શિયાળામાં રોજ કરો આનું સેવન કબજિયાત સહિય પાચનને લગતી તમામ સમય કરી દેશે ગાયબ… વજન અને બ્લડ પ્રેશર તરત જ આવી જશે કંટ્રોલમાં…

શિયાળો શરુ થઇ ગયો છે એટલે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણે શરીરને ગરમી મળે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જો કે આ ઋતુમાં અનેક શાકભાજી આવતી હોય છે, એવામાં એક કઠોળ છે જેનું નામ બાકળા છે. જેનું સેવન આ ઋતુમાં કરવાથી ઘણા ફાયદાઓ થાય છે. 

શિયાળાની ઋતુમાં બજારમાં લીલા શાકભાજીઓ આસાનીથી મળી જાય છે, જેના સેવનથી શરીરને ઘણા ફાયદાઓ થાય છે. આ જ લીલા શાકભાજીઓ માંથી એક છે બાકળા. જે FAVA બીન્સ તરીકે પણ ઓળખાય છે. બાકળાનો ઘણા લોકો શાકભાજીમાં ઉપયોગ કરે છે, તો ઘણા લોકો તેને સલાડમાં ઉપયોગ તરીકે લેતા હોય છે. પરંતુ તમે કોઈ પણ રીતે ઉપયોગ કરો શરીર માટે હંમેશા તે ફાયદાકારક જ રહે છે. કહેવામા આવે છે કે તેમાં પોટેશિયમ, વિટામિન બી6, મેગ્નેશિયમ વગેરે ઘણા વિટામીનો સારી એવી માત્રામાં જોવા મળે છે. તો ચાલો આ લેખમાં જાણીએ કે ડાયેટમાં બાકળાનો સમાવેશ કરવાથી શરીરની કઈ કઈ તકલીફોને દૂર કરી શકાય છે.

1) વજન ઘટાડવા માટે : આજે મોટાભાગના લોકો વજન ઘટાડવા માંગે છે આ માટે તેઓ અનેક ડાયેટને ફોલો કરતા હોય છે. વજન ઘટાડવું એ ખુબ જ  અઘરું કામ છે પણ તમે નિશ્ચિત ડાયેટને ફોલો કરીને વજન ઘટાડી શકો છો. બાકળા એ વજન ઘટાડવા માટે બેસ્ટ આહાર ગણવામાં આવે છે. જો તેનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો સ્થૂળતા ઘટાડી શકાય છે. કહેવાય છે કે બાકળામાં ફાઈબર અને મોનો અન્સેચૂરેટેડ રહેલા હોય છે, જે વજનને વધવા દેતા નથી અને સ્થૂળતા પણ ઓછી કરે છે. ઘણા લોકો તેનું જ્યુસ બનાવીને પણ પીતા હોય છે. 

2) પાચનક્રિયા માટે બેસ્ટ : આજે લોકોનો ખોરાક એટલો ખરાબ થઇ ગયો છે કે લોકોની પાચનક્રિયા દિવસે દિવસે ખરાબ થતી જાય છે. કહેવાય છે કે બાકળામાં ફાઈબર ભરપૂર માત્રામાં રહેલું હોય છે. જે પાચનક્રિયાની સાથે સાથે સ્કિનને પણ સારી રાખવાનું કામ કરે છે. કહેવાય છે કે અઠવાડિયામાં એક થી બે વખત તેના સેવનથી પેટ પણ સાફ રહે છે. આ માટે તમે તેના જ્યુસનો પણ ઉપયોગ કરી શકો છો. 

3) બ્લડ પ્રેશર માટે બેસ્ટ : જો તમે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માંગતા હો તો તમે પોતાની ડાયેટમાં બાકળાને સામેલ કરી શકો છો. લેખની શરૂઆતમાં જ લખ્યું હતું કે બાકળા પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઇબરથી ભરપૂર હોય છે, જે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં ઘણી મદદ કરે છે. જો તમે બ્લડ પ્રેશરથી પરેશાન હોય તો, તેનું સેવન તમારા માટે બેસ્ટ બની શકે છે. બાકળામાં ફૈટ પણ ખૂબ ઓછી માત્રામાં જોવા મળે છે જે વજનને નિયંત્રણમાં રાખવા ઘણી મદદ કરી શકે છે. આ માટે તમારે નિયમિત રીતે આનું સેવન કરવું જોઈએ.

4) પ્રોટીનનો બેસ્ટ સ્ત્રોત : ઘણા લોકો એવું માને છે કે બાકળાએ પ્રોટીનનો બેસ્ટ સ્ત્રોત છે. તેના સેવનથી એનર્જી લેવલ પણ સરખું રહે છે. ઘણા લોકો તો કોલેસ્ટ્રોલના વધતાં લેવલને ઓછું કરવા માટે પણ બાકળાનો ઉપયોગ કરે છે. ડાયાબિટીસ દૂર કરવા માટે પણ આનો ઉપયોગ થાય છે. જો તમે નિયમિત સમય અને સરખી માત્રામાં તેનું સેવન કરો છો તો આ બધા સિવાય અન્ય ઘણી તકલીફોને દૂર કરી શકાય છે. 

આમ તમે બાકળાને પોતાની ડાયેટમાં સામેલ કરીને વજન ઘટાડવાથી લઈને બીજી અનેક તકલીફો દુર કરી શકો છો. આમ જોઈ શકાય છે કે બાકળા આપણાં શરીરના સ્વાસ્થ્ય માટે કેટલા પ્રમાણમા ઉપયોગી બની રહે છે. શરીરને તકલીફોને દૂર રાખવા માટે આપણે નિયમિત રીતે બાકળાનું સેવન જરૂરથી કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment