શેરીના કુતરાથી રહો સાવધાન ! સુરત બાદ રાજકોટમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો… જાણો માતા-પિતા માટે લાલબત્તી સમાન આ ઘટના…

મિત્રો આપણે જાણીએ છીએ કે ઘણી વાર એવી ઘટના બનતી હોય છે, જે આપણને સાવધાન રહેવાનું સૂચન આપે છે. આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે ખરેખર જાગ્રત થવાની જરૂર હોય છે. તો આજે અમે દરેક માતા-પિતા માટે ચોંકાવનારો કિસ્સો જણાવશું. જેના વિશે દરેક વ્યક્તિએ ખુબ જ સાવધાની પૂર્વક જાણવું જોઈએ અને સમજવું જોઈએ. તો ચાલો જાણીએ આ ચોંકાવનારો કિસ્સો. 

હમણાં સુરતમાં એક ઘટના બની હતી જેમાં એક બે વર્ષની બાળકી પર કુતરાએ ઘાતક હુમલો કર્યો હતો. ત્યાર બાદ એવી જ ઘટના રાજકોટના ગ્રામ્ય પંથકમાં બની છે. જેમાં શ્વાનનો આંતક સામે આવ્યો છે. રાજકોટ જીલ્લાના સાપર વેરાવળમાં શ્વાનનો આંતક ફરીવાર સામે આવ્યો છે. સાપર વેરાવળ ખાતે શીતળા માતાનું મંદિર આવેલ છે, શીતળા માતાના મંદિરની નજીક શુક્રવારે રાત્રે સાડા 8 કલાકે અર્શદ મહમદ અંસારી નામના માત્ર અઢી જ વર્ષના બાળક પર શ્વાને હુમલો કરી બચકા ભરી લીધા હતા. જેનાથી ફરી શ્વાનનો આંતકનો કિસ્સો સામે આવ્યો છે. અર્શદ નામનો અઢી વર્ષનો આ બાળક શીતળા માતાના મંદિરની પાસે રમી રહ્યો હતો. તે સમય શ્વાને ત્યાં આવી અને બાળકના શરીર પર આગળ અને પાછળ બચકા ભર્યા હતા. આખી ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે બાળકને માતા-પિતા દ્વારા સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી દાખલ કર્યો હતો. અને ત્યાર બાદ હાલ ઓપીડી વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. સુત્રો અનુસાર જણાવીએ તો અર્શદ અને તેનું પરિવારનું મૂળ વતન લખનૌના રહેવાસી છે. અને તેના પિતા અહિયાં સાપર વેરાવળમાં મજુરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. અને પરિવારનું ભરણપોષણ કરે છે. 

બાળકની માતાએ મીડિયાની સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ‘રોજની જેમ પોતાનું બાળક અને અને બીજા બાળકો સાથે મળી શીતળા માતાના મંદિર નજીક રમવા જતા હતા. પરંતુ ગઈ કાલે મારું બાળક એકલું જ રમવા ગયું હતું. તે સમયે જ શ્વાનની આ હરકતનો ભોગ બન્યો હતો. પરંતુ જે સમયે મારું બાળક શ્વાનનો ભોગ બન્યો ત્યારે હું કપડા ધોઈ રહી હતી. ત્યારે આસપાસના લોકો કહેવા આવ્યા કે તમારા બાળકને કુતરાએ બચકા ભર્યા છે. ત્યારે મારું ધ્યાન ગયું અને હું બાળક પાસે તરત જ પહોંચી.’મિત્રો નોંધનીય છે કે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શ્વાનના ખસીકરણ માટે જ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં પણ શ્વાનના આંતકની ઘટના રાજકોટ અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં બનતી રહે છે. પરંતુ તમને એક બીજી ઘટના પણ જણાવી દઈએ જે ખુબ જ ભયાનક બની છે. 

સુરત શહેરના ખજોદ વિસ્તારમાં 2 વર્ષની બાળકીને શ્વાને 40 જેટલા બચકાં ભર્યા હતા. ત્યાર બાદ તુરંત જ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ સારવાર અર્થે બાળકીનું નિધન થયું હતું. ત્યાર બાદ હવે દરેક શહેરના તંત્ર દ્વારા સ્ટ્રીટ ડોગ સામે કડક પગલા લેવા જોઈએ અને તંત્રએ જાગવું પણ જોઈએ.

સાથે જ બાળકોને બહાર એકલા રમવા મોકલવા સમયે થોડું ધ્યાન રાખો બાળકો પર. આપણા બાળકની સુરક્ષા એ આપણી પણ જવાબદારી બને છે. જો માતા-પિતાની થોડી સતર્કતા રાખવામાં આવે તો આપણા બાળકોને આપણે સુરક્ષિત રાખી શકીએ છીએ. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment