મિત્રો તમે ઘી તો ખાતા જ હશો અને હાલ શિયાળો પણ શરૂ છે, તો આ ઠંડી ઋતુમાં ઘી તો ખાવું જ જોઈએ. કારણ કે તેનાથી શરીરને એક પ્રકારની ગરમી મળે છે. તેમજ તમારી તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. પરંતુ ઘી ખાવા માટે પણ એક પદ્ધતિ છે. ટૂંકમાં ઉંમર અનુસાર ઘીનું સેવન કરવું જોઈએ. તો આજે અમે તમને જણાવશું કે તમારી ઉંમર અનુસાર તમારે કેટલું ઘી ખાવું જોઈએ. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી.
મિત્રો તમે જાણો છો કે પહેલાના સમયમાં લોકો ઘી ખાવાનું વધારે પસંદ કરતા હતા અને પહેલાના વડીલોના ખોરાકમાં ઘીનું પ્રમાણ વધારે હતું. કેમ કે ઘી આપણા શરીર માટે શક્તિશાળી ખોરાક માનવામાં આવે છે. તેનાથી શરીરમાં એનર્જી રહે છે, અને સ્વાસ્થ્ય સારું રહે છે. પણ કેટલાક લોકોના મનમાં એવી વાત સતાવે છે કે, ઘી ખાવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી શરીર જાડું બની જાય છે.
ઘણા લોકો એવું માને છે કે, જો ઘી ખાવામાં આવે તો શરીરના કદમાં ફેરફાર થાય છે અને વજન વધવાની પણ તકલીફ થાય છે. જ્યારે બજારમાં રીફાઇન્ડ તેલનો ધંધો કરતી કંપનીઓ ઘી માટે ઘણી અફવા ફેલાવી હતી, તેમાંથી એક છે ઘી ખાવાથી વજનમાં વધારો થાય છે. પરંતુ એ ખોટું છે, જ્યારે સાચું એ છે કે તમે રોજ તમારા ખોરાકમાં ઘી નાખીને ખાવાથી તમારો વજન વધતો નથી, પરંતુ ઘટે છે. તેમાં પણ સૌથી મોટી વાત એ છે કે, ઘી ખાવાથી તમારા પેટની ચરબી જલદીથી ઘટે છે. એટલા માટે તમારે તમારી ઉંમરના પ્રમાણમાં ઘી ખાવું જોઈએ. તો ચાલો મિત્રો આપણે જાણીએ કે, વજન ઘટાડવા માટે તમારે રોજ કેટલી ચમચી ઘી ખાવું જોઈએ.દેશી ઘી ખાવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે. તેમાં વિટામિન ભરપુર માત્રામાં મળી આવે છે. તે માત્ર સ્વાસ્થ્ય માટે જ નહિ પણ સ્કિન અને વાળ માટે ખુબ જ ફાયદાકારક છે. રોજ એક ચમચી દેશી ઘી ખાવાથી પાચનશક્તિ મજબુત બને છે. માર્કેટમાં મળતા બનાવટી ઘી નો રંગ સફેદ હોય છે. જ્યારે દેશી ઘીનો રંગ થોડો પીળો હોય છે. જો તમે ઘરે મલાઈમાંથી બનાવેલા ઘી નો ઉપયોગ કરો છો તો ઘણો ફાયદો થાય છે. બને ત્યાં સુધી તેનો ઉપયોગ વધારે કરવો.
પહેલાના સમયમાં લોકો ખાવામાં ઘીનો ઉપયોગ વધારે કરતા હતા. પણ અમુક સમયે તેલનો વેપાર કરનાર લોકોએ દરેકના મનમાં એવી વાત બેસાડી દીધી કે ઘી ખાવાથી વજન વધે છે અને શરીર જાડુ થાય છે. પણ તે વાત તદન ખોટી છે જો રોજ ઘી ખાવાથી શરીરની ચરબી ઘટે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
ઉંમર પ્રમાણે કેટલી ચમચી ઘી ખાવું જોઈએ : 4 થી 5 વર્ષ ના બાળકો અને તરુણો, જેની ઉમર 18 વર્ષની હોય એ લોકોને રોજનું બે થી ત્રણ ચમચી ઘી ફરજિયાત ખાવું જોઈએ. એટલા ઘીનો વજન લગભગ 15 થી 20 ગ્રામ હોય છે. નાના બાળકોને એટલું ઘી ખાવાથી શરીરમાં ખુબ જ પ્રમાણમાં ફાયદો થાય છે અને શરીર તંદુરસ્ત રહે છે.18 થી 45 વર્ષના લોકો જે યુવાન માનવામાં આવે છે તેવા લોકો એ રોજ એકથી બે ચમચી ઘી ખાવું જોઈએ. જેમાં ઘીનો વજન 10 થી 12 ગ્રામ હોય છે. તેનાથી શરીરમાં ખુબ જ એનર્જી રહે છે, કેમ કે આ સમયના લોકો વધારે કામમાં વ્યસ્ત હોય છે તેથી શરીરને તાકાત મળે છે.
વડીલ લોકો જેની ઉંમર 45 થી 60 વર્ષ હોય તેવા લોકોએ રોજ 1 ચમચી ઘી એટલે કે 8 થી 10 ગ્રામ ઘી ખાવું જોઈએ. જેનાથી ગઢપણમાં ઘી ખાવાથી તેના હાડકાઓ મજબુત રહે છે અને શરીરમાં ચીકાશ રહે છે. તેથી તેને સાંધાના દુઃખાવાની તકલીફમાં રાહત મળે છે.
પ્રેગ્નેટ સ્ત્રીઓ અને બાળકને સ્તનપાન કરાવનાર સ્ત્રીઓને રોજ બેથી ત્રણ ચમચી ઘી ખાવું જોઈએ. તેનાથી માતાના દૂધની ગુણવતામાં સુધારો થાય છે. જો તમે તમારી ઉંમર પ્રમાણે ઘી ખાશો તો તમારી બોડી ઘીને અપનાવી લેશે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી