આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગેસ લિકેઝ મામલામાં અત્યાર સુધીમાં 8 લોકોનું મૃત્યુ થઇ ગયું છે. જ્યારે 1000 હજાર કરતા વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બધા વચ્ચે સ્થિતિની ગંભીરતાને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહ મંત્રાલય અને NDMA ના અધિકારીઓ સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કાર્યાલય પૂરી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. દરેક સંભવ મદદની કોશિશ કરવામાં આવી રહી છે. તેની સાથે પીએમ મોદીએ બધાની સુરક્ષા અને સારી સેહ્દ માટેની પ્રાથના કરી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ NDMA ના અધિકારીઓની એક બેઠક બોલાવી હતી. બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ અધિકારીઓ પાસેથી દરેક સ્થિતિઓની જાણકારી લીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, વિશાખાપટ્ટનમની ઘટના પરેશાન કરી નાખે તેવી છે. NDMA ના અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓની સાથે વાત કરી છે અને સ્થિતિ પર લગાતાર બારીકી સાથે નજર રાખવામાં આવી રહી છે.
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું હતું કે, આજે વિશાખાપટ્ટનમમાં કે નીજી ફર્મમાં ગેસ લિકેઝના કારણે મૃત્યુ થયેલા લોકોના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે. મેં સ્થિતિની તપાસ માટે આંધ્રના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે વાત કરી છે. સાથ જ NDRF ની ટીમોને આવશ્યક રાહત ઉપાય પ્રદાન કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
Saddened by the news of gas leak in a plant near Visakhapatnam which has claimed several lives. My condolences to the families of the victims. I pray for the recovery of the injured and the safety of all.
— President of India (@rashtrapatibhvn) May 7, 2020
આ ઘટનાને લઈને રાહુલ ગાંધીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે, અને કોંગ્રેસના કાર્યકર્તાઓને મદદ કરવા માટે અપીલ કરી છે. રાહુલે કહ્યું કે, હું કોંગ્રેસ કાર્યકર્તાઓ-નેતાઓને અપીલ કરું છું કે, તેઓ પ્રભાવિત લોકોને બધી જ જરૂરી મદદ કરે. એવા લોકોના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે જે લોકોએ તેના સદસ્યને ગુમાવ્ય છે. હું પ્રાથના કરું છું કે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તે લોકો જલ્દીથી જલ્દી સ્વસ્થ થઇ જાય.