડર રોડ પર પહોંચી ત્યારે જ એક સફેદ રંગની કારે તેને ઓવરટેક કરી અને ગાડી રસ્તાની અધવચ્ચે ઉભી રાખી દીધી. તે બાદ સફેદ ગાડીમાંથી એક મહિલા નીકળે અને હંગામો કરવા લાગી. તે એસયુવીમાં સવાર શખ્સને બહાર નીકળવા માટે કહી રહી હતી. જો કે શખ્સ બહાર આવવા માટે તૈયાર ન હતો. પરંતુ થયું એવું કે હોબાળો કરતી મહિના એસયુવીના બોનેટ પર ચડી ગઈ.
આ ડ્રામાના કારણે થોડીવારમાં જ રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો. ઘટનાની જાણકારી મળતાં જ ઘટના સ્થળે ટ્રાફિક પોલીસકર્મી પણ પહોંચી ગયા. પોલીસકર્મીઓ ત્યાં પહોંચતા જાણ થઈ કે એસયુવીમાં બેઠેલો શખ્સ મહિલાનો પતિ છે, જે અન્ય મહિલા સાથે ફરી રહ્યો હતો. પતિને અન્ય મહિલા સાથે જોઈને પત્નીએ પતિને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન પેડર રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થઇ હતી.
સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, મહિલાનો પતિ જ્યારે કારથી બહાર નીકળ્યો તો મહિલાએ તેના પર હુમલો કરી દીધો. તે બાદ તેણે કારમાં બેઠેલી મહિલાને પણ માર માર્યો. બંને વચ્ચે રસ્તા પર થયેલા આ ઝગડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.