જાણો રહસ્યથી ભરેલી આ પાંચ પુસ્તક વિશે…. જેમાં જાદુઈ શક્તિ મેળવવાની લખેલી છે વિધિ…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 જાણો રહસ્યથી ભરેલી આ પાંચ પુસ્તક વિશે…. જેમાં જાદુઈ શક્તિ મેળવવાની લખેલી છે વિધિ… 💁

👑 મિત્રો માણસ પહેલાના સમયથી જ જાદુઈ શક્તિ મેળવવાની ઈચ્છા રાખતો આવ્યો છે અને આ જ કારણે એવી જાદુઈ શક્તિ વાળી પુસ્તકો લખવામાં આવી છે. આ પુસ્તકમાં અલૌકિક શક્તિ મેળવવા માટેની વિધિઓ દર્શાવેલ છે. તો ચાલો જાણીએ પાંચ એવી પુસ્તકો વિશે જેને અલૌકિક શક્તિ મેળવવા માટે ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. અને એ પુસ્તકો આજે હયાત છે.

Image Source :
1) Greek magical papyri.  વીસમી શતાબ્દીમાં આ ગ્રીક મેજિક પેપર લખવામાં આવ્યા હતા. આમાં અનેક મંત્રો અને રીતિરિવાજો લખવામાં આવ્યા છે. આ ગ્રીક પેપરમાં માથા વગરનો રાક્ષસ બોલાવવાની વિધિ પણ છે. આલોકિક શક્તિ માટેના દરવાજા ખોલવાની વિધિ અને આમાં કેવી રીતે અલૌકિક શક્તિને આપણી પાસે બોલાવી તે પણ લખેલ છે. બીજું કે આમાં સૌથી વધુ મંત્રો એવા છે કે જે ભવિષ્ય જાણવા માટેના છે. અને આમાં સૌથી પ્રસિદ્ધ એક વિધિ છે કે જેમાં તમારા બાળકને તમારું ભવિષ્ય અગ્નિમાં જોવાની શક્તિ પ્રદાન કરવામાં આવે છે અને તે તમારું ભવિષ્ય જોઈ શકે.

Image Source :

2) the black pullet. 18 મી સદીમાં ફ્રાન્સમાં આ પુસ્તક લખવામાં આવી હતી. આ પુસ્તકમાં જાદુઈ તાવિજ બનાવા વિશે જણાવ્યું છે. તાવીજ એક એવી વસ્તુ છે જેને પહેરવાથી આપણી આસપાસ કોઈ અલૌકિક શક્તિ રહે છે. આ પુસ્તક કોઈ નેપોલિયન આર્મી સૈનિકે લખ્યું હતું. આ સૈનિકને તેનું જ્ઞાન ઇજીપ્ત કાળ દરમિયાન મળ્યું હતું. આ પુસ્તકમાં ઊંડાણપૂર્વક તાંબાનું તાવીજ, સ્ટીલનું તાવીજ, સિલ્ક અને જાદુઈ સ્યાહીથી તાવિજ બનાવવાની વિધિ જણાવેલ છે. આ તાવીજ એવા હોય છે કે જેનાથી જીન કાબુમાં આવે છે. જીન એ આગ અને ધુમ્મસથી બનેલ પ્રાણી જેવું હોય છે. જેમાં તમારી કોઈપણ ઈચ્છા પૂરી કરવાની તાકાત હોય છે. આમાંથી અમુક એવા પણ તાવીજ છે કે જો કોઇ વ્યક્તિના શરીર પર બાંધવામાં આવે તો તે સાચું બોલવા માટે મજબૂર થઈ જાય છે.

Image Source :
3) ars almadel. આ પુસ્તક 17 મી શતાબ્દીમાં કોઈ અજાણ્યા જાદુગર દ્વારા લખવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં મુખ્યત્વે પૃથ્વી પર કેવી રીતે જાદુઈ સ્થળ બનાવવું તે જણાવવામાં આવ્યું છે. આ પુસ્તક દ્વારા તમે દેવદૂતો સાથે વાતચીત કરી શકો છો. અને આ દેવદૂતોને તમે તમારી પાસે બોલાવી પણ શકો છો. આમાં દર્શાવેલ વિધિ અનુસાર ચાર અલગ-અલગ શક્તિવાળા દેવદૂત અલગ અલગ રીતે તમે મદદ માગી શકો છો. આ પુસ્તકમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ક્યાં દેવદૂતને ક્યારે બોલાવવો અને તેની સાથે કેવી રીતે વાતચીત કરવી. અને એ પણ જણાવવામાં આવ્યું છે કે તે કેવા દેખાતા હશે. આમાનો ત્રીજો દેવદૂત નાની સ્ત્રીના સ્વરૂપમાં આવે છે.

Image Source :
4) picatrix. આ જાદુઈ પુસ્તક 11મી શતાબ્દીમાં અરબી ભાષામાં લખાયેલું છે. આ પુસ્તકમાં જ્યોતિષવિદ્યા, ગ્રહો અને તારાઓ દ્વારા કરવામાં આવતા જાદુઓની માહિતી છે. આ પુસ્તક 400 પેઈજનું છે. આમાં દર્શાવેલ દરેક વિધિમાં ઉપયોગમાં આવતા સાધન સામગ્રી માટે પ્રખ્યાત છે. જેમ કે વ્યક્તિનું લોહી, મગજ, કિડની અને ચરસ-ગાંજા, દારૂ જેવી વસ્તુનો ઉપયોગ થાય છે. આમાં દર્શાવેલ મંત્રો અને રીતો સામાન્ય માણસના મગજની શક્તિઓને ઉજાગર કરે છે. આમાં એક એવી રીત છે કે જે ભૂતપ્રેતથી લડવા માટે એક અરીસો બનાવવામાં આવે છે.Image Source :
5) Pseudomonarchia daedonum.આ પુસ્તક 16મી શતાબ્દીમાં લખવામાં આવી હતી. આ પુસ્તકને સૌથી વધુ જાદુઈ પુસ્તક માનવામાં આવે છે. આમાં 69 રાક્ષસો વિશે જણાવવામાં આવ્યું છે અને આ રાક્ષસને કેવી રીતે બોલાવવા અને તેની શક્તિઓ કંઈ કંઈ છે. તે વિસ્તારમાં જાણવામાં આવ્યું છે. આમાનો એક નેબ્રિયસ નામનો રાક્ષસ કાગડાના સ્વરૂપમાં આવે છે. અને વ્યક્તિને દરેક કાર્યમાં કુશળ બનાવી દે છે. ફોરશ નામનો રાક્ષસ ગુમ થઈ ગયેલી વસ્તુ અને છુપા ખજાના ગોતી કાઢી છે. અલિગોસ નામનો રાક્ષસ કોઈપણ લડાઈનું પરિણામ પહેલાં જ જણાવી શકે છે.Image Source :

👑 તો આ હતી એ પાંચ પુસ્તક જેમાં જાદુ વિશેના સાચા રહસ્યની વાત કરવામાં આવી છે અને તમારું શું માનવું છે આ દુનિયામાં જાદુટોણા સાચા હોઈ શકે ? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ કરીને જણાવો…

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment