શરીરમાં વધેલું યુરિક એસિડ તરત કંટ્રોલ કરવું હોય તો પીવા લાગો આ રસ, મફતમાં જ મટી જશે વા, સાંધા, ગઠિયા અને યુરિક એસિડના દુખાવા…

આપણા શરીરમાં યુરિક એસિડનું કામ ખુબ જ અગત્યનું હોય છે. જો તે કંટ્રોલમાં રહે તો સ્વાસ્થ્ય માટે સારું છે પણ જો કોઈ કારણસર વધવા લાગે તો સમસ્યા વધી શકે છે. આથી જો તમારા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી ગયું છે અને તમે તેને કંટ્રોલ કરવા માંગતા હો તો તમારે અહી આપેલ એક ખાસ પ્રકારના લીલા પાનનું જ્યુસ જરૂરથી પીવું જોઈએ. 

યુરિક એસીડ શરીરમાં પ્યુરીન નામના પ્રોટીન તૂટવાથી બને છે. સામાન્ય રીતે યુરિક એસીડ કીડનીમાં ફિલ્ટર થઈને પેશાબ મારફતે શરીરમાંથી બહાર નીકળે છે. પણ કયારેક ક્યારેક પ્યુરીન ની વધુ માત્રા લોહીમાં જમા થવા લાગે છે. જયારે લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે તો ક્રિસ્ટલ નાના નાના ટુકડામાં તૂટીને હાડકાઓ વચ્ચે જમા થવા લાગે છે.30 થી 60 વર્ષની ઉંમરમાં યુરિક એસીડ વધવાનું જોખમ વધુ રહે છે. અને ત્યાર પછી અર્થરાઈટીસની બીમારી પરેશાન કરે છે. એમાં સાંધામાં સોજો થવા લાગે અને અસહ્ય દુખાવો થાય છે. એટલું જ નહિ લોહીમાં યુરિક એસીડનું સ્તર વધવાથી શરીરના ઘણા ભાગમાં સોજા વધી જાય છે. એક રીસર્ચ માં એ સાબિત થયું છે કે કોથમીરના પાન નું સેવન કરવાથી સોજા ઓછા કરી શકાય છે. જયારે યુરિક એસીડ અનિયંત્રિત થવા લાગે તો હાર્ટ એટેક, કીડની ફેલ્યોર અને મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર જેવી ઘાતક સ્થિતિનો સામનો કરવો પડે છે. આથી યુરિક એસીડ ને કાબુમાં રાખવો ખુબ જ જરૂરી છે. 

જાણવા મળતી માહિતી મુજબ એ વાતનું સંશોધન કરવામાં આવ્યું કે ગઠીયાના ઇલાજમાં આયુર્વેદિક અને યુંન્નની ચિકિત્સામાં જે કોથમીરના પાનનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે તે યોગ્ય છે કે નહિ. કોથમીરના પાનને લઈને વૈજ્ઞાનિક રીતે રીસર્ચ કરવામાં આવ્યું. જેમાં એક્સપર્ટ જણાવે છે કે આ અધ્યયનમાં જાણવા મળ્યું કે કોથમીર સાંધાના સોજાને ખુબ જ ઝડપથી ઓછા કરે છે. એટલું જ નહિ કોથમીરના પાન શરીરમાં બાયોકેમિકલ ને બનવાથી રોકે છે. જેના કારણે સાંધામાં સોજા હોય છે. એટલે કે યુરિક એસીડ વધારવા માટે જવાબદાર બાયોકેમિકલ ને બનતા રોકે છે.શું થાય  છે રૂમેતોયડ અર્થરાઈટીસ:- રૂમેતોયડ અર્થરાઈટીસ એક ક્રોનિક બીમારી હોય છે. જે યુરિક એસીડ વધતા સાંધામાં ક્રિસ્ટલ ની જેમ બનવા લાગે છે. જેનાથી સાંધામાં સોજા થવા લાગે છે. ધીરે ધીરે આ અન્ય અંગમાં પહોંચવા લાગે છે. આ એક ઓટોઈમ્યુન બીમારી છે જેમાં શરીરની ઈમ્યુન સીસ્ટમ ભૂલથી હેલ્દી ટીશું ને ટાર્ગેટ કરવા લાગે છે.

વધુ ઉંમરના લોકોમાં આ બીમારી વધુ પ્રમાણમાં હોય છે. પણ ક્યારેક ક્યારેક નાની ઉંમરના લોકોને પણ તે શિકાર બનાવે છે. આ બીમારીને કારણે સવારે હાડકાઓ જકડાઈ જાય છે અને એક કલાક સુધી સાંધામાં દુખાવો થાય છે. તેનાથી ખાલી ચડવી, શરીર જકડાઈ જવું, હાથ-પગ સુન્ન થઇ જવા, વધી ગરમી લાગવી જેવી સમસ્યાઓ થાય છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment