તમારા શરીરમાંથી આવતી પરસેવાની ગંધને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા, હોય શકે છે આ ગંભીર બીમારીઓના સંકેત…. જાણીને વિશ્વાસ નહિ આવે…

મિત્રો તમે ઘણી વખત પોતાના શરીરમાંથી આવતી દુર્ગંધ અનુભવી હશે. તેમજ ઘણી વખત તમે બીજા લોકોની પરસેવાની ગંધ પણ અનુભવી હશે. જો કે તમે જયારે દુર્ગંધ આવે છે ત્યારે કોઈ સ્પ્રે, બોડી સ્પ્રે, અથવા તો ડીઓ છાંટીને ગંધ દુર કરી દો છે. પરંતુ જો તમારા શરીરમાંથી વારંવાર દુર્ગંધ આવે છે તો તમારે માટે કોઈ બીમારીનો સંકેત પણ હોય શકે છે. આથી જો તમારી સાથે આવી કોઈ તકલીફ છે તો તમારે તરત જ તેના પ્રત્યે સાવધાન થઈ જવાની જરૂર છે.

ગરમીની ઋતુમાં પરસેવો આવવો એ સામાન્ય વાત છે. અમુક લોકોના પરસેવાથી એટલી ગંદી સ્મેલ આવતી હોય છે કે, તેમની સાથે 2 મિનિટ બેસવું પણ મુશ્કેલ થઈ જાય છે. એવા લોકોએ પરસેવાથી આવતી સ્મેલના કારણે શરમ અનુભવવી પડે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, પરસેવો શા કારણે આવે છે ? તેના શું કારણ હોય શકે છે ? અને જો તમારા પરસેવામાંથી ગંદી સ્મેલ આવતી હોય તો તે કંઈ બીમારી તરફ ઈશારો કરે છે.

શરીર માંથી આવતી ગંદી સ્મેલ શું છે ? : જ્યારે તમારો પરસેવો ત્વચા પર રહેલા બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે તો તેનાથી શરીરમાં ગંધ આવે છે. જણાવી દઈએ કે પરસેવાની પોતાની કોઈ સ્મેલ હોતી નથી, પરંતુ તમારી ત્વચા પર રહેલા બેક્ટેરિયા પરસેવા સાથે મળીને ગંધ ઉત્પન્ન કરે છે.

શરીરમાંથી મીઠી, ખાટી, તીખી અથવા ડુંગળી જેવી સ્મેલ આવી શકે છે. તમારા પરસેવાની માત્રા તમારા શરીરની ગંધને અસર કરતી નથી. માટે જો કોઈ વ્યક્તિને પરસેવો ન આવતો હોય તો પણ તેના શરીરમાંથી ગંધ આવી શકે છે. તેમજ જો કોઈ વ્યક્તિને ખુબ જ પરસેવો આવતો હોય તો તેનો મતલબ એ નથી કે, તેના શરીરમાંથી દુર્ગંધ પણ આવશે. શરીરમાંથી આવતી સ્મેલ એ વાત પર નિર્ભર કરે છે કે, તમારા શરીરમાં કેવા પ્રકારના બેક્ટેરિયા રહેલા છે અને તે બેક્ટેરિયા પરસેવાથી કંઈ રીતે સંપર્કમાં આવે છે.

ત્વચા પર રહેલ પરસેવાની ગ્રંથિઓ દ્વારા પરસેવો આવે છે. આપણા શરીરમાં બે પ્રકારની પરસેવાની ગ્રંથિઓ હોય છે. એક્ક્રાઈન અને એપોક્રાઇન. શરીરમાં સ્મેલ લાવવા માટે એપોક્રાઇન ગ્રંથિ જવાબદાર હોય છે.

1 ) એક્ક્રાઈન ગ્રંથિઓ – એક્ક્રાઈન ગ્રંથિઓ ત્વચા પર પરસેવો લાવે છે. જેવો પરસેવો સુકાય છે, તરત જ તે આપણી સ્કિનને ઠંડી કરવામાં અને બોડી ટેમ્પરેચરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન કરતી નથી. જ્યારે કોઈ ફિઝિકલ એક્ટિવિટી અથવા ગરમીના કારણે બોડી ટેમ્પરેચર વધે છે તો સ્કીન પર રહેલ પરસેવો સુકાવાથી ઠંડક મળે છે. એક્ક્રાઈન ગ્રંથિઓ હથેળી અને તળિયાની સાથે શરીરના ઘણા ભાગને કવર કરે છે.

2 ) એપોક્રાઇન ગ્રંથિઓ – એપોક્રાઇન ગ્રંથિઓ પરસેવો ઉત્પન્ન કરે છે જે તમારી ત્વચા પર બેક્ટેરિયાના સંપર્કમાં આવવાથી દુર્ગંધ ઉત્પન્ન કરે છે. યુવાવસ્થા સુધી એપોક્રાઇન ગ્રંથિઓ કામ કરવાનું શરૂ કરતી નથી. તેજ કારણ છે કે નાના બાળકોના શરીરમાં દુર્ગંધ આવતી નથી.

આ વસ્તુઓના સેવનથી આવે છે પરસેવા માંથી દુર્ગંધ : પરસેવો વળવો એ બોડીની એક નેચરલ પ્રોસેસ હોય છે, પરંતુ અમુક વસ્તુઓના સેવન, જીનેટીક અને હાઇજિનના કારણે પરસેવાથી દુર્ગંધ આવે છે. આવો જાણીએ કંઈ વસ્તુઓના સેવનથી પરસેવામાં દુર્ગંધ આવે છે. જેમાં ડુંગળી, લસણ, કોબીજ, બ્રોકલી, ફુલાવર.

શરીરની દુર્ગંધ વધારી શકે છે આ વસ્તુઓ : કૈફિન, મસાલેદાર વસ્તુઓ, દારૂ.

ક્યાં કારણે આવે છે પરસેવાથી દુર્ગંધ : એવા ઘણા કારણો છે જેના કારણે પરસેવાથી દુર્ગંધ આવી શકે છે. ઉદાહરણ તરીકે દવાઓ, સપ્લીમેંટ્સના સેવનથી પણ પરસેવામાં સ્મેલ આવી શકે છે. હાઈકિટોનના લેવલને કારણે તમારું બ્લડ એસિડિક થઈ શકે છે. જેનાથી તમારા પરસેવાથી ફ્રૂટી સ્મેલ આવી શકે છે. લીવર અથવા કિડનીની બીમારી હોય ત્યારે શરીરમાં ટોકસીન જમા થઈ જાય છે. જેના કારણે પરસેવાથી બ્લીચ જેવી સ્મેલ આવી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment