તમારી આ સાત વિચિત્ર આદતો દર્શાવે છે તમને જીનિયસ…. તમે હોઈ શકો છો ખુબ જ બુદ્ધિમાન… જાણો આ લેખમાં..

તમારી આ સાત વિચિત્ર આદતો દર્શાવે છે તમને જીનિયસ…. તમે હોઈ શકો છો ખુબ જ બુદ્ધિમાન… જાણો આ લેખમાં..

મિત્રો મનુષ્ય એક આદતોનું પુતળું હોય છે. કોઈ લોકોને પુસ્તકો વાંચવાની આદત હોય છે, કોઈ લોકોને ટીવી જોવાની આદત હોય છે, તો કોઈ લોકોને વધુ પડતું બોલવાની આદત હોય છે. આ રીતે અલગ અલગ પ્રકારની અનેક આદતો દરેક વ્યક્તિમાં જોવા મળતી હોય છે. પરંતુ મિત્રો શું તમે જાણો છો કે અમુક આદતો એવી પણ હોય છે, જે જણાવે છે કે તમે એક સ્માર્ટ અને જીનીયસ વ્યક્તિ છો.

તો આજે અમે તે આદતો વિશે જણાવશું. જે દર્શાવે છે કે તમે એક જીનીયસ અને બુદ્ધિશાળી વ્યક્તિ છો. તો મિત્રો આલેખ પુરેપુરો વાંચો અને આ લેખમાં લખાયેલી આદતોને તમારી આદતો સાથે મેચ કરો અને તમારામાં પણ જો આ  આદતોમાંથી કોઈ આદતો જોવા મળે, તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

સૌથી પહેલી આદત છે સ્પષ્ટ બોલી દેવું, એટલે કે વ્યક્તિનું મુફ્ફટ હોવું. આવી વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને કંઈ પણ વાત કહેવી હોય તે સ્પષ્ટ જણાવી દેતી હોય છે. તે કોઈનો ડર રાખ્યા વગર પોતાનો અભિપ્રાય જણાવી દે છે. આવા લોકો પણ જીનીયસ હોય છે. કારણ કે આ લોકો પાસે શબ્દ ભંડોળ ખુબ જ વધારે હોય છે. તેથી જ તો ગમે ત્યારે કોઈને પણ કહી દેતા હોય છે અને આ લોકોને તમે કોઈ ટોપિક પર બોલવા આપો તો પણ તેઓ સૌથી વધારે બોલી શકે છે. તો આ આદત વાળા લોકો હોંશિયાર અને બુદ્ધિમાન હોય છે.

ત્યાર બાદ છે કબાડ ભરેલા વાતાવરણમાં રહેવું. એક યુનીવર્સીટીમાં વિદ્યાર્થીઓના બે ગ્રુપ પાડી દેવામાં આવ્યા, એક ગ્રુપને સાફ અને સ્વચ્છ વાતાવરણ આપવામાં આવ્યું, તો બીજા ગ્રુપની આજુબાજુ કબાડ એટલે ભંગાર જેવો સામાન રાખી દેવામાં આવ્યો. ત્યાર બાદ બંને ગ્રુપ માંથી જે બીજુ ગ્રુપ હતું જેની આસપાસ કબાડ રાખવામાં આવ્યું હતું તે ગ્રુપના વિદ્યાર્થીઓના આઈડિયા વધારે ક્રિએટીવ હતા. તેના પરથી સાબિત થયું કે કબાડ ભરેલું વાતાવરણ જીનીયસ લોકો માટે સૌથી અનુકુળ હોય છે.

ઘણા લોકોને તમે જોયા હશે જેને ઘોંઘાટ બિલકુલ પસંદ નથી હોતો. તેને મીસોફોનીયા કહેવામાં આવે છે. જેનો સંબંધ રચનાત્મકતા સાથે જોડાયેલો છે. જો તમને ભોજન કરતી વખતે કોઈ અવાજ કરે તે ન ગમતું હોય તો સમજી લેવું કે તમે એ વ્યક્તિ કરતા વધારે સ્માર્ટ અને જીનીયસ છો.

ત્યાર બાદ છે પોતાની સાથે વાત કરવાની આદત. તમે તમારા જીવનમાં આવા લોકો જોયા હશે અથવા તો તમે ખુદ પણ ક્યારેક પોતાની સાથે વાત કરતા હશો. પરંતુ તમને જણાવી દઈએ કે પોતાની સાથે વાત કરનાર વ્યક્તિ બીજા કરતા પોતાના મગજને વધારે સક્ષમ સમજે છે. અને તે પોતાના જ મગજના મિત્ર બની જતા હોય છે અને જરૂર પડ્યે તે પોતે જ પોતાને પ્રેરિત પણ કરતા હોય છે. તો આવા લોકો પણ જીનીયસ અને સ્માર્ટ લોકોની શ્રેણીમાં આવે છે.

ત્યાર બાદ અમુક લોકો ટેકનોલોજીના એડીક હોય છે. આ લોકો હંમેશા ટેકનોલોજીના માધ્યમથી પોતાનું જ્ઞાન વધારતા નજર આવતા હોય છે. આવા લોકો મલ્ટી ટાસ્કર હોય છે. તેઓની પ્રાયોરીટી તેમને સરળતાથી સમજમાં આવી જતી હોય છે. તો આવા લોકો પણ અન્ય લોકોની તુલનાએ વધારે સ્માર્ટ હોય છે.

અમુક લોકોને મોડી રાત્રે પોતાનું કામ કરવાની આદત હોય છે. આવા લોકોનને શાંતિ ખુબ પસંદ હોય છે અને તે પોતાનું કાર્ય શાંત વાતાવરણમાં કરવાનું પસંદ કરતા હોય છે. તો આવી આદત ધરાવતા લોકો પણ સ્માર્ટ અને જીનીયસ હોય છે.

અમુક લોકોને સવારે એક જ પ્રકારનો નાસ્તો કરવાની આદત હોય છે. તો આવા લોકો પણ જીનીયસ સાબિત થાય છે. તેઓ પોતાનો સમય અન્ય અનાવશ્યક વિકલ્પોમાં પસાર નથી કરતા. જેથી તેઓનું કામ પર સંપૂર્ણ ફોકસ રહે છે.

તો મિત્રો તમારામાં પણ જો ઉપર્યુક્ત કોઈ પણ આદત છે તો તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

Leave a Comment