કન્યાનો સાચો પતિ કોણ ?
મિત્રો, આગળના આર્ટીકલમાં આપણે જોઈ ગયા કે વિક્રમાદિત્ય વેતાળને પોતાની પીઠ પર ઉઠાવવામાં સફળ થયા અને વેતાળની શરતોનું પાલન કરતા આગળ વધ્યા.
પરંતુ મિત્રો વેતાળ કઈ કઈ ચુપચાપ બેસી રહે તેવું તો હતું જ નહિ. વેતાળ તે પણ જાણતો હતો કે, જો હું કઈ નહિ બોલું તો રાજા એક પણ શબ્દ બૂલશે નહિ. એટલું જ નહિ હું વાર્તા કહીશ તો તે હોંકારો પણ નહિ ભારે માટે તે રાજાને બોલાવવાના પ્રયત્નથી વાર્તા શરુ કરે છે.
વસ્તીનીપુત્રમાં એક શાનદાર દેવીનું મંદિર હતું. દુર દુર થી લોકો તે દેવીના દર્શન કરવા માટે મંદિરે આવતા. ભક્તો પોતાની આસ્થા લઈને માં ના ચરણે આવતા હતા. એક યુવાન જેનું નામ સૂર્યમલ હત્તું અને તેનો મિત્ર ચંદ્રસેન બંને તે દેવી માતાની પ્રાથના કરવા માટે નીકળ્યા.
દેવી માતાના મંદિરમાં હાથ જોડીને સુર્યમલે શું પ્રાથના કરી તેનાં અંદાજો તો ન લગાવી શકીએ. પરંતુ મંદિરમાં કઈ અદ્દ્ભુદ ઘટન બની જેવું સુર્યમલે પાછળ ફરી જોયું તો ત્યાં એક સુંદર અને રૂપવાન કન્યા ઉભી હતી. સુર્યમલ મનોમન તેને વારી ગયો. તે પોતાના તન મન અને ધન થી તે કન્યાને ચાહવા લાગ્યો.
સુર્યમલે કન્યા વળી વાત ઘરે જઈને પોતાના ખાસ મિત્ર ચંદ્રસેનને કરી. ત્યારે ચંદ્ર્સેને કહ્યું કે જો તું આટલો જ તે કન્યાને પસંદ કરતો હોય તો તે કન્યાના પિતાની પાસે જઈએ. તેની વાત કરીએ તેની પાસેથી તેની કન્યાનો હાથ માંગીએ.
આમ, બંનેએ તે કન્યાના પિતાને જઈને માનવાનું વિચાર્યું અને ત્યાં જવા નીકળ્યા બીજી બાજુ કન્યાના પિતા, મિત્રો કઈ દીકરીના પિતા તેની દીકરીના વિવાહને લઈને ચિંતિત ના હોય. કેવું ઘર મળશે ?, કેવો વાર મળશે, વગેરે વાતની ચિંતા થતી હોય છે. સુર્યમલ અને તેનો મિત્ર ચંદ્રસેન બંને કન્યાના પિતા પાસે પહોંચ્યા અને તેની પુત્રીના લગ્ન સુર્યમલ સાથે પ્રસ્તાવ મુક્યો.
આમ પણ કન્યાના પિતા ખુબ જ ચિંતિત હતા તેમણે જોયું કે સુર્યમલ સારો છોકરો છે. તેની કન્યા માટે યોગ્ય વર છે. અને આમ પણ તે તેની પુત્રીને ખુબ જ ચાહે છે. માટે તેણે લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો અને પોતાની પુત્રીના લગ્ન સુર્યમલ સાથે કરાવવા માટે રાજી થયો. પરંતુ સુર્યમલ પાસે કન્યાના પિતાએ એક શરત મૂકી કે જો તેની કન્યા દેવીમાંતાની ખુબ મોટી ભક્ત છે. તે નાની હતી ત્યારથી જ ત્રણેય ટાઇમ દેવી માતાની પૂજા કરતી આવે છે. તે પૂજા કર્યા પછી જ જમે છે. માટે તે વાતનું તમારે ધ્યાન રાખવું પડશે. સુર્યમલે કન્યાના પિતાની વાત સ્વીકારી લીધી.
ત્યાર બાદ બંનેના લગ્ન ધામધૂમથી કરાવ્યા. દુઃખી હૃદયે વિદાય આપતા કન્યાના પિતાએ વાર વધુને રોકાવવા માટેનો આગ્રહ કર્યો. પરંતુ સુર્યમલની ઘરે દેવીપુજન હતું અને બધા લોકો એવું ઈચ્છતા હતા કે દેવીપુજન વખતે સુર્યમલ અને તેની પત્ની સાથે જ રહે. માટે તેમણે રોકાવવાની ના પડી અને પોતાના ઘરે જવા માટે નીકળ્યા.
સુર્યમલ ઘોડા પર સવાર થઈ અને તેનો મિત્ર પણ તેની સાથે અને પાછળ કન્યાની ડોલી હતી. આમ સુર્યમલ અને ચંદ્રસેન બંને ખુશીથી વાતો કરતા હતા. ત્યાં સુર્યમલે કહ્યું. મારે ઘરે જઈને દેવીમાતાનું મંદિર બનાવવું પડશે. કારણ કે તારી ભાભી પૂજા કર્યા વગર નહિ જમે. તે દેવી માતાની ખુબ જ મોટી ભક્ત છે. આમ હસતા, વાતો કરતા, રસ્તો કપાય રહ્યો હતો. એટલામાં તો જોત જોતામાં ત્યાં ડાકુઓ આવી ગયા અને ઘરેણા વગેરે લૂટવા લાગ્યા. કન્યા ત્યાંથી નાસી ગઈ. બધું જ લુટાય ચુક્યું હતું. સુર્યમલ અને ચંદ્રસેન હિંમત પૂર્વક ડાકુઓ સામે લડી રહ્યા હતા. પરંતુ બંને મિત્રોની હિંમત ક્યાં સુધી ટકી રહે. અંતે બંને મિત્રો સુર્યમલ અને ચંદ્રસેન નિહથ્થા થઇ ગયા. અને બંને મિત્રોને ડાકુઓએ ઘેરી લીધા.
ત્યાર બાદ ડાકુઓએ બંને મિત્રોના માથા ધડ થી અલગ કરી બધું જ લુટી નાસી ગયા. આમ ખુશીનો માહોલ માતમમાં તબદીલ થઇ ગયો.
થોડા સમય પછી કન્યા તે જગ્યા પર પાછી આવી અને જોયું તો જમીન પર બંને મિત્રોના માથા ધડથી અલગ પડ્યા હતા. તે કન્યા ખુબ જ રડવા લાગી અને ખુબ જ દુખી થઈ ગઈ અને તેનાથી તેના પતિ અને પતિના મિત્રના મોતને તે સહન ન કરી શકી. અને અંતે પોતે પણ મારવાનો નિર્ણય લીધો.. તલવાર લઈને તે આત્મહત્યા કરવા જઈ રહી હતી ત્યાં દેવીમાં પ્રગટ થયા ને કહ્યું, બેટા રડીશ નહી. કન્યાએ દેવીમાને ફરિયાદ કરતા કહ્યું, “માં તે મારી સાથે આવું કેમ કર્યું ? હું તો રોજ તારી ભક્તિ કરતી હતી મેં તો ક્યારેય કોઈ પાપ નથી કર્યું. તો મારી ભક્તિની સજા આવી આપી તે…” કહીને વધારે રુદન કરવા લાગી.
દેવીમાએ કન્યાને આશ્વાસન આપતા કહ્યું, “દીકરી, તું રડીશ નહિ. હું તારા પતિ અને તેના મિત્રને પુનર્જીવિત કરીશ. હું તેના પર અમૃત છાંટીને બંનેને જીવતા કરીશ.” અને દેવી માતાએ કન્યાને ધડથી માથું જોડવાનું કહ્યું.”
પરંતુ ખુશીમાં ને ખુશીમાં કન્યાએ માથા ઉંધા જોડ્યા. પોતાના પતિ સુર્યમલનું માંથી તેના મિત્ર ચંદ્રસેન સાથે જોડ્યું અને ચંદ્ર્સેનનું માથું પોતાના પતિ સુર્યમલના શરીર સાથે જોડ્યું.આમ બંનેના શરીર અને માથાની ઉલટ સુલટ થઇ ગઈ બંને જીવિત થયા તો બંન્ને મિત્રો એકબીજા સામે જોઈ આશ્વર્ય ચકિત થાય ગયા કે આ શું છે. કન્યાને પણ પછી અહેસાસ થયો કે માથાની ઉલટ સુલટ થઇ ગઈ છે.
પરંતુ મિત્રો આપણે જાણી ગયા તે પ્રમાણે વેતાળ કઈ વાર્તા અહિયાં જ પૂરી કરે તેમ ન હતો. તેને રાજાને બોલાવવા માટે પ્રશ્ન પૂછ્યો, “કે રાજનહવે પ્રશ્ન એ છે કે તે સ્ત્રી કોને પોતાનો પતિ માને. એ વ્યક્તિ કે જેનું માથું તેના પતિનું અને શરીર મિત્રનું, કે પછી એ કે જેનું શરીર તેના પતિનું અને માથું તેના મિત્રનું.” આગળ હસતા હસતા વેતાળે જણાવ્યું કે, “હે રાજન તું તો ખુબ જ જ્ઞાની છે માટે તારી પાસે તો પ્રશ્નનો ઉત્તર હશે જ અને જો તું જવાબ જાણતા હોવા છતાં ઉત્તર નહિ આપે તો તારા માથાના બે ટુકડા થઇ જશે, માટે ઉત્તર તો તારે આપવો જ પડશે.”
મિત્રો હવે હવે સમ્રાટ વિક્રમાદિત્ય ઉત્તર આપવા માટે મજબુર છે. અને જો ઉત્તર આપશે તો વેતાળ ઉડીને ફરીથી તે ઝાડ પર લટકાઈ જશે. મિત્રો તમે વિચારો કે કોણ હશે તે સ્ત્રીનો પતિ. તમે તમારા મત મુજબ જણાવો કે તે સ્ત્રીનો ખરો પતિ કોણ ગણાય ?
મિત્રો વેતાળ દ્વારા પુછાયેલો સવાલ કોણ તે સ્ત્રીનો ખરો પતિ ગણાય. એ કે જેનું શરીર સાથે તે પરણી છે. પરંતુ માથું તેના મિત્રનું. કે પછી, એ કે જેના માથા સાથે તે સ્ત્રી પરણી ગણાય પરંતુ શરીર તેના મિત્રનું. થોડોક અટપટો સવાલ છે. કદાચ આપણે સાચો જવાબ ન શોધી શકીએ પરંતુ સમ્રાટ વિક્રમાદિત્ય તો મહાજ્ઞાની હતા તેની પાસે તો દરેક પ્રશ્નનો ઉત્તર હતો. વેતાળની શરતથી મજબુર થઇ રાજા વિક્રમાદિત્યએ તે પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે આપ્યો કે..
મનુષ્યના શરીરની રચના ખુબ જ જટિલ અને અદ્દભુત છે. આપણા શરીરના બધા અંગોનું કઈને કઈ મહત્વ રહેલું છે. પરંતુ આપણા શરીરમાં સૌથી મહત્વનું અંગ છે આપણું મસ્તિષ્ક એટલે કે માથાનો ભાગ. કારણ કે, આપણું શરીર તે જ પ્રમાણે વર્તે છે જે પ્રમાણે આપણું મગજ કહે છે. મસ્તિષ્ક જ સમગ્ર શરીરનું સંચાલન કરે છે. માટે તે સ્ત્રીનો ખરો પતિ તેજ ગણાય કે જેનું માથું તેના પતિનું હતું અને શરીર તેના પતિના મિત્રનું. આમ સાચો જવાબ આપી અને રાજા વિક્રમાદિત્યએ તેની બુદ્ધિમતાનું પ્રમાણ દેખાડ્યું.
પરંતુ શરત મુજબ જો વિક્રમાદિત્ય એક પણ શબ્દ બોલ્યો કે વેતાળ તરત જ ઉડીને ઝાડ પર લટકી ગયો. તો વિક્રમાદિત્ય ફરી ચાલીને તે ઝાડ પાસે પહોંચ્યા અને બળપૂર્વક વેતાલને પોતાની પીઠ પર બેસાડ્યો પછી ચાલવા લાગ્યો…. તો વૈતાળે રસ્તો કાપવા બીજી વાર્તા શરુ કરી….
હવે પછીની વાર્તા નંબર ૨ આગળના આર્ટીકલમાં જણાવીશું, અને તે વાર્તા વાંચવા માટે અમારી સાથે જોડાઈ રહો અને જો તમે આ પેજ લાઇક ના કર્યું હોય તો એ લાઇક કરી લો જેથી “વિક્રમ વૈતાલની” જ્ઞાનવર્ધક અને ન્યાયપૂર્ણ તમામ વાર્તા આપ વાંચી શકો, અને બીજાને વાંચવી શકો… ધન્યવાદ.
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro
મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ
Image Source: Google