આ છે લૂ અને ઉનાળાની ગરમીથી બચવાનો 100% કારગર ઉપચાર, જાણો આ દેશી ડ્રીંક બનાવવાની રીત અને અદ્દભુત ફાયદા વિશે…

ઉનાળાનું તાપમાન વધવાથી શરીર પર તેની ઘણી અસરો જોવા મળે છે. આ ગરમીને ઓછી કરવા માટે આપણે ઘણા ઉપાયો કરીએ છીએ. ખાસ કરીને અંદરની ગરમી દુર કરવા માટે ઠંડા પીણાનું વધુ સેવન કરીએ છીએ. આવો જ એક આયુર્વેદિક ઉપાય છે. જેના વિશે આપણે વિસ્તારથી જાણીશું.

અક્સર લોકો શરીરનું તાપમાન વધુ હોવાનો અથવા તો વધુ ગરમીનો અનુભવ કરે છે. ખાસ કરીને ઉનાળામાં ગરમીનો અનુભવ વધુ થાય છે. પરંતુ શું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે કે, શરીરનું તાપમાન વધવાનું કારણ શું હોય છે ? જો કે તેના માટે અનેક કારણો જવાબદાર હોય શકે છે. પરંતુ આ સમયે આપણે શરીરને ઠંડુ કરવા માટે કયા ક્યા ઉપાયો કરીએ છીએ. અમારી પાસે એક એવો આયુર્વેદિક ઉપાય છે જે તમારા શરીરનું તાપમાન ઓછું કરવામાં મદદ કરશે.

શરીરમાં વધુ ગરમી અથવા શરીરનું તાપમાન વધવાના ક્યાં કારણો છે ? :  1 ) જો તમને કોઈ સંક્રમણ છે જેમ કે તાવ અથવા તમને કોઈ સોજા સંબંધી બીમારી છે તો તમારું શરીરનું તાપમાન વધી શકે છે.
2 ) થાઈરોઈડની સમસ્યા થવાથી પણ તમારા શરીરનું તાપમાન વધી શકે છે. કારણ કે આ સમયે તમારા શરીરમાં થાઈરોઈડ હાર્મોન ગરમી વધુ પેદા કરે છે.
3 ) જો તમે બહાર વધુ તાપમાન અથવા વધુ ગરમી વાળા સ્થળે વધુ સમય વિતાવો છો. તો તેનાથી તમારું શરીર ડીહાઈડ્રેટ રહે છે અને તમારા શરીરનું તાપમાન વધી જાય છે.

4 ) ટાઈટ કપડા પહેરવાથી પણ ગરમી વધુ થાય છે. ખાસ કરીને તમારા કપડા સીન્થેટીક કપડા હોય. કારણ કે તેનાથી પરસેવો વધુ થાય છે. તમારી ત્વચા સરખી રીતે શ્વાસ નથી લઈ શકતી.
5 ) તમે શું ખાવ છો એ પણ તમારા શરીરનું તાપમાન વધારી શકે છે. જો તમે વધુ મસાલેદાર અથવા તળેલા પદાર્થ ખાવ છો તો તમારા શરીરમાં ગરમી વધી જાય છે. સાથે જ ડ્રાય ફ્રુટ્સ, નટ્સ, મીટ અને વધુ પ્રોટીન વાળા ફૂડસના સેવનથી ગરમી વધી શકે છે.

6 ) ચા અને કોફીના વધુ સેવનથી શરીરનું તાપમાન વધી શકે છે. કારણ કે તેમાં કેફીન વધુ હોય છે. આ સિવાય આલ્કાહોલનું વધુ સેવન પણ તેનું મુખ્ય કારણ છે.
7 ) વર્કઆઉટ કરવાથી પણ શરીર ગરમ થઈ જાય છે કારણ કે આ સમયે તમારી માંસપેશીઓમાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે.

8 ) જો કોઈ પણ પ્રકારની દવા લો છો તો પણ તમારું શરીરનું તાપમાન વધી જાય છે.
9 ) શરીરને ઠંડુ રાખવા માટે હાઈડ્રેટ રહેવું જરૂરી છે. પરંતુ જયારે તમે આવું નથી કરતા તો શરીરમાં પાણીની કમી આવે છે જેનાથી શરીર ગરમ થઈ જાય છે.

શરીરમાં વધુ ગરમીના નુકશાન : જો તમે વધુ તડકે થવા ગરમ સ્થળ પર લાંબા સમય સુધી રહો છો ખાસ કરીને ઉનાળામાં, આ ઋતુ તમારા સ્વાસ્થ્યને ઘણું નુકશાન કરી શકે છે. તે તમારા શરીરમાં પિત્તને ઉત્તેજિત કરે છે, જેનાથી શરીરમાં ગરમી વધી જાય છે. આ સ્થિતિમાં તમારે મેટાબોલીઝ્મ બરાબર કામ નથી કરતુ. જે શરીરમાં ઘણા રોગોને જન્મ આપે છે. વધુ ગરમીથી ચહેરા પર ખીલ, છાતીમાં જલન, ત્વચા લાલ નિશાન, ઉલટી અને દસ્ત જેવી સમસ્યાઓ થઈ શકે છે.

શરીરની ગરમી ઓછી કરવાના આયુર્વેદિક ઉપાયો : શરીરને અંદરથી ઠંડક પહોંચાડવા માટે દાણા અને મિશ્રીનું મિશ્રણ ખુબ જ અસરકારક સાબિત થઈ શકે છે. જેનો ઉલ્લેખ આયુર્વેદમાં થાય છે.

સામગ્રી : 8 ગ્રામ કોથમીરના બીજ, 50ml પાણી, સ્વાદ માટે મિશ્રી.
બનાવવાની રીત : એક વાસણ લઈ તેમાં બંને સામગ્રીને નાખીને સારી રીતે મિક્સ કરી લો, આ મિશ્રણને આખી રાત ઢાંકીને મૂકી દો, સવારે તેને ગાળી નાખો, તેમાં સ્વાદ અનુસાર મિશ્રી ઉમેરો.

આ ડ્રીંક તમારા માટે કંઈ રીતે ફાયદાકારક છે ? : આ ડ્રીંક તમારી શરીરની ગરમી ઓછી કરવામાં મદદ કરે છે. પેટ અથવા છાતીમાં જલનથી રાહત પહોંચાડે છે. જયારે તમે આ ડ્રીંક પીવો છો તો તમને વધુ તરસ પણ નથી લાગતી. ખાસ કરીને પિત્ત પ્રકૃતિ વાળા લોકો માટે આ ડ્રીંક ખુબ જ ફાયદાકારક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment