શિયાળામાં ફાટેલી પગની એડીઓ માટે અપનાવો આ અસરકારક આયુર્વેદિક ઉપાય, બની જશે માખણ જેવી મુલાયમ અને ગુલાબી.

મિત્રો તમે હાલ તો શિયાળાની ઠંડી ઋતુની મજા માણતા જ હશો. એકદમ ગુલાબી ઠંડીમાં ગરમાગરમ ચા, તલસાંકળી, સિંગપાક, સાની તેમજ શરીરને અનુકુળ એવી ગરમ વસ્તુઓનું સેવન તમે કરતા હશો. પણ શિયાળામાં મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે કે, તેની સ્કીન એકદમ ડ્રાય થઈ જાય છે. બેજાન થઈ જાય છે. તેમજ ઘણા લોકોને પગની પાની પણ ફાટી જાય છે. જો તમારે પણ આવું થાય છે તો અપનાવો એવા આયુર્વેદિક ઉપચાર કે જેને એક વખત કર્યા પછી તમારા પગ એકદમ સુકોમળ થઈ જશે.

ઘણા લોકોની ફરિયાદ હોય છે કે, તેમની પગની પાની ફાટી જાય છે. જો કે આ શિકાયત શિયાળામાં વધુ હોય છે, અને પાની ફાટવાથી પાનીમાં દુઃખાવા થાય છે. ઘણા લોકોને તેમાંથી લોહી પણ નીકળે છે. જો કે આ રીતે પાની ફાટવાના ઘણા કારણો હોય શકે છે.

જેમ કે વજન વધુ હોવું, લોહીમાં ગડબડ હોવી, ત્વચા ડ્રાય હોવી, આમ સૌથી પહેલા તો એ જાણવું જોઈએ કે, પાની ફાટવાનું કારણ શું છે. ડોક્ટરના કહ્યા પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓને આ શિકાયત વધુ હોય છે. આ સિવાય થાયરોઈડ પણ તેનું કારણ છે. વિટામીનની ઉણપ, ઓછું પાણી પીવું, વગેરે તેના કારણો હોય શકે છે.1 ) આમ તમને જણાવી દઈએ કે, આયુર્વેદમાં ઘણા રોગોના ઉપચાર વિશે જણાવવામાં આવ્યું છે. આમ એક ઉપાય અનુસાર જો તમે કેળાને ફાટેલી પાની પર લગાવો છો તેનાથી આરામ મળે છે. આ માટે તમારે એક કેળું લઈને તેને ક્રશ કરીને ફાટેલી પાની પર 15 મિનીટ રાખી ધોઈ નાખો.

2 ) આ સિવાય બીજા અન્ય ઉપાયમાં પહેલા પાણી ગરમ કરો પછી તેમાં સોડીયમ અને વેસેલીન નાખો ત્યાર બાદ પગની પાણીને તેમાં એક કલાક સુધી રાખો. ત્યાર પછી પાનીને બારીકીથી સાફ કરવાની, અને ફાટેલી પાનીની તિરાડો હોય એમાં ક્રીમ લગાવી દેવી.3 ) ત્યાર બાદ છે સરસવનું તેલ. સરસવના તેલને ગરમ કરીને તેને ફાટેલી પાની પર લગાવી દેવાનું. તેનાથી પણ તમને રાહત મળશે.

4 ) આ સિવાય બીજા અન્ય ઉપચારમાં તમે ગ્લિસરીન, અને ગુલાબ જળ મિક્સ કરીને તેને લગાવી શકો છો. તેમજ મૃત ત્વચાની સ્થિતિમાં ચોખાનો લોટ, મધ અને સફરજનની છાલની પેસ્ટ બનાવીને પાની પર લગાવવાથી રાહત થાય છે.

5 ) આ સિવાય બીજા એક અન્ય ઉપચારમાં તમે મીણ અને સરસવનું તેલ પણ ઘણો ફાયદો કરે છે. 50 મીલી સરસવનું તેલ ગરમ કરીને તેમાં 25 ગ્રામ મીણ મિક્સ કરી લો. જ્યારે મીણ બરાબર મિક્સ થઈ જાય ત્યારે વાસણને ઠંડુ થવા દો. થોડું ગરમ હોય ત્યારે તેમાં 5 ગ્રામ કપૂર નાખીને એક મલમ તૈયાર કરી લો. રાત્રે સુતા પહેલા તેને લગાવો. તેનાથી તમને તરત જ રાહત મળશે.6 ) આ સિવાય લીમડાના પાનની પેસ્ટ બનાવીને તેને હળદર સાથે મિક્સ કરીને અડધી કલાક સુધી રાખી મુકો. ત્યાર પછી પગને ગરમ પાણીથી ધોઈ નાખો. આમ બદલાતા મૌસમની સાથે પાનીની સાફ સફાઈ રાખવી ખુબ જરૂરી છે. બહાર જાવ ત્યારે સાફ મોજા પહેરો.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment