કંગના રણૌતે દેખાડ્યું કે, આ રીતે લોકડાઉનમાં પણ લોકો પોતાની ફિટનેસનું ધ્યાન રાખી શકે છે.

મિત્રો કોરોના હવે દરેક લોકોના માથાનો દુઃખાવો બની ગયો છે. કેમ કે આખી દુનિયા બંધ નજર આવી રહી છે. પરંતુ લોકો પોતાના ઘરમાં સુરક્ષિત રહી શકે માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. પરંતુ હાલ ઘરમાં જ બેઠા બેઠા લોકોની ઘણી પ્રકારની સમસ્યા સામે આવી રહી છે. તેમાં એક સમસ્યા એવી પણ છે કે, ઘણા લોકો પોતાની ફિટનેસ પ્રત્યે આવા ફ્રી સમયમાં પણ ધ્યાન નથી આપતા. તો હાલ આ વિશે કંગના રણૌતે સોશિયલ મીડિયા દ્વારા ફિટનેસને લઈને એક ખાસ વાત કહેવામાં આવી છે. 

ઘરમાં જ રહેવા માટે આજે દરેક લોકો મજબુર છે. તો આ સમયમાં લોકો બહાર નથી નીકળી શકતા અને ફિટનેસ સાથે ખિલવાડ કરી રહ્યા છે. કોઈ પણ પ્રકારનું વર્કઆઉટ લોકો દ્વારા કરવામાં આવતું નથી. પરંતુ કંગના રણૌતે એક ઉત્તમ સંદેશ આપ્યો છે. બોલીવુડના ઘણા સિતારાઓ જીમ નથી જઈ શકતા, માટે તેઓ ઘરમાં રહીને જ વર્કઆઉટ કરી રહ્યા છે. તેમાં એક નામ છે કંગના રણૌતનું. તમને જણાવી દઈએ કે લોકડાઉન હોવા છતાં પણ કંગના રણૌત ખુબ જ પરસેવો પાડી રહી છે. એવું તો શું કરી રહી છે કંગના રણૌત કે તેનો પરસેવો છૂટી જાય છે. 

https://www.instagram.com/p/B_Zzt62FwQH/?utm_source=ig_embed

કંગના રણૌતની સોશિયલ મીડિયાની દરેક પોસ્ટ વાયરલ થાય છે. થોડા દિવસોથી કંગના રણૌત સોશિયલ મીડિયા પર ખાસ એક્ટિવ થઇ ગઈ છે. તે તેના ફેંસ સાથે જોડાવવામાં કોઈ કસર નથી છોડતી. આ વખતે કંગના રણૌત દ્વારા તેના ફેંસને પોતાના વર્કઆઉટ દ્વારા ફિટનેસ મોટિવેશન આપ્યું હતું. કંગના રણૌતે દેખાડ્યું કે, લોકડાઉનમાં પણ લોકો પોતાની ફિટનેસનું ધ્યાન રાખી શકે છે. વાયરલ થઇ રહેલા ફોટોમાં કંગના રણૌત ખુબ જ ધ્યાન મગ્ન નજર આવી રહી છે. તે પોતાના વર્કઆઉટને ખુબ જ ગંભીરતા સાથે કરી રહી છે. કંગના પહેલા અનિલ કપૂરે પણ લોકો લોકડાઉનમાં ફિટ રહેવા માટે પ્રેરિત કર્યા હતા. તે પોસ્ટને પણ લોકોએ ખુબ જ પસંદ કરી હતી. 

https://www.instagram.com/tv/B_HZoYXF_4A/?utm_source=ig_embed

તમને જણાવી દઈએ કે ફિટનેસ સિવાય કંગના પોતાના બયાનોને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે. તે હાલમાં જ તેની બહેન રંગોલી ચંદેલના સપોર્ટમાં સામે આવી હતી. જ્યારે રંગોલીનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું, ત્યારે કંગનાએ એ નિર્ણયને ખોટો જણાવ્યો હતો. કંગનાએ ટ્વિટર પર બેન લગાવવા સુધીની વાત કરી હતી. 

કંગનાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તે જયલલિતાની બાયોપિક થલાઈવીમાં કામ કરી રહી છે. એ ફિલ્મનું ટીઝર રિલીઝ થઇ ગયું છે, અને લોકો દ્વારા તેનો ખુબ જ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. 

Leave a Comment