દરેક લોકો કરે છે રાત્રે આ ભૂલ… આ ભૂલથી થયું છે એક 14 વર્ષની છોકરીનું મૃત્યુ…. જાણો શું છે એ ભૂલ અને મૃત્યુનું રહસ્ય.
મિત્રો આજે અમે એક 14 વર્ષની છોકરીની સત્ય ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ છોકરીનું મૃત્યુ એક રહસ્યમય રીતે થયું હતું. આ એક રહસ્યની વાત તો છે જ, પરંતુ તેના મૃત્યુનું કારણ જાણીને પણ તમને આશ્ચર્ય થશે. એટલું જ નહિ, પરંતુ આ છોકરી જે ભૂલના કારણે મૃત્યુ પામી, તેવી ભૂલો આપણે અથવા આપણા બાળકો ઘણી વખત કરતા હોય છે. કેમ કે આ છોકરી રાત્રે સુતી ત્યારે બિલકુલ નોર્મલ હતી, પરંતુ અચાનક જ ઊંઘમાં જ તેનું મૃત્યુ થયું હતું. તો ચાલો જાણીએ શું છે તેની પાછળનું રહસ્ય… જણવા માટે આ લેખને અંત સુધી વાંચો….
અમે જે 14 વર્ષની છોકરીની કહાની જણાવવા જઈ રહ્યા છીએ તેનું નામ છે લી થાઈ ક્ઝોન(Le Thai Xoan). લી થાઈ જાપાનમાં પોતાના માતાપિતા સાથે રહેતી હતી. રોજની જેમ એક રાત્રે લી થાઈ પોતાનો ફોન ચાર્જીંગમાં રાખીને સુઈ ગઈ. તમને જણાવી દઈએ કે લી થાઈને કોઈ પણ બીમારી કે કોઈ સમસ્યા ન હતી, તે સુતી ત્યારે બિલકુલ નોર્મલ હતી.
સવાર પડી ત્યારે લી થાઈની માતાએ લી થાઈને જગાડવા માટે બુમો લગાવી, પરંતુ લી થાઈનો કોઈ જવાબ ન આવ્યો. ત્યાર બાદ તેણે ફરીવાર તેને બુમ પાડીને જગાડી, તેમ છતાં પણ લી થાઈ ઉઠી નહિ. ત્યાર બાદ લી થાઈની માતા રૂમમાં ગઈ અને લી થાઈને હલાવીને જગાડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ લી થાઈ એ કંઈ જ રિસપોન્સ ન આપ્યો. ત્યારે લી થાઈની માતાએ તરત જ ડોક્ટરને બોલાવ્યા.
ડોક્ટર આવ્યા અને જોયું તો લી થાઈ મૃત્યુ પામી હતી. એટલું જ નહિ ડોક્ટરે જણાવ્યું કે લી થાઈ ઘણા કલાકો પહેલા જ મૃત્યુ પામી હતી. ત્યારે આ વાત માનવા માટે તેની માતા તૈયાર જ ન હતી. કારણ કે લી થાઈ પણ બિલકુલ નોર્મલ હતી અને તેના રૂમમાં પણ એવું કંઈ જ ન હતું કે જેના કારણે તે મૃત્યુ પામે.
ત્યાર બાદ ડોકટરે લી થાઈની અડોપ્સી કરવાનો નિર્ણય લીધો. જેનું એવું પરિણામ સામે આવ્યું કે લી થાઈનું મૃત્યુ કરંટ લાગવાથી થયું છે. પરંતુ તેના રૂમમાં કંઈ પણ આસપાસ એવું ન હતું કે જેના કારણે તેને કરંટ લાગે. પરંતુ બરાબર તપાસ કરતા લી થાઈની બેડ સહિત નીચેથી તેનો મોબાઈલ મળ્યો અને મોબાઈલ ચાર્જીંગ પર રાખેલો હતો.
ધ્યાનથી જોયું ત્યારે સમજમાં આવ્યું કે ચાર્જીંગની પીનનો વાયર છેલ્લેથી થોડો સળગીને તૂટી ગયેલો હતો અને લી થાઈ તેના પર સેલોટેપ લગાવીને તે ચાર્જીંગ ચલાવી રહી હતી. જેના કારણે તેને કરંટ લાગ્યો અને ઊંઘમાં જ તે મૃત્યુ પામી.
મિત્રો આપણે સામાન્ય રીતે એવું સમજતા હોઈએ છીએ કે ચાર્જીંગના વોલ્ટેજ ઓછા નીકળતા હોય છે. તેમાં કરંટ લાગતો નથી. આ ઉપરાંત ઘણી વખત ચાર્જીગ તૂટી ગયું હોય તો પણ જો તેમાં ચાર્જીંગ થતું હોય તો આપણે કામ ચાલાવવા માટે તે ચાર્જીંગનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ તે વસ્તુ આપણા માટે જીવલેણ સાબિત થઇ શકે છે.
આજના આધુનિક યુગમાં લગભગ બાળકો, કિશોરો અને અન્ય લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા હોય છે અને લગભગ લોકોની એવી આદત હોય છે કે તેઓ રાત્રે ફોન ચાર્જીંગમાં રાખીને સુતા હોય છે. પરંતુ ફોન ચાર્જીંગમાં રાખીને સુવું તે કોઈ ગંભીર વાત નથી. પરંતુ ફોન આપણી પાસે કે આપણા બેડ પર રાખીને ક્યારેય ચાર્જીંગમાં ન રાખવો જોઈએ. શા માટે તેનું કારણ તો તમને આ લેખ પરથી મળી જ ગયું હશે. આ ઉપરાંત હજુ એક કારણ છે કે જ્યારે તમારો ફોન ચાર્જીંગમાં હોય ત્યારે તેમાંથી વધારે હીટ નીકળતી હોય છે જે તમારી બેડસીટમાં આગ પણ લગાવી શકે છે.
તમને જણાવી દઈએ કે દુનિયાના 50% બાળકો અને કિશોરો રાત્રે પોતાનો ફોન બેડ પાસે રાખીને ચાર્જીંગમાં મુકે છે. આજે લોકો પોતાના જીવ કરતા ફોનને વધારે મહત્વ આપી રહ્યા છે. જે આપણા માટે અમુક પરિસ્થિતિઓમાં નુકશાન દાયક સાબિત થઇ શકે છે. માટે સુતી વખતે ક્યારેય ફોન સાથે રાખીને કે ઓશિકા નીચે રાખીને ન સુવું જોઈએ.
મિત્રો આ વાતની ખાસ સાવચેતી રાખવી જોઈએ. તમારું આ વાત પર શું કહેવું છે તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આ લેખ વધુને વધુ શેયર કરજો જેથી જો કોઈ વ્યક્તિ આવી ભૂલ કરી રહ્યા હોય તો તેમની ભૂલ આજ થી જ સુધારી શકે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google
Very good informative. Sorry for young girl’s death. Hope new generation learn the lesson .