શિયાળામાં પીવો કાળા ચણાનું આ સૂપ, શરીરને અંદરથી ગરમ કરી આ 9 બીમારીઓને કરશે કંટ્રોલ. જાણો રેસીપી અને ફાયદાઓ…

મિત્રો આ ઠંડીની ઋતુમાં ગરમા ગરમ સૂપ પીવાની અલગ જ મજા હોય છે. તેનાથી શરીરને એક પ્રકારે આરામ મળે છે. તેમજ શરીર પણ સ્વસ્થ રહે છે. આમ અનેક સુપો માં એક સૂપ છે કાળા ચણાનું સૂપ. જે ખુબ જ હેલ્દી માનવામાં આવે છે. 

શિયાળાની ઋતુમાં ખાણી પીણીનું સરખું ધ્યાન રાખવાથી તમે કડાકેદાર ઠંડીથી તમારા શરીરને બચાવી શકો છો. તમે બધાએ સવારના સમયે નિયમિત રૂપથી પલાળેલા કે બાફેલા ચણા ખાવાથી થતાં ફાયદાઓ વિશે તો સાંભળ્યુ જ હશે. પરંતુ શું તમે જાણો છો કે કાળા ચણાનું રોજ સેવન કરવાથી તમે શિયાળાની ઋતુમાં ઠંડીથી બચી શકો છો અને તે તમારા શરીરને ગરમ રાખવાનું કામ કરે છે.

કાળા ચણામાં શરીર માટે જરૂરી એવા પ્રોટીન, ફાઈબર, મિનરલ, વિટામિન અને હ્રદય માટે ફાયદાકારક હેલ્થી ફૈટ ઉચિત માત્રામાં જોવા મળે છે. આમ પણ સ્વાસ્થ્ય માટે ચણાનું સેવન દરેક સમયે કરી શકાય છે પરંતુ જો તમે કાળા ચણાના સુપનું સેવન શિયાળાની ઋતુમાં કરશો તો તેનાથી તમારું શરીર ગરમ રહે છે અને શરીરને જરૂરી પોષકતત્વોની ઉણપ પણ નહીં રહે. તો આવો જાણીએ શિયાળામાં કાળા ચણાના સુપનું સેવન કરવાથી થતાં ફાયદાઓ વિશે. 

શિયાળામાં કાળા ચણાનું સૂપ પીવાથી થતાં ફાયદાઓ : બદલાતી ઋતુમાં શરીરને બીમારીઓ અને સમસ્યાઓથી બચાવવા માટે તમારે સ્વસ્થ અને સંતુલિત ખાણી પીણીની જરૂર રહે છે. શિયાળાની ઋતુમાં ચણાનું સેવન ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. શિયાળામાં શરીરને ગરમ રાખવા અને તાકાત આપવા માટે કાળા ચણાનું સૂપ પીવું ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે. 

કાળા ચણામાં રહેલા કાર્બોહાઈડ્રેડ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મિનરલ્સ, વિટામીન્સ, ફૉસ્ફરસ અને પોટેશિયમ શરીર માટે ઘણા જ ઉપયોગી બની રહે છે. જે શરીરને ગરમ રાખવાનું કામ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કાળા ચણાનું સેવન કરવું ઘણું જ ફાયદાકારક રહે છે. તે ડાયાબિટીસના દર્દીઓમાં ગ્લાઇસેમિક ઇંડેક્સ ને સંતુલિત રાખવાનું કામ કરે છે જેનાથી શરીરમાં રહેલ બ્લડ શુગરનું લેવલ ખૂબ ઝડપથી વધતું નથી. શિયાળામાં કાળા ચણાથી બનેલા સુપનું સેવન કરવાથી તમને આ ફાયદાઓ મળી શકે છે.

1) કાળા ચણાના સુપનું ઉચિત માત્રામાં સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિનની અછત ઊભી થતી નથી. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન રહેલું હોય છે જેનું સેવન શરીર માટે ઉપયોગી ગણાય છે. આયર્નના ઉચિત માત્રામાં સેવનથી તમારા શરીરમાં લોહીની ઉણપ ઊભી થતી નથી.

2) ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે કાળા ચણાનું સેવન ઘણું જ ફાયદાકારક હોય છે. કાળા ચણાથી બનેલા સુપનું સેવન કરવાથી ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં શુગરનું લેવલ કંટ્રોલ કરવામાં સહાયતા મળે છે. કાળા ચણામાં કાર્બોહાઈડ્રેડ રહેલું હોય છે જે પચતા વાર લાગે છે. તેના કારણે દર્દીઓમાં શુગર લેવલ કંટ્રોલમાં મદદ મળે છે.

3) વજન ઘટાડવા માટે કાળા ચણાના સુપનું સેવન ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે. તેમાં ફાઈબર ઉચિત માત્રામાં જોવા મળે છે જે પચવામાં વાર લાગે છે અને તે તમને જલ્દી ભૂખ લાગવા દેતું નથી. કાળા ચણાનું સેવન કરવાથી જલ્દી ભૂખ લાગતી નથી અને તેના કારણે વારંવાર ખાવાનું મન થતું નથી. તે વજન ઘટાડનારાઓ માટે ખૂબ જરૂરી છે.

4) શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત રાખવા માટે કાળા ચણાનું સૂપ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. લો ગ્લાઇસેમિક ઇંડેક્સ અને ફાઇબરને કારણે કાળા ચણાનું સેવન કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત રાખવામા ખૂબ જ લાભદાયી રહે છે. કાળા ચણાથી બનેલા સુપનું સેવન તમારા શરીરમાં એલડીએલ કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે.

5) કાળા ચણામાં પ્રોટીનની ઉચિત માત્રા રહેલી હોય છે જે શરીરમાં નવી કેશિકાઓના નિર્માણ અને માંસપેશીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનું સેવન કરવાથી તમારી માંસપેશીઓનો વિકાસ સારી રીતે થાય છે.

6) શિયાળની ઋતુમાં કાળા ચણાથી બનેલા સુપનું સેવન શરીરને ગરમ રાખવાનું કામ કરે છે. તેનાથી તમારા શરીરને ઠંડી સામે રક્ષણ મળે છે. કાળા ચણામાં રહેલ વિટામિન એ વાળ અને સ્કીન માટે સારું ગણવામાં આવે છે. તેના નિયમિત રૂપથી સેવનથી તમને ખરતા વાળ અને સ્કિનની ઘણી તકલીફોમાં રાહત મળી શકે છે.

8) આજકાલ ઘણી સ્ત્રીઓને નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે છે. આનું એક કારણ તમારા શરીરમાં રહેલી મેંગનીજની ઉણપ પણ હોય શકે છે. કાળા ચણામાં મેંગનીજ અને આયર્ન રહેલા હોય છે. જે વાળને સફેદ થવાથી બચાવે છે માટે કાળા ચણાનું સેવન આ સમસ્યાઓ માટે પણ લાભદાયી ગણાય છે.

કાળા ચણાનું સૂપ બનાવવાની સામગ્રી અને રીત : 1 કપ કાળા ચણાનું ઉકાળેલું પાણી, 1\2 ચમચી મરી પાવડર, 1 ચમચી દેશી ઘી, 1\2 ચમચી શેકેલું જીરું પાવડર, મીઠું (સ્વાદ મુજબ).

કાળા ચણાનું સૂપ બનાવવા માટે સૌથી પહેલા થોડા બાફેલા ચણા મિકસરમાં નાખી સરખી રીતે વાટી લો. ચણાનું ઉકળેલું પાણી બીજી વખત ઉકળવા મૂકો અને તેમાં વાટેલાં ચણા પણ મિક્સ કરો. હવે એક પેનમાં ઘી લઈ તેમાં મરી પાવડર અને જીરું ઉમેરો. પછી તેમાં ચણાના પાણી વાળું પેસ્ટ ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો. હવે તેમાં પોતાના સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

ઉપર જણાવેલ રીતથી કાળા ચણાનું સૂપ બનાવીને તેનું સેવન કરવાથી શરીરને ફાયદો મળે છે. જો તમને ખાણીપીણીથી જોડાયેલી કોઈ સમસ્યા હોય તો આનું સેવન કરતાં પહેલા એક વખત ડોકટરનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment