પોસ્ટ ઓફિસ ઘણી બધી બચત યોજના ચલાવે છે, અને આ યોજનાની સૌથી ખાસ વાત એ હોય છે કે, તેની ઉપર સરકારની ગેરેંટી હોય છે. એટલે કે તમારા પૈસા ક્યારેય ડૂબશે નહીં, આવો જાણીએ સંપૂર્ણ માહિતી.
પોસ્ટ ઓફિસની યોજનાઓ ઝીરો રિસ્ક પર આપણને ઘણા બધા ફાયદા આપે છે. પોસ્ટ ઓફિસની સૌથી ખાસ વાત એ હોય છે કે તેની ઉપર સરકારની ગેરેંટી હોય છે એટલે કે, અહીં જોખમ ઘણું બધું ઓછું છે. આવો જાણીએ કે પોસ્ટ ઓફિસની દરેક બચત યોજના વિશે જેમાં તમે ઈન્વેસ્ટ કરી શકો છો અને તમારા પૈસા ડબલ થઈ જશે તેની સાથે જ આ દરેક યોજનાના વ્યાજ દર વિશે પણ જાણીએ.
1 ) પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ : પોસ્ટ ઓફિસની એક વર્ષથી લઈને ત્રણ વર્ષ સુધીની ટાઈમ ડિપોઝિટમાં આ વખતે 5.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. જો તમે તેમાં રોકાણ કરવા માંગો છો તો તમારા પૈસા લગભગ 13 વર્ષમાં ડબલ થઈ જશે. આવી રીતે પાંચ વર્ષની ટાઇમ ડિપોઝિટ પર તમને 6.4 ટકા વ્યાજ મળી રહ્યું છે અને આ વ્યાજ દરથી જો તમે પૈસાનું રોકાણ કરો છો તો તમારા પૈસા લગભગ 10.75 વર્ષમાં ડબલ થઈ જશે.
2 ) પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક એકાઉન્ટ : પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક એકાઉન્ટમાં જો તમે તમારા પૈસા મૂકો છો તો તમારા પૈસા ડબલ થવામાં વધુ રાહ જોવી પડશે કારણ કે તેમાં 4.0 ટકા વ્યાજ મળે છે એટલે કે તમારા પૈસા 18 વર્ષે ડબલ થશે.
3 ) પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ : પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ ઉપર તમને 5.8 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે, એવામાં આ વ્યાજ દરથી જો તમે પૈસાનું રોકાણ કરો છો તો લગભગ 12.41 વર્ષમાં તે ડબલ થઈ જશે.
4 ) પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમ : પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમ ઉપર હમણાં 6.6 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ વ્યાજ દરથી જો તમે રૂપિયા રોકાણ કરો છો તો લગભગ 10.91 વર્ષમાં તે ડબલ થઈ જશે.
5 ) પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ : પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સ્કીમ આ વખતે 7.4 ટકા વ્યાજ આપી રહી છે. તમારા પૈસા આ સ્કીમમાં લગભગ 9.73 વર્ષમાં જ ડબલ થઈ જશે.
6 ) પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ : પોસ્ટ ઓફિસની 15 વર્ષની પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ઉપર અત્યારે 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે. એટલે કે આ રેટ ઉપર તમારા પૈસા ડબલ થવામાં લગભગ 10.14 વર્ષનો સમય લાગશે.
7 ) પોસ્ટ ઓફિસ સુકન્યા સમૃદ્ધિ ખાતું : પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ ખાતાની સ્કીમ ઉપર અત્યારે સૌથી વધુ 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે. દીકરીઓ માટે ચલાવવામાં આવતી આ સ્કીમમાં પૈસા ડબલ થતાં લગભગ 9.47 વર્ષનો સમય લાગી શકે.
8 ) પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ : પોસ્ટ ઓફિસના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ઉપર અત્યારે 6.8 ટકા વ્યાજ મળી રહ્યું છે, તેમાં રોકાણ કરવાથી ઇન્કમ ટેક્સની બચત પણ કરી શકાય છે. આ વ્યાજ દરથી તમારા રોકાણ કરેલા પૈસા લગભગ 10.59 વર્ષમાં ડબલ થઈ જશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી