💁 રાત્રે 12 વાગ્યા પછી સૂતા લોકો આ રોચક વાત જરૂર જાણે…. લાગશે નવાઈ.. 💁
😴 મિત્રો રાત્રે 12 વાગ્યા પછી સૂતા લોકોને સમાજમાં બેદારકાર અને આળસુ માનવામાં આવે છે. પરંતુ વિજ્ઞાન આ વાત પર કંઈક અલગ જ કહે છે. તો તે જાણવા માટે આ લેખને આખો વાંચવો. આજે અમે વૈજ્ઞાનિક દ્રષ્ટીએ જણાવશું કે રાત્રે 12 વાગ્યા પહેલા અને પછી સૂતા લોકોની બૌદ્ધિક ક્ષમતા અને તેનો જીવનમાં પ્રભાવ કેવો પડે છે તે જણાવશું.
🙍 એક પ્રખ્યાત લેખક બેન્જામીન ફ્રેન્ક્લીને કહ્યું હતું કે “જલ્દી સુવું અને જલ્દી ઉઠવું એ વ્યક્તિને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવે છે.” આવું જ કંઈક આપણી સંસ્કૃતિમાં પણ કહેવાય છે કે “રાત્રે વહેલા જે સુવે, વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર.” પરંતુ વિજ્ઞાનની દ્રષ્ટીએ જલ્દી સુઈને ઉઠતા લોકો કરતા મોડા સૂતા વ્યક્તિઓની બૌધિક ક્ષમતા વધારે હોય છે. પરંતુ મિત્રો આ સાંભળીને તમારો સૂવાનો સમય ન બદલતા કારણ કે એક રીસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે જલ્દી સુઈને વહેલા ઉઠતા લોકો આશાવાદી અને સ્ફૂર્તિલા અને વધારે કોન્શિયસ હોય છે.
🙍 જલ્દી સુઈને ઉઠતા લોકો સૂર્યની કુદરતી રોશનીમાં વધારે એક્ટીવ રહે છે તે તેમના શરીરને વાતાવરણ સાથે અનુકુળ રાખે છે. MRI સ્કેનમાં જાણવા મળ્યું કે મગજનો પ્રી ફ્રન્ટલ કોન્ટેક્સ સવારના સમયે વધારે એક્ટીવ રહે છે અને મગજનો તે ભાગ પ્લાનિંગ કરે છે અને ઈચ્છાશક્તિ વધારે છે તેમજ નિર્ણયો લે છે. એક ઈચ્છા શક્તિ જ છે જે આપણને મોટામાં મોટી વસ્તુ મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે માટે વહેલા સૂઈને વહેલા ઉઠવું એ કોઈ એંગલથી ખરાબ નથી. પરંતુ તે આપણા માટે ખુબ જ મહત્વનું છે.
🙎 પરંતુ મિત્રો રાત્રે મોડા સૂતા લોકોની બૌધીક ક્ષમતા વધારે હોય છે. આ લોકો સમાજ સાથે જોડાઈ નથી શકતા. દુનિયામાં જે કામ લોકો દિવસમાં પહેલા જ કરી લે છે. જ્યારે રાત્રે મોડે સુધી જાગતા લોકો તે કામ મોડા કરે છે. તે લોકો એવા વ્યક્તિ હોય છે જાણે તેઓ કોઈ બીજા દેશના ટાઈમ ઝોન પર જીવતા હોય.
🙎 માની લો કે કોઈ વ્યક્તિ રાત્રે 3 વાગ્યે સૂવે છે અને તેઓ સવારે 11 વાગ્યે ઉઠે છે મતલબ સવારે 11 વાગ્યે તેમની સવાર પડે છે. પરંતુ કોઈ વ્યક્તિ રાત્રે મોડા સુધી જાગીને થોડા કલાક સુઈને સવારે વહેલા ઉઠે તો ઊંઘની ખામીથી તેના મગજની ફંક્શનીંગ પર પ્રભાવ પડે છે. તે બદલાવને શારીરિક રીતે પણ જોઈ શકાય છે. આપણા મગજમાં રહેલ વ્હાઈટ મેટલ ઘટવા લાગે છે. તેના ઘટવાથી મગજમાં હોર્મોન્સને પસાર થવાનો રસ્તો પણ ઘટતો જાય છે જેનાથી આપણને ખુશ રાખનાર હોર્મોન્સનું પ્રમાણ ઓછું થઇ જાય છે જેમ કે ડોપામાઈન, સિરોટોનીન.
💁 આજ કારણોથી રાત્રે મોડા સુતા લોકોમાં નબળી ઇચ્છાશક્તિ અને આળસ જોવા મળે છે. પરંતુ રાત્રે મોડે સુધી જાગતા લોકોનું મગજ એક સ્ટ્રેસ હોર્મોન્સને વધારે છે જેથી કોઈ પણ આવનાર તક પ્રત્યે સજાગ રહે છે અને રિસ્ક ઉઠાવવા માટે હંમેશા તૈયાર રહે છે. જેના કારણે નવી નવી તકો તેમના માટે બનતી રહે છે. જેના કારણે તે લોકો સર્જનાત્મક બની જાય છે અને આર્થિક રીતે વિકાસ કરે છે. આ લોકોમાં કોઈ પણ વસ્તુ ખુબ સારી રીતે સમજવાની ક્ષમતા પણ વધે છે અને આ જ વસ્તુ તેમની બૌધિક ક્ષમતા વધારે છે.
💁 તો મિત્રો તમે કોમેન્ટ દ્વારા જણાવો કે તમે રાત્રે કેટલા વાગ્યે સુવો છો અને સવારે ક્યારે ઉઠો છો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી