જાણો પૃથ્વીની ઉપર કેટલા લોક આવેલા છે…. શું છે તે લોકની ખાસિયત.. કોણ રહે છે ત્યાં ? આ માહિતી શેર જરૂર કરજો.

જાણો પૃથ્વીની ઉપર કેટલા લોક આવેલા છે…. શું છે તે લોકની ખાસિયત.. કોણ રહે છે ત્યાં ? 

મિત્રો આજે અમે તમને પૃથ્વી લોક સિવાયના એવા જગત છે. જેના રહસ્યો આજ સુધી કોઈ પણ વ્યક્તિ ઉકેલી નથી શક્યું. આપણે જે પૃથ્વી પર રહીએ છીએ તેને જ માત્ર એક જગત સમજીએ છીએ. પરંતુ વાસ્તવમાં એવું નથી. પૃથ્વી કરતા પણ બીજા ઘણા બધા જગત છે. જેની માનવને ખબર જ નથી. તેના વિશે વૈજ્ઞાનિકો પણ ટુકા પડે છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં આ બધી વાતો સિદ્ધ થાય છે. તો ચાલો જાણીએ પૃથ્વી લોક સિવાય પણ ક્યાં ક્યાં છે એ જગત.

મિત્રો આજ સુધી આપણે એ જ જાણતા આવ્યા છીએ કે મૃત્યુ બાદ સારા કર્મ કરવાથી સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે. અને ખરાબ કર્મ કરવાથી નર્ક લોકની પ્રાપ્તિ થાય છે. પરંતુ વિષ્ણુ પુરણના અધ્યયનમાંથી આપણને એ જાણવા મળે છે કે કુલ મળીને 14 લોક છે.  જેમ સાત ઉર્ધ્વ લોક છે અને સાત પાતાળ લોક છે. આજે અમે તમને જણાવશું  ભૂલોક એટલે કે પૃથ્વી લોકની ઉપર સ્થિત છે તે લોક વિશે, ત્યાં કોણ રહે છે, ત્યાંના લોક કેટલી દુરી પર આવેલા છે. એ બધી જ વાત આજે અમે આ લેખમાં જણાવશું. એટલા માટે આ લેખને ખાસ વાંચો.

વિષ્ણુ પુરાણ અનુસાર જેટલા દુર સૂર્ય અને ચંદ્રના કિરણોનો પ્રકાશ આપણી ધરતી પર પડે છે. પૃથ્વીથી એક લાખ યોજન દુર સૂર્ય મંડળ છે, અને સૂર્ય મંડળથી પણ એક લક્ષ્ય યોજનના અંતર પર ચંદ્ર મંડળ આવેલું છે. ચંદ્ર મંડળથી પુરા એક લાખ યોજન પર સંપૂર્ણ નક્ષત્ર મંડળ પ્રકાશિત થઇ રહ્યું છે. તો હવે જોઈએ ઉર્ધ્વ લોક.

સૌથી ઉપર અને ઉચ્ચ શ્રેણી પર સત્ય લોક છે. આ લોકને બ્રહ્મલોક પણ કહેવાય છે. જેમ ક્યારેય પણ વિનાશ ન પામનારા અમર ગણ નિવાસ કરે છે. બ્રહ્માની સાથે સત્યલોકમાં સરસ્વતી અને અન્ય આધ્યત્મિક હસ્તીઓ રહે છે. જેમણે અંત કાલ સુધી તપસ્યા કરીને બધા જ જગતમાંથી મોહ છોડીને બ્રહ્મલોકમાં તેમણે પોતાનું સ્થાન બનાવ્યું હોય છે.

તપોલોક. સત્યલોકથી બાર કરોડ યોજનના અંતર પર તપોલોક છે. અહિયાં ચાર કુમાર સનત, સનક, સંનદર અને સનાતન રહે છે. વિષ્ણુના પહેલા અવતાર માનવામાં આવતા આ કુમાર જ્ઞાન શક્તિને દર્શાવે છે. તેનું શરીર માત્ર પાંચ વર્ષના બાળકનું છે. આ ચારેય તેની પવિત્રતાના કારણે બ્રહ્મલોક અને ભગવાન વિષ્ણુના સ્થાન વૈકુંઠમાં જવા માટે સ્વતંત્ર છે.

જનલોક, તપોલોકથી આઠ કરોડ યોજન નીચે જનલોક આવેલું છે. અહિયાં વૈરાજ નામના દેવગણનો નિવાસ છે. જેનું ક્યારેય દાહ ન થાય.

મહારલોક. તપોલોકથી આઠ કરોડ યોજન નીચે મહારલોક છે. આ લોક મહાન ભૃગુ મુની અને બીજા ઋષિમુનીઓનું ઘર છે. આ લોક પર રહેતા ઋષિમુની ઘણા બધા જગત અને વિષ્ણુ લોકમાં વિચરવા માટે સ્વતંત્ર છે. આ સ્થાન પર રહેતા સિદ્ધ ગણની જીવન આયુ બ્રહ્માના એક દિવસ બરાબર  4.32 અરબ વર્ષ છે. એવું કહેવાય છે કે ત્યાં રહેતા ઋષીઓ દ્વારા અલગ અલગ લોકમાં જવાની ગતિ એટલી તીવ્ર છે કે કોઈ પણ આધુનિક વિજ્ઞાન તેને સમજી નથી શકતા.

સ્વર્ગલોક. સૂર્ય અને ધ્રુવની વચ્ચે જે 14 લક્ષનું અંતર છે તેને જ સ્વર્ગલોક કહેવામાં આવે છે. આ લોકમાં ઇન્દ્ર અને અન્ય લોક સિવાય અપ્સરા, ગંધર્વ, દેવદૂત અને વાસુ પણ રહે છે. સ્વર્ગલોકને 9 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. જેમ ધ્રુપ મંડળ, શની મંડળ, બૃહસ્પતિ મંડળ, અંગારકાં મંડળ, શુક્ર મંડળ, બુધ મંડળ, નક્ષત્ર મંડળ, ચંદ્ર મંડળ, અને સૂર્ય મંડળ છે.

ભુવરલોક. આ લોક બરોબર પૃથ્વી અને સૂર્યની મધ્યમાં સ્થિત છે. ત્યાં સિદ્ધ ગણ અને મુની સેવિક લોક છે. આ લોકમાં મનુષ્યથી થોડા ઉપર અને દેવતાઓથી નીચેની શ્રેણી વાળા લોકો રહે છે. આ લોક દેવતાઓના સંપર્કમાં રહે છે. અને મનુષ્ય લોકમાં ઓન આવવાજવા માટે સક્ષમ છે. પોતાની સેવાઓને સમર્પણ સાથે કરવાથી તેને દેવતાઓની શ્રેણીમાં રાખવામાં આવે છે. જો ઠીક તેનાથી વિપરીત થાય તેને મનુષ્ય જન્મ મળે છે.

ભૂલોક. એટલે કે પૃથ્વી લોક. પાપ અને પુણ્યના ફેરામાં ઉલજવા વાળા મનુષ્ય આ લોકમાં રહે છે. જે પુરી રીતે ઈશ્વરની નિગરાનીમાં પોતાનું જીવન વ્યતીત કરે છે. તેના સિવાય ત્યાં દરેક એ વસ્તુ રહે છે જેનો અંત એક નિશ્વિત સમયે થઇ જવાનો છે.

આ માહિતી ઉધ્વલોક એટલે કે પૃથ્વીથી ઉપરના લોક વિષે હતી, જો પાતાળ લોક માં આવેલા 7 લોક વિષે માહિતી મેળવવી હોય તો કોમેન્ટમાં પાર્ટ- 2 એમ જરૂર લખજો, એટલે અમે પાર્ટ – ૨ બનાવીને અપલોડ કરીએ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

 

1 thought on “જાણો પૃથ્વીની ઉપર કેટલા લોક આવેલા છે…. શું છે તે લોકની ખાસિયત.. કોણ રહે છે ત્યાં ? આ માહિતી શેર જરૂર કરજો.”

Leave a Comment