એકવાર ફરીથી ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી એ ખેડૂતોને ફરીથી રડાવ્યા છે. રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના સાવ નજીવા ભાવ મળી રહ્યા છે. આ ભાવની વાત સાંભળતા જ દરેક ખેડૂતની આંખમાં પાણી આવી જાય છે. એક કિલો ડુંગળીના માત્ર અઢી રૂપિયાથી 8 રૂપિયા જેટલો જ ભાવ મળે છે. સાવ આટલો નજીવો ભાવ મળતા ખેડૂતોને ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ નથી નીકળતો. ખેતરમાં કરેલી દિવસ રાત ની મહેનત પણ વ્યર્થ જઈ રહી હોય તેવું લાગે છે. જેથી કરીને ખેડૂતો ખૂબ જ નિરાશ થયા છે.
હળવદના ખેડૂતોની વાત કરવામાં આવે તો ત્યાં પણ આ જ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળે છે. એટલે કે ભલગામડાના ખેડૂતે સો વીઘા ની ડુંગળીના પાક પર રોટોવેટર ફેરવી દીધું છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ખેડૂતોને પાયમાલ કરવા બેઠી છે. ભાવમાં આ પ્રકારની પરિસ્થિતિ જોતા હળવદના ખેડૂતે ડુંગળીના ઉભા પાક પર રોટોવેટર ફેરવવાની મનઃસ્થિતિ બનાવી લીધી. જે ડુંગળી તૈયાર થઈને માર્કેટમાં ગઈ છે તેમાં ખોટ છે જ, અને જે ડુંગળીને ખેતરમાંથી કાઢીને પેકિંગ કરી માર્કેટિંગ યાર્ડ મોકલવાની બાકી છે.આમાં 12 સંધાય ત્યાં 13 તૂટે ની સ્થિતિ આવી છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે એક વીઘા ડુંગળીની વાવણી કરવા અને તેને તૈયાર કરવા પાછળ અંદાજે 40 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે તેના સિવાય જો એકરે ગણવા જઈએ તો તેમાં બિયારણ, વાવણી માટે મજૂરી, નિંદામણ, દવા અને રાસાયણિક ખાતર સાથે જ ડુંગળી કાઢી કટ્ટામાં પેકિંગ કરવાનો ખર્ચ એક લાખ રૂપિયા સુધીનો થાય છે.
આ સાથે જ ભાવનગર જિલ્લામાં પણ ડુંગળીના ખેડૂતોમાં આવા જ હાલ છે. ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા જતા તેમને માત્ર બે રૂપિયે કિલો ની આસપાસ નો ભાવ મળે છે. જેથી ખેડૂતોને પોતાના ઉત્પાદનનો ખર્ચ પણ મળતો નથી.આ અંગે રાજ્યસભાના સાંસદ અને દિલ્હી તેમજ હરિયાણા કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલે ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી તથા વડાપ્રધાન પાસે નિવેદન કર્યું છે કે, તાત્કાલિક ડુંગળી પકવતા ખેડૂતોને વ્યાજબી ભાવ મળે, તેની વ્યવસ્થા કરવામાં આવે. આવી વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા ખેડૂતોને કેટલીક નિશ્ચિત સબસીડી આપવી જોઈએ અને ખેડૂતો માટે લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરીને ખેડૂતોનું શોષણ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
લાંબા સમયથી સરકારે ડુંગળી પકવતા ખેડૂતો માટે પોતાના પાકને સ્ટોર કરવાની વ્યવસ્થા નથી બનાવી. સરકારે એ નક્કી કરવું જોઈએ કે જ્યારે ખેત પેદાશ ખેડૂતના ઘરમાં પહોંચે તો તે ખેત પેદાશ ના વેચાણની સારી એવી કિંમત મળે તેવું પ્રોત્સાહન આપવું જોઈએ. એવી રજૂઆત કરવામાં આવી છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર આ સંબંધે તત્કાળ વ્યવસ્થા ઊભી કરે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી