હથેળી પર આ નિશાન હોય, તો છે અમીર બનવાના તીવ્ર સંકેત… જાણો તમે પણ ભાગ્યશાળી છો કે નહિ…. કંઈ જગ્યા પર નિશાન હોય તો વધુ પૈસા આવે…

સામાન્ય રીતે દરેક લોકોનું ધ્યાન પોતાના ભવિષ્ય તરફ વધુ જાય છે. જયારે આપણે ત્યાં હસ્ત રેખા અને કુંડળી જ્યોતિષનું વિશેષ મહત્વ રહેલું છે. આ વિજ્ઞાનમાં મુખ્યત્વે ભવિષ્ય વિશે સારી નરસી વાતો કરવામાં આવે છે. ક્યારેક લોકો આ વિદ્યાનું અંધાનુકરણ પણ કરતા હોય છે. આ બધી વાતો છોડો આપણે વાત કરીશું આ લેખમાં હથેળી પર બનેલા વિવિધ નિશાન તેમજ રેખાઓ વિશે. જેના દ્વારા કહેવાય છે કે તમને પોતાના ભવિષ્ય વિશે નાના મોટા સંકેત મળતા હોય છે. હથેળીમાં બનેલ નિશાન તમારા અમીર તેમજ ગરીબ થવા અંગે પણ સંકેત આપે છે. ચાલો તો આ વિદ્યા વિશે થોડી માહિતી મેળવી લઈએ. 

તમે હથેળી પર એક બીજાને કાપતિ અગણિત રેખાઓ જોઈ હશે. ઘણી વખત આ રેખાઓ એકાબીજીને કાપતા હેશટેગ (#) જેવુ નિશાન બનાવે છે. ચાઇનિઝ પામિસ્ટ્રીમાં આ નિશાન ‘#’ ને ગુડલક કે શુભતાનું પ્રતિક સમજવામાં આવે છે. એવું કહેવામા આવે છે કે, જે લોકોની હથેળી પર આ નિશાન હોય છે, તેઓ કરિયરમાં ખૂબ જ તરક્કી કરે છે. આવા ભાગ્યશાળી લોકો પાસે ધનની કોઈ કમી રહેતી નથી. પછી ભલે તે નિશાન હથેળીના કોઈ પણ ભાગ પર બનેલું હોય. આવો આજે તમને આ લકી સાઇન વિશે વિસ્તારથી જણાવીએ.ક્યારે સારું પરિણામ આપે છે આ નિશાન?:- હસ્તરેખા શાસ્ત્રના વિશેષજ્ઞોની વાત માનીએ તો, જો ‘#’ નું નિશાન હ્રદય રેખા પર હોય તો, એવા લોકોનું કરિયર ખૂબ જ સારું હોય છે. આ લોકોની લીડરશિપ ક્વોલિટી સારી હોય છે. જો આ નિશાન હ્રદય રેખા અને ભાગ્ય રેખાની વચ્ચે હોય તો, આવા લોકો કારોબારમાં સારું પ્રદર્શન કરે છે. જો નિશાન હથેળીના ગુરુ પર્વત પર હોય તો, માણસ પાસે રૂપિયા-પૈસાની કોઈ કમી રહેતી નથી. 

જો નિશાન હથેળીના બુધ પર્વત (કનિષ્કા આંગળીની વચ્ચે) હોય તો, આવા લોકોને સમાજમાં ઘણું માન-સમ્માન પ્રાપ્ત થાય છે. તેમની પદ-પ્રતિષ્ઠાનું સ્તર હંમેશા ઊંચું રહે છે. હથેળીના શનિ પર્વત પર આવું નિશાન માણસને ઉચ્ચ અધિકારી બનવાનો સંકેત આપે છે. 

આંગળીઓ પર ‘#’ ના નિશાનનો શું મતલબ છે? 

તર્જની આંગળી:- જો હાથની તર્જની પર ‘#’ નું નિશાન બને તો, આવા લોકોને સરકારી સંસ્થાઓમાં કાર્યરત થવાની સંભાવના વધારે રહે છે. કરિયરના મોરચા પર આ લોકો ખૂબ તરક્કી કરે છે.

મધ્યમાં આંગળી:- મધ્યમાં આંગળી પર આવું નિશાન ધનની નિશાની હોય છે. આવા લોકો કરિયરમાં પણ ખૂબ જ આગળ રહે છે. તેમને હંમેશા પોતાના ભાગ્યનો સાથ મળે છે અને તેઓ એક સારા જીવનનો આનંદ લે છે.અનામિકા આંગળી:- જે લોકોની અનામિકા આંગળી પર આવું નિશાન હોય છે, તેઓ જીવનમાં ખૂબ જ સંતુષ્ટ રહે છે. તેમની પાસે ધન બેશક ન હોય પરંતુ, કિસ્મત ક્યારેય તેમનો સાથ છોડતી નથી. આ લોકો પોતાની બૌદ્ધિક ક્ષમતાથી મોટી ઉપલબ્દ્ધિઑ મેળવે છે. 

કનિષ્ઠા આંગળી:- કહે છે કે, ઘણા ઓછા લોકોને કનિષ્ઠા આંગળી પર આ નિશાન હોય છે. આ લોકો પોતાના પેશેવર જીવનમાં મોટી કામિયાબી મેળવે છે અને ઘણા પૈસા કમાય છે. 

આમ જુદીજુદી આંગળી પર દેખાતા આ નિશાન દ્વારા તમે પોતાનું કેરિયર તેમજ પૈસા કમાવવા બાબત તેમજ સમાજમાં માન સમ્માન મેળવવા અંગે જાની શકો છો. આ નિશાન તમારી ભાગ્ય રેખાને સૂચવે છે. સમાજમાં તેમજ વિવિધ ક્ષેત્રે આગળ વધવા માટે ભાગ્ય નો સાથ હોવો ખુબ જ જરૂરી છે. જો ભાગ્ય સાથ હશે તો ગમે તેવી મુશ્કેલીઓ તમે પાર કરી શકશો. આજ ભાગ્યનું ચક્ર છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment