કબજિયાતને એક જ રાતમાં જડમૂળથી ખતમ કરી દેશે આ ફળ, આવી રીતે કરો સેવન… પેટને કરી દેશે એકદમ સાફ અને ચોખ્ખું…

મિત્રો તમે કદાચ બિલા વિશે સંભાળ્યું હશે. જો કે બિલા એ ભગવાન શિવને ચડાવવામાં આવે છે. એટલે કે ભગવાન શિવને પસંદ એવું બીલીપત્ર વૃક્ષનું ફળ એટલે બિલા. જેનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું ગણવામાં આવે છે. તેના સેવનથી શરીરની અનેક બીમારીઓ દુર કરી શકાય છે. ખાસ કરીને પેટની સમસ્યા. જેમાં કબજિયાત ની સમસ્યા પ્રમુખ છે. જે લોકોને કબજિયાત ને લગતી બીમારી છે તેમના માટે બિલાનું સેવન ખુબ જ સારું છે. તેમજ બિલા નો હજુ એક સારો ગુણ એ છે કે તેનું સેવન તમે ઉનાળામાં ઠંડક માટે કરી શકો છો. તેમજ જો તમે લાંબા સમયની કબજિયાત ની બીમારીથી પીડિત છો તો તમે તેનું સેવન કરીને કબજીયાતને મૂળમાંથી કાઢી શકો છો. 

ખાણીપીણીમાં ગડબડી અને ખરાબ લાઇફસ્ટાઇલના કારણે પેટ અને પાચનથી જોડાયેલી સમસ્યાઓ સામાન્ય છે. કબજિયાતની સમસ્યામાં પાચનતંત્રથી જોડાયેલી સમસ્યાઓ થાય છે. આ સમસ્યાને કારણે મળ ત્યાગ કરવામાં પણ ગંભીર સમસ્યાઓ થાય છે. કબજિયાતથી છુટકારો મેળવવા માટે તમારે ખાણીપીણીનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ સમસ્યામાં લાઇફસ્ટાઇલ અને ખાણીપીણીથી જોડાયેલી સાવધાનીઓ રાખવાથી ફાયદો મળે છે. કબજિયાતથી છુટકારો મેળવવા માટે આયુર્વેદિક વસ્તુઓનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. બિલાનું જ્યુસ પીવાથી કબજિયાત અને પાચનથી જોડાયેલી સમસ્યાઓથી છુટકારો મળે છે. આવો આ લેખમાં વિસ્તારથી જાણીએ કબજિયાતમાં બિલાનું જ્યુસ પીવાના ફાયદા.કબજિયાતમાં બિલાનું સેવન કરવાના ફાયદા:- ગરમીની ઋતુમાં બિલાનું જ્યુસ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. તેનો શરબત પીવાથી શરીર ઠંડુ રહે છે અને લૂ થી રાહત મળે છે. બિલામાં પ્રોટીન, ફાઈબર, પોટેશિયમ, આયરન જેવા પોષકતત્વો અને ઘણા વિટામીન્સ જોવા મળે છે. તેનું સેવન કરવાથી માત્ર કબજિયાત જ નહીં પરંતુ શરીરની ઘણી અન્ય સમસ્યાઓમાં પણ ફાયદો મળે છે.

પેટમાં ગેસ, ડાયેરિયા, કબજિયાત અને પેટમાં દુખાવો જેવી સમસ્યામાં બિલાનું સેવન કોઈ ઔષધિથી ઓછું નથી. તેમાં રહેલ ફાઇબર અને અન્ય ગુણ પેટ અને પાચનતંત્રને હેલ્થી તેમજ મજબૂત બનાવવાનું કામ કરે છે. તેમાં રહેલા ગુણ કબજિયાતને મૂળમાંથી મટાડીને શરીરની ઘણી ગંભીર સમસ્યાઓથી છુટકારો મેળવવામાં ખૂબ જ ફાયદાકારક રહે છે.

કબજિયાતમાં કેવી રીતે કરવું બિલાનું સેવન?:- કબજિયાત જેવી પાચનતંત્રથી જોડાયેલી ગંભીર સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે બિલાના શરબતનું સેવન કરી શકો છો. તેને બિલીપત્રનું જ્યુસ પણ કહેવામા આવે છે. બિલાનું શરબત તમે સરળતાથી ઘરે પણ બનાવી શકો છો. તે માટે બિલાના રસને સાફ કરીને કાઢી લો અને તેના બીજ સાફ કરીને તેનું જ્યુસ તૈયાર કરો. આ જ્યુસનું નિયમિત રૂપથી સેવન કરવાથી તમને કબજિયાતમાં ફાયદો મળે છે.તે સિવાય બિલાનો પાવડર પણ કબજિયાતને મૂળમાંથી મટાડવા માટે ફાયદાકારક હોય છે. બિલાનો પાવડર તેના છીણને સૂકવીને બનાવવામાં આવે છે. દરરોજ સવારે અને સાંજે 1 ચમચી બિલાના પાવડરને ગરમ પાણી સાથે ખાવાથી તમને ફાયદો મળે છે. જે લોકોને પાચન સરખું થતું નથી તેઓ બીલાનું સેવન કરીને પાચનની સમસ્યા દુર કરી શકે છે. 

કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે ઉપર જણાવેલી રીત દ્વારા બિલાનું સેવન કરી શકો છો. તે સિવાય કબજિયાતની સમસ્યામાં ખાણીપીણી અને જીવનશૈલીનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે દરરોજ હેલ્થી અને પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરો, ખૂબ વધારે તળેલું, શેકેલું અને મસાલેદાર ભોજન કરવાથી બચવું. કબજિયાત એ અનેક રોગોનું મૂળ માનવામાં આવે છે. આથી સમય રહેતા તેનો ઈલાજ કરવો જરૂરી છે. નહિ તો આ બીમારી રોગોને જન્મ આપે છે. તેના સેવનથી ગરમીમાં ઠંડક મળે છે. લુ ઓછી લાગે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment