આ 8 લક્ષણો છે લિવરમાં જીવલેણ ટીબી હોવાની નિશાની, સમય પહેલા રોગને અટકાવવો હોય તો જરૂર વાંચો આ માહિતી… આખી જિંદગી આવશે કામ…

મિત્રો આપણે સૌ ટીબી વિશે જાણીએ છીએ. જેમાં માણસનો જીવ પણ જઈ શકે છે. અને જયારે આ ટીબી શરીરમાં અલગ અલગ અંગમાં ફેલાઈ છે ત્યારે તેની અસર પણ અલગ અલગ હોય છે. આથી તેનો ઈલાજ પણ અલગ હોય છે. પણ આપણે અહી લીવરમાં થતા ટીબી વિશે જાણીશું. જેમાં અમુક લક્ષણો ટીબીની શરૂઆતમાં શરીરમાં દેખાતા હોય છે. પણ આપણે તેને અનદેખા કરીએ છીએ ત્યારે તમારી સમસ્યા આગળ જતા વધી શકે છે. આથી શરૂઆતમાં જ જો તેને ખત્મ કરવામાં આવે તો જલ્દી સારું થઇ શકે છે. 

ટીબીની બીમારીને લઈને લોકોમાં એક ગૂંચવણ જોવા મળતી હોય છે. મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે ટીબી આપણા ફેફસા અથવા પેટમાં જ થાય છે. જયારે એવું નથી હોતું ટીબી એક સંક્રામક રોગ છે જે શરીરમાં ઘણા અંગને પ્રભાવિત કરી શકે છે. ટીબી ના ઘણા અલગ અલગ પ્રકાર હોય છે. જેમ કે ગળાનો ટીબી, માથાનો ટીબી, હાડકાઓનો ટીબી વગેરે. બધાના લક્ષણ અલગ હોય છે. જો કે થોડાઘણા લક્ષણ બધામાં સમાન જોવા મળતા હોય છે. જેમ કે શ્વાસ લેવામાં તકલીફ અને ઉધરસ. પણ શું તમે જાણો છો કે ટીબીની સમસ્યા તમારા લીવરમાં પણ થઇ શકે છે.લીવરનો ટીબી જે મેડીકલ ભાષામાં હેપેટીક ટ્યુબર ક્લોસીસ કહેવામાં આવે છે. ટીબી ના સૌથી સામાન્ય પ્રકારોમાંથી તે એક છે. જે તમારા લીવરને ખુબ જ ગંભીર રૂપે પ્રભાવિત કરી શકે છે. આ તમારા લીવર ફંક્શનને પ્રભાવિત કરે છે. અને ખુબ જ જીવલેણ પણ થઇ શકે છે. પણ શરૂઆતના સ્ટેજ માં તેના લક્ષણોને ઓળખીને તમે સરળતાથી ટીબીથી છુટકારો મેળવી શકો છો. લીવરમાં ટીબી થવાથી ક્યાં કયા લક્ષણ દેખાય છે. આ વિષય પર સારી જાણકારી આપણે એક્સપર્ટ પાસેથી આ લેખમાં જાણીશું. આ લેખમાં અમે તેમને લીવરના ટીબીના 8 લક્ષણ વિશે જણાવીશું. 

લીવરમાં ટીબીના લક્ષણ:- એક્સપર્ટ ના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે ટીબી થવાથી લોકોને ઉધરસ, ઉધરસમાં કફ, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો જેવી સમસ્યાઓ જોવા મળતી હોય છે. પણ જયારે વાત લીવરમાં ટીબીના લક્ષણની આવે છે તો તે ખુબ જ અલગ હોય છે. તેના થોડા લક્ષણ આ પ્રમાણે છે.લીવરનો આકાર વધવો, પેટમાં દુખાવાની તકલીફ, વજન સતત ઘટતો જવો, તીલ્લી નું વધવું, તાવ, કમળો, શ્વાસ લેવામાં તકલીફ, જળોદર. જો કોઈ વ્યક્તિ આ પ્રકારના લક્ષણ નો અક્સર સામનો કરે છે તો એવામાં તેણે તરત જ ડોકટર નો સંપર્ક કરવો જોઈએ. જેનાથી કોઈપણ પ્રકારનું ગંભીર નુકશાનથી બચી શકાય. 

લીવરમાં ટીબીનો ઈલાજ:- ઉપરોક્ત લક્ષણને આધારે લીવરમાં ટીબીની પુષ્ટિ માટે કેટલાક સરળ ટેસ્ટ કરાવી શકાય છે. જેમાં બ્લડ ટેસ્ટ, ઇમેજિંગ ટેસ્ટ, ની મદદ લઇ શકાય છે. પુષ્ટિ પછી ડોક્ટર થોડી દવાઓ, જીવનશૈલીમાં બદલાવ, અને સંતુલિત આહાર લેવાની સલાહ આપી શકે છે. સામાન્ય રીતે ટીબીના ઈલાજ માટે 6 મહિના સુધી દવા આપવામાં આવે છે. જેમાં કેટલીક એન્ટી બાયોટીકસ અને ઈમ્યુંનીટી બુસ્ટ કરનાર દવાઓ પણ સામેલ હોય છે.જો કે ડોક્ટર સ્થિતિ અનુસાર જ રોગીને દવાની સલાહ આપે છે. આ સિવાય ગંભીર કેસમાં ક્યારેક ક્યારેક કડ્ડુંપલી થેરેપી ની મદદ પણ લઇ શકાય છે. આમ ટીબીના ઈલાજ રૂપે તમે અમુક દવાઓનું નિયમિત સેવન કરીને સમસ્યા શરૂઆતમાં જ ખત્મ કરી શકો છો. ટીબીનો ઈલાજ એક લાંબા સમય સુધી ચાલતો હોય છે. તેમજ તેમાં ખાનપાનની કાળજી લેવી પણ જરૂરી છે. દવાનું નિયમિત સેવન જરૂરી છે. ડોકટરના કહેવા અનુસાર સમતોલ આહાર લેવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment