લોકડાઉનમાં એક વાર પણ બહાર નથી નીકળી આ 75 વર્ષીય વૃદ્ધ મહિલા, આ રીતે જ ઉપલબ્ધ કરે છે જરૂરી સામાન.
મિત્રો આ લોકડાઉનમાં કોને ઘરે રહેવું ગમે છે ? આવો સવાલ પુછવામાં આવે તો લગભગ લોકો એવું જ જણાવે કે, મજા નથી આવતી. પરંતુ આપણે મજબુર છીએ લોકડાઉનમાં ફરજિયાત ઘરે રહેવા માટે. તેમ છતાં લોકો કોઈને કોઈ બહાને બહાર નીકળતા હોય છે. પરંતુ આ સમયે મોટાભાગના લોકો પણ છે, જે લોકડાઉનમાં ઘરે જ રહે છે. આજે અમે તમને એવી જ એક વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં એક 75 વર્ષીય વૃદ્ધા ઘરે રહીને જ પોતાની જીવન જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે. તો ચાલો જાણીએ તેના વિશે કે કેવી રીતે આ વૃદ્ધા સામાન પૂરો પાડે છે.
આ વાત છે બિલાડાના બડેરમાં રહેનાર ઘીસી દેવીની. જેની ઉંમર 75 વર્ષ છે. તેની સાથે એક દીકરો રહે છે. માં અને દીકરો બંને આ લોકડાઉનમાં ક્યારેય ઘરેથી બહાર નથી નીકળ્યા. ત્યાં સુધી કે, તેઓ લોટ દળાવવા માટે પણ બહાર નથી નીકળ્યા. તે ઘરમાં રહેલો વર્ષો જૂની ઘંટીમાં લોટ દળે છે.
તે દાળ પણ ઘરે જ બનાવી લે છે. મરચું, ધાણાજીરું, હળદળ જે મસાલા પણ ઘરે જ પીસી લે છે. શિયાળામાં પણ બાજરાને પીસવાનું કામ પણ આ જ ઘંટીમાં કરી લે છે. ઘીસી દેવીએ એવું જણાવ્યું કે, આ ઘંટીમાં દળેલા લોટની રોટલી ખુબ જ સ્વાદિષ્ટ બને છે. આ ઘંટીમાં લોટ પીસવા શરીરની પણ કસરત થઇ જાય છે. સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
તેમનું કહેવું છે કે, તે સામાન્ય દિવસોમાં પણ ઘરે જ લોટ દળે છે. જ્યારે હવે તો ઘરથી બહાર નીકળવાની જ મનાઈ છે. તેઓ કહે છે કે, તેણે તો 15 વર્ષની ઉંમરમાં જ ઘંટીમાં લોટ દળવાનું શીખી લીધું હતું. બજારમાં તો થોડા વર્ષો પહેલા જ ઘંટીની સુવિધા થઇ છે. તેની 2 દીકરીઓ સાસરે ચાલી ગઈ છે. હવે માં- દીકરો ઘરમાં રહે છે તે બંને માટે રસોઈ બનાવે છે. છેલ્લે મહિનામાં તેણે 30 કિલો ઘઉં અને બાજરો દળ્યો છે. એક કિલો ઘઉંને પીસતા એક કલાક થાય છે.
આ સિવાય તેઓએ એવું પણ કહ્યું કે, જે મહિલાઓ ઘરે ઘંટીમાં લોટ દળે છે તેઓને ક્યારેય હોસ્પિટલ જવાની જરૂર નથી રહેતી, એવો તેનો વ્યક્તિગત અનુભવ છે. આ ઉપરાંત તેનું કહેવું છે કે, ગર્ભાવસ્થામાં પણ મહિલાઓને કોઈ તકલીફ નથી થતી.
આ 75 વર્ષના ડોશી માં આ વાત ને સમજે છે. એ તો મરી મસાલા લેવા પણ ઘર બહાર નથી નીકળતા, અને તોય એમનું ગુજરાન ચાલે છે, તો આપણે પણ એમના માંથી કશું શીખીએ અને લોકડાઉનનું પાલન કરીએ।.