Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ઇતિહાસ

વિક્રમ-વૈતાળ (વાર્તા-૨)… કોનું બલિદાન સૌથી મોટું…… વાંચો સમ્રાટ વિક્રમ આ પ્રશ્નનો જવાબ શું આપે છે….

Social Gujarati by Social Gujarati
June 19, 2018
Reading Time: 2 mins read
0
વિક્રમ-વૈતાળ (વાર્તા-૨)… કોનું બલિદાન સૌથી મોટું…… વાંચો સમ્રાટ વિક્રમ આ પ્રશ્નનો જવાબ શું આપે છે….

વિક્રમ-વૈતાળ (વાર્તા-૨)   કોનું બલિદાન સૌથી મોટું.

શરત મુજબ જો વિક્રમાદિત્ય એક પણ શબ્દ બોલે કે વેતાળ તરત જ ઉડીને ઝાડ પર લટકી જાય. તો વિક્રમના જવાબ આપવાથી આવી જ બન્યું. વિક્રમાદિત્ય ફરી ચાલીને તે ઝાડ પાસે પહોંચ્યા અને બળપૂર્વક વેતાલને પોતાની પીઠ પર બેસાડ્યો.

RELATED POSTS

આ સ્ટોકે શેર બજારની ચાલને આપી તગડી માત, ફક્ત 1 જ વર્ષમાં પૈસા કરી દીધા ડબલ… જાણો રોકાણ કરવા જેટલો મજબુત શેર છે કે નહિ….

પૃથ્વી પર સૌથી મજબુત શું છે? ભગવાન બુદ્ધનો એક ખુબજ સરસ જીવન પ્રસંગ.. જાણીલો જીવન સફળ બની જશે

રામાયણનું એક પાત્ર સુઈ રહ્યું હતું 14 વર્ષો સુધી. જાણો શા માટે સુઈ રહ્યું હતું એ વર્ષો સુધી…

પછી વેતાળે રાજા વિક્રમાદિત્યની સાથે નવી વાર્તા ચાલુ કરી કે….

એક બર્તવાન નામનું નગર હતું.  નગરનું નામ બર્તવાન તેમના રાજા રૂપસેન. રૂપસેન ખુબ જ દાનવીર અને ધાર્મિક રાજા હતા. તે પ્રજાને દુઃખમાંથી હંમેશા તે દુર કરવાનો પ્રયત્નો કરતો. આમ રાજા રૂપસેન ખુબ જ દયાળુ રાજા હતા.

ત્યાં જ દુર નગરમાં એક વીર યુવાન રહેતો હતો જેનું નામ હતું વીરવંત. આ યુવાન તેના નામ પ્રમાણે જ ગુણ ધરાવતો હતો ખુબ જ બળવાન હતો. વીરવંત દિવસ રાત વધારે ને વધારે બળવાન બનવાની કસરતો કરતો રહેતો એટલામાં તેની પત્નીએ તેમને કહ્યું કે, આ રીતે આપણે ઘર કઈ રીતે ચલાવશું , તમારા બળવાન બનવાની પાછળ આપણે ઘણી બધી મિલ્કત આમને આમ હાથમાંથી જતી રહી છે. જો તમે કઈ નહિ કરો તો પછી આપણા બાળકોનું શું થશે ?”

વિરવંતે જવાબ આપતા કહ્યું કે, હું મહારાજા રૂપસેનનો અંગરક્ષક બનીશ, અને બીજા દિવસે સવારે વીરવંત રાજા પાસે ગયો. ત્યારે રાજા પ્રજાની લગાનના પ્રશ્નો ઉકેલી રહ્યા હતા.  ત્યાર બાદ વિરવંત ત્યાં ગયો અને રાજાએ પૂછ્યું બોલો હું શું મદદ કરી શકું તમારી.

ત્યારે વિરવંતે  કહ્યું હું અહિયાં એક નોકરી માટે આવ્યો છું. તમારા અંગરક્ષક બનવાની નોકરી લેવા અને નવ તોલા સોનું હું દરરોજના વેતન તરીકે લઈશ. ત્યારે મંત્રીઓ વિચારવા લાગ્યા કે એક દિવસના નવ તોલા સોનું ન અપાય. રાજાએ કહ્યું કે જો આ નવ તોલા સોનું માંગે છે તો કઈ ખાસ વાત હશે તેમાં. અને રાજાએ તેને સાબિત કરવા કહ્યું કે શું છે તેની ખાસિયત?

વિરવંતે પોતાના અજબ ગજબના કર્બતો દેખાડી પોતાની વીરતાનો ચમત્કાર દેખાડી બધાને દંગ કરી દીધા. રાજાએ વીરવંતને નોકરીએ રાખ્યો વિરવંતે વચન આપી નોકરી સ્વીકારી અને કહ્યું કે, “હું દિવસ રાત તમારી રક્ષામાં કાર્ય કરીશ.” આમ તે અંગ રક્ષકની નોકરી પર લાગી ગયો. પહેલે જ દિવસે જયારે તે નવ તોલા સોનું વેતન રૂપે લઇ ગયો ત્યારે તેની પત્ની અચંબિત થઇ કે, એક દિવસનું રોજ આટલું વેતન મળશે. આટલું તો આપણે જોઈશે પણ નહિ.

ત્યારે વિરવંતે ખુબ જ નમ્રતાથી ઉત્તર આપ્યો કે, આ વેતનમાંથી અડધું ગરીબોને, બ્રાહ્મણોને અને અત્તીથીઓને દાન કરવાનું તેમાથી જે બચે તે અડધું આપણા બાળકો માટે અને અડધું  આપણા માટે. આમ, દિવસ રાત રાજાના સુતા જાગતા તે રાજાની રક્ષા કરતો. અને તે ખુબ જ  સારી રીતે તેનો સેવાધર્મ નિભાવતો તેથી જ કહેવાયું છે કે, સેવાધર્મ જ સૌથી મોટો ધર્મ છે. એક રાત્રે  જયારે રાજા રૂપસેન સુતા હતા અને વીરવંત પહેરો આપી રક્ષા કરી રહ્યો હતો ત્યારે તેમને એક સ્ત્રીના રડવાનો અવાજ આવવા લાગ્યો.

તે બહાર ધ્યાન દઈ સંભાળવા લાગ્યો કે અવાજ ક્યાંથી આવે છે. એટલામાં રાજા પણ જાગી ગયા તેણે વીરવંતને કહ્યું કે, કોઈ સ્ત્રીનો રડવાનો અવાજ સંભળાઈ છે. વીરવંતને આજ્ઞા કરી કે જા તું જોઈને આવ કે શા માટે રડે છે સ્ત્રી. વીરવંત આગળ ચાલ્યો પરંતુ રાજાએ પણ વીરવંતનો પીછો કર્યો. વિરવંતે જોયું તો તે સ્ત્રી અત્યંત રડતી હતી. તેણે તેને પૂછ્યું કોણ છો તમે અને શા માટે આટલું બધું રડો છો.

તે સ્ત્રીએ કહ્યું કે હું રાજા રૂપસેનની  રાજલક્ષ્મી છું. રાજ્યમાં કોઈ નહિ રહે રાજ્ય નષ્ટ પામશે. કાળ રાજાને ખત્મ કરી નાખશે. અને રાજા ન રહેવાથી રાજ્યમાં કોઈ નહિ રહે માટે હું રડું છું. કાળ ખુબ જ ભૂખ્યો છે તે બહાર આવશે એટલે રાજા રૂપસેનને ખાઈ જશે. કાળને કોઈ રોકી શકતું નથી. ત્યારે વિરવંતે તેનો ઉપાય પૂછ્યો ત્યારે રાજલક્ષ્મીએ જવાબ આપ્યો કે કાળ ભૂખ્યો છે. ભૂખ્યાને શું જોઈએ તૃપ્તિ. જો તેની ગુફામાં જઈ કોઈ તેની ભૂખને સંતોષે તો રાજા રૂપસેન બચી જાય અને આગળના ૧૦૦ વર્ષ સુધી તે રાજ કરી શકશે.

અંગરક્ષક વિરવંતે નિર્ણય લીધો કે રાજાનો જીવ બચાવવો તે જ તેનો મુખ્ય ધર્મ છે. માટે હું મારા પરિવાર સાથે ત્યાં જઈશ. ઘરે આવીને તેણે પરિવારને બધી વાત જણાવી. પરિવાર પણ કાળ પાસે જઈ રાજાનો જીવ બચાવવા સહેમત થયો. વીરવંત પોતાના પરિવાર સાથે કાળની ગુફામાં જવાનું નક્કી કર્યું.બીજી બાજુ રાજાએ તે સાંભળ્યું અને તેમને થયું કે મારા સુખ માટે હું પ્રજાનું બલિદાન ક્યારેય નહિ આપું. રાજલક્ષ્મીએ રાજાને ઘણા સમજાવ્યા પરંતુ તે એક ના બે ન થયા. અને તે ગુફા તરફ જવા નીકળ્યા.

આ બાજુ વીરવંત અને તેનું પરિવાર કાળની ગુફાએ પહોંચે છે અને કાળને પૂછે છે. ત્યાં કાળે પેટ ભરવું પડશે. ત્યારે વીરવંત અને તેનું પરિવાર કાળના મુખમાં જવા માટે પણ તૈયાર થાય છે. અને જોત જોતામાં તે કાળ તેને ખાઈ જાય છે.

પછી રાજા આવ્યો અને તે અધીરો થઇ ગયો અને વીરવંતના નામની બુમો પાડવા લાગ્યો ત્યારે કાળે કહ્યું કે હું તેને ખાઈ ગયો છું. જા હવે તું ૧૦૦ વર્ષા સુધી રાજ કર. ત્યારે રાજા કહે છે, એ લોકોને છોડ તારો શિકાર હું છું તો તું મને ખાય જા. તું મારો કાળ છે. કાળે કહ્યું, નહિ હું તે લોકોના બલિદાનથી સંતુષ્ટ થયો છું માટે તું જા રાજ કર.

રાજા કહે છે ધિક્કાર છે એ રાજા પર જે પોતાના જીવ માટે પોતાની પ્રજાનું બલિદાન આપે માટે ધિક્કાર છે મને મારા પર. હું આવું છું કાલ તારી પાસે અને રાજા પણ કાળના મુખમાં પ્રવેશી પોતાનો જીવ આપી દે છે.

હવે વેતાળ પાછો સવાલ કરે છે સમ્રાટ વિક્રમાંદીત્યને કે, રાજન બતાવ સૌથી મોટું બલિદાન કોનું ? એ અંગરક્ષકનું કે, જેને રાજા માટે પોતાના જીવની પરવાહ ન કરી. કે પછી, રાજા કે જેણે પ્રજાના સુખ માટે પોતાના જીવનો મોહ ન રાખ્યો. સૌથી મહાન કોણ બંનેમાં કોનું પુણ્ય સૌથી મોટું જવાબ આપ રાજન.

બધા દેવતાઓ ગંધર્વો બધા તારા ન્યાયને સંભાળવા ઉત્કૃષ્ટત છે માટે જવાબ આપ રાજા કે બંને માંથી મહાન કોણ. રાજા પોતાનો જવાબ વિચારે છે. મિત્રો તમને શું લાગે છે બંનેમાંથી કોણ મહાન ગણાય રાજા રૂપસેન કે પછી તેનો અંગરક્ષક વીરવંત.       

સમ્રાટ વિક્રમાદિત્ય અંતે જવાબ આપતા કહે છે કે, “વીરવંતનું તો કર્તવ્ય હતું. તે રાજાનો અંગરક્ષક હતો. માટે તેનું કર્તવ્ય ખુબ જ સરસ રીતે નિભાવ્યું. પરતું એ રાજા મહાન છે કે જેણે પ્રજાના કલ્યાણ માટે પોતાના જીવનો કોઈ મોહ ન રાખ્યો માટે સૌથી મોટું બલિદાન રાજા રૂપસેનનું છે.” ધન્ય છે એ પ્રજા જેનો આવો રાજા હોય.

મિત્રો રાજા વિક્રમના જવાબ આપતા જ વેતાળ ઉઠીને તેના મૂળ સ્થાને પહોંચી ગયો. ફરી પરાક્રમી રાજા વિક્રમે પોતાના પ્રયત્નોથી વેતાળને પીઠ પર ઉઠાવી ચાલતો થયો. અને વેતાળે એક નવી વાર્તા શરુ કરી…… જે આપણે આવતા અંક માં જોઈશું…

જો આ વાર્તા ગમી હોય તો આવી બીજી વાર્તા તેમજ અવનવી માહિતી માટે અમારું પેજ લાઈક કરી લો… અને મિત્રોને પણ શેર કરો.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

 

Tags: KING VIKRAMsacrificeVAITALVIKRAM VAITALvikramadity
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

આ સ્ટોકે શેર બજારની ચાલને આપી તગડી માત, ફક્ત 1 જ વર્ષમાં પૈસા કરી દીધા ડબલ… જાણો રોકાણ કરવા જેટલો મજબુત શેર છે કે નહિ….
ટૂંકી વાર્તાઓ

આ સ્ટોકે શેર બજારની ચાલને આપી તગડી માત, ફક્ત 1 જ વર્ષમાં પૈસા કરી દીધા ડબલ… જાણો રોકાણ કરવા જેટલો મજબુત શેર છે કે નહિ….

September 9, 2022
પૃથ્વી પર સૌથી મજબુત શું છે? ભગવાન બુદ્ધનો એક ખુબજ સરસ જીવન પ્રસંગ.. જાણીલો જીવન સફળ બની જશે
ટૂંકી વાર્તાઓ

પૃથ્વી પર સૌથી મજબુત શું છે? ભગવાન બુદ્ધનો એક ખુબજ સરસ જીવન પ્રસંગ.. જાણીલો જીવન સફળ બની જશે

December 16, 2022
રામાયણનું એક પાત્ર સુઈ રહ્યું હતું 14 વર્ષો સુધી. જાણો શા માટે સુઈ રહ્યું હતું એ વર્ષો સુધી…
ઇતિહાસ

રામાયણનું એક પાત્ર સુઈ રહ્યું હતું 14 વર્ષો સુધી. જાણો શા માટે સુઈ રહ્યું હતું એ વર્ષો સુધી…

July 21, 2019
જાણ્યા વગર ક્યારેય ન લેવાય પગલું. ઓફિસેથી આવીને મેં ઘરનો દરવાજો ખોલ્યો તો પત્નીનું આવું કામ દેખાયું
ટૂંકી વાર્તાઓ

જાણ્યા વગર ક્યારેય ન લેવાય પગલું. ઓફિસેથી આવીને મેં ઘરનો દરવાજો ખોલ્યો તો પત્નીનું આવું કામ દેખાયું

April 10, 2021
આ મહિલા સાથે જે ઘટના બની એ સપને પણ વિચાર્યું નહોતું | આ વાત જાણીને તમને થશે કે માનવતા હજુ મરી નથી.
Inspiration

આ મહિલા સાથે જે ઘટના બની એ સપને પણ વિચાર્યું નહોતું | આ વાત જાણીને તમને થશે કે માનવતા હજુ મરી નથી.

June 5, 2019
18 વર્ષની છોકરીની નાદાની માં કરેલી ભૂલ | છોકરીએ ચૂકવવી પડી તેની આવી કિંમત | જાણો સત્ય ઘટના અને કડવું સત્ય……
ટૂંકી વાર્તાઓ

18 વર્ષની છોકરીની નાદાની માં કરેલી ભૂલ | છોકરીએ ચૂકવવી પડી તેની આવી કિંમત | જાણો સત્ય ઘટના અને કડવું સત્ય……

June 3, 2019
Next Post
Yoga

Yoga Tips for naturally glowing skin

વિક્રમ-વૈતાળ (વાર્તા- ૩) કોનો ત્યાગ સૌથી મોટો…. વાંચો સમ્રાટ વિક્રમ આ પ્રશ્નનો શું જવાબ આપે છે.

વિક્રમ-વૈતાળ (વાર્તા- ૩) કોનો ત્યાગ સૌથી મોટો.... વાંચો સમ્રાટ વિક્રમ આ પ્રશ્નનો શું જવાબ આપે છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

એસીડીટી, મોંમાં ચાંદા, પિત્ત, સાંધાના દુઃખાવા મટાડવાનો કાયમી ઈલાજ. બાળકો, મહિલાઓ અને વૃદ્ધો 100% અસરકારક….

એસીડીટી, મોંમાં ચાંદા, પિત્ત, સાંધાના દુઃખાવા મટાડવાનો કાયમી ઈલાજ. બાળકો, મહિલાઓ અને વૃદ્ધો 100% અસરકારક….

July 2, 2022
દૂધ જેવી ધોળી તમન્ના ભાટિયા જણાવેલી આ 1 વસ્તુને લગાવી તમારા ચહેરા પર… સ્કીન થઇ જશે એકદમ સાફ, સુંદર અને આકર્ષક… જાણો સુંદર બનવાનો સુંદર નુસ્ખો…

દૂધ જેવી ધોળી તમન્ના ભાટિયા જણાવેલી આ 1 વસ્તુને લગાવી તમારા ચહેરા પર… સ્કીન થઇ જશે એકદમ સાફ, સુંદર અને આકર્ષક… જાણો સુંદર બનવાનો સુંદર નુસ્ખો…

December 9, 2023
‘તારક મહેતાના’ ચંપકલાલ ની પત્ની છે ખુબ જ સુંદર, તસ્વીર જોઇને નજર નહિ હટે.. બબિતજીને પણ આપે છે ટક્કર

‘તારક મહેતાના’ ચંપકલાલ ની પત્ની છે ખુબ જ સુંદર, તસ્વીર જોઇને નજર નહિ હટે.. બબિતજીને પણ આપે છે ટક્કર

July 5, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.