ધોમધખતી ગરમીમાં અને પરસેવાથી રાહત મેળવવા માટે આજકાલ મોટાભાગના લોકો AC નો સહારો લે છે. પરંતુ હવે માણસો AC ને જરૂરિયાત પ્રમાણે નહિ, પરંતુ વ્યસન તરીકે ઉપયોગ કરે છે. ઘર, ઓફિસ અને કાર બધું જ એરકંડીશન હોય છે. તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પહોંચતા જ લોકો AC વગર શ્વાસ નથી લઈ શકતા. પરંતુ શું તમે જાણો છો કે એરકંડીશનરની આ આદત આપણા શરીર પર કેટલી ખરાબ અસર કરે છે. માટે આ લેખને અવશ્ય વાંચો અને જાણો AC માં રહેવાના ભયંકર અને જીવલેણ નુકશાન…
રેસ્પિરેટરી : વધુ સમય AC માં રહેવા વાળા લોકોને નાક અને ગળા સાથે જોડાયેલી રેસ્પિરેટરીની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે ગળાની ડ્રાયનેસ, રાઈનાઈટીસ અને નસલ બ્લોકેજનો શિકાર થઈ શકે છે. રાઈનાઈટીસ એક એવી કંડીશન છે જે નાકના મ્યુક્સ મેમ્બ્રેન્સમાં ઇન્ફલેમેશનને વધારે છે. આવું વાયરલ ઇન્ફેકશન અથવા એલર્જીક રીએક્શનનું કારણ હોય છે.
અસ્થમા અને એલર્જી : અસ્થમા અને એલર્જીથી પીડિત લોકો માટે AC ખુબ જ ખતરનાક સાબિત થાય છે. સેન્સેટીવ લોકો મોટાભાગે પ્રદુષણથી બચવા માટે ખુદને ઘરમાં બંધ રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં લાગેલું AC બરોબર સાફ ન કરેલું હોય તો અસ્થમા અને એલર્જીથી પીડિત લોકો માટે મુશ્કેલી ઉભી થાય છે.
ઇન્ફેક્શિયસ ડિસીઝ : વધુ સમય AC માં રહેવાથી આપણા નસલ પેસેજ ડ્રાય થઈ શકે છે. તેનાથી મ્યુક્સ મેમ્બ્રેન્સની સમસ્યા પણ વધી શકે છે. પ્રોટેક્ટીવ મ્યુક્સ વગર વાયરલ ઇન્ફેકશનનો ખતરો વધુ પ્રમાણમાં રહે છે.
ડિહાઈડ્રેશન : રૂમ ટેમ્પરેચરના મુકાબલે AC માં રહેતા લોકોમાં ડિહાઈડ્રેશનની સમસ્યા વધુ જોવા મળે છે. જો AC રૂમની અંદરના ભેજને વધુ સુકવી નાખે તો તમારું શરીર ડિહાઈડ્રેટ થઈ શકે છે.
માથાનો દુખાવો : AC ના કારણે થયેલા ડિહાઈડ્રેશનની સમસ્યા માથાનો દુખાવો અથવા માઈગ્રેનનું કારણ બની શકે છે. ડિહાઈડ્રેશન એક ટ્રીગર છે જેને માઈગ્રેનના કેસમાં લગભગ નજરઅંદાજ કરી દેવામાં આવે છે. AC માં રહ્યા બાદ જો તમે તરત જ તડકામાં બહાર જાવ છો, તો તમને માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. જો તમને AC રૂમને બરોબર મેન્ટેન ન કરો તો પણ માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે.
ડ્રાય આઈઝ : જો તમે ડ્રાય આઈઝ એટલે કે આંખો કોરી પડી જતી હોય વધુ સમય AC માં રહેવું તમારા માટે બિલકુલ પણ યોગ્ય નથી. આંખમાં ખંજવાળ અને બેચેનીની આ સમસ્યા ખુબ જ મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. ડ્રાય આઈ સિન્ડ્રોમથી પીડિત લોકોને વધુ સમય AC માં રહેવાની સલાહ આપવામાં આવે છે.
ડ્રાય સ્કીન : AC માં વધુ સમસ્ય સુધી બેસી રહેવા વાળા લોકોને ખંજવાળ અથવા રફ ત્વચાની સમસ્યા થઈ શકે છે. સુરજના તેજ કિરણોને સંપર્કમાં આવવાની સાથે સાથે વધુ સમય AC માં રહેવાથી ડ્રાય સ્કીનની સમસ્યા વધે છે. સેન્સેટીવ સ્કીન વાળા લોકોને તો AC માં વધુ સાવધાની રાખવી જોઈએ.
જો તમે સતત એસીમાં બેસી રહેતા હો, તો આજથી તેના પ્રમાણમાં જરૂર ઘટાડો કરો. કેમ કે AC થી આપણા હાડકાને પણ ગંભીર નુકશાન થાય છે. માટે AC જેટલું સુવિધાજનક છે એટલું જ શરીર માટે નુકશાનકારક છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી