સ્ત્રીઓ અને છોકરીઓને આ ત્રણ સમસ્યાઓથી મળી જશે આજીવન છુટકારો ! ખાવી જોઈએ આ 5 પ્રકારની ખાસ વસ્તુઓ…

મહિલાઓ ઘર અને ઓફિસને મેનેજ કરવા અને પરિવારના દરેક સદસ્યનો ખ્યાલ રાખવામાં ખુદને એટલી વ્યસ્ત રાખતી હોય છે કે, તે પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનું જ ભૂલી જાય છે. જેના કારણે મહિલાઓને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમને જણાવી દઈએ કે, ઘણા કારણોના ચાલતા મહિલાઓને પુરુષો કરતા વધુ પોતાની સેહ્દનું ધ્યાન રાખવું જોઈએ.

ખરેખર મહિલાઓને પીરીયડ્સ, પ્રેગનેન્સી અને મોનોપોઝ જેવી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. તેનાથી તેનું શરીર ખુબ જ કમજોર થઈ જાય છે. મહિલાઓને પુરુષોની તુલનામાં વધુ પોષણની જરૂર હોય છે. એટલા માટે પોતાના ડાયટમાં હેલ્દી ફૂડને જરૂર શામિલ કરવું જોઈએ.

એક ઉંમર બાદ મહિલાઓને ઘણા પ્રકારના શારીરિક બદલાવોમાંથી પસાર થાવું પડે છે. તેના શરીરમાં કેલ્શિયમ ઓછું હોવાના કારણે હાડકાઓ કમજોર થવા લાગે છે, સ્કીન ડ્રાય અને વજન વધવા લાગે છે. બોન ડેસિંગના નુકશાનથી મહિલાઓને ઓસ્ટીયોપોરોસિસ અને ફ્રેકચર થવાનો ખતરો વધી જાય છે. પરંતુ આ બધી સમસ્યાઓથી બચી શકો છો, જો ડાયટનું સમય પર ધ્યાન રાખવામાં આવે. તો આજે આ લેખમાં અમે તમને એવા અમુક ફૂડ્સ વિશે જણાવશું, જે મહિલાઓની સેહ્દને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.બીન્સ : મહિલાઓએ પોતાના ડાયટના બીન્સને શામિલ કરવા જોઈએ. કેમ કે બીન્સમાં ફેટની માત્ર ખુબ જ ઓછા પ્રમાણમાં હોય છે અને પ્રોટીન અને ફાયબર વધુ માત્રામાં હોય છે. માટે મહિલાઓને બ્રેસ્ટ કેન્સર જેવી સમસ્યાઓથી બચવું હોય તો બીન્સનું સેવન જરૂર કરવું જોઈએ. તેમજ મહિલાઓને થતી હૃદયની બીમારીઓનો ખતરો પણ ઓછો રહે છે, જો બીન્સનું સેવન કરવામાં આવે.

બેરીઝ : બ્લુબેરી, સ્ટ્રોબેરી, રાસ્પબેરી અને ક્રેનબેરીમાં એન્થોસાયન જેવા મજબુત એન્ટી કેન્સર પોષક તત્વ મળી રહે છે. જે સ્ત્રીઓને મજબુત બનાવવા માટે ઉપયોગી બેરીઝમાં વિટામીન સી અને ફોલિક એસિડની ખુબ જ માત્રા મળી આવે છે,જે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક થઈ શકે છે.એમિનો એસિડ વાળા ફૂડ : જે ફૂડમાં એમિનો એસિડ મળી આવતા હોય એવા ખોરાક મહિલાઓ માટે ખુબ જ જરૂરી હોય છે. કેમ કે મહિલાઓ માટે એમિનો એસિડ ખુબ જ જરૂરી હોય છે. તેમજ જે ફૂડમાં પ્રોટીન વધુ મળતા હોય એવા ખોરાકનું સેવન વધુ કરવું. એમીનો એસિડ ઘણા બધા ફળોમાં મળી આવે છે.

સોયાબીન : સોયાબીન પ્રોટીન, આયરન અને વિટામીન બીનું બહેતરીન સોર્સ છે. મહિલાઓએ પોતાના ડાયટમાં સોયાથી બનેલા ઉત્પાદન જેવા સોયા મિલ્ક, ટોફુંને શામિલ કરવા જોઈએ. તે શરીરને જરૂરી તત્વ પ્રદાન કરવાનું કામ કરે છે.

પાલક : પાલક આયરનનો ખુબ જ સારો સોર્સ માનવામાં આવે છે. મહિલાઓ માટે પલ ખુબ જ ગુણકારી સાબિત થઈ શકે છે. પાલકના સેવનથી પ્રોટીન, વિટામીન બી, કેલ્શિયમ અને મિનરલ્સની કમીને પૂર્ણ કરી શકાય છે. માટે પાલક સ્ત્રીઓ માટે એક ઉત્તમ ઔષધી છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment