શું મિત્રો તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તમને દુનિયાના બે દિગ્ગજ નેતાઓ સાથે એક વાર સેલ્ફી લેવાનો મોકો મળે તો, તેવી સ્થિતિમાં તમે શું કરશો ? આમ તો તમારા માટે આ વિચારવું પણ કદાચ મુશ્કેલી પણ થઇ શકે છે. પરંતુ હાઉડી મોદી કાર્યક્રમમાં સામેલ થયેલ એક 9 વર્ષના બાળકે આ મુશ્કેલ કામને ખુબ સરળ રીતે હેન્ડલ કરી લીધું.
આ બાળક નરેન્દ્ર મોદી અને ટ્રમ્પને રોકીને તેની સાથે એક સેલ્ફી ખેંચાતો દેખાયો. જેના કારણે તે રાતોરાત સોશિયલ મીડિયાનો ચમકતો સિતારો બની ગયો હતો. હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડીયમમાં આયોજિત હાઉડી મોદી કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ પ્રોગ્રામમાં સામેલ થયા હતા. જ્યારે ટ્રમ્પ કાર્યક્રમ સ્થળ પર ગયા ત્યારે તે મોદીજી સાથે મુખ્ય સમારોહ સ્થળ તરફ જઈ રહ્યા હતા. બંને નેતા એકબીજાના હાથ પકડીને આગળ જઈ રહ્યા હતા. તે દરમિયાન એક બાળક મોદી અને ટ્રમ્પ સાથે સેલ્ફી લીધા બાદ ચર્ચાનો વિષય બની હતો. હવે સોશિયલ મીડિયા પર બધા લોકો આ લક્કી બાળક વિશે જ પ્રશ્ન પૂછી રહ્યા છે.
મંચ પર જતા પહેલા અમુક ભારતીય બાળકો બંને નેતાઓના સ્વાગત માટે પારંપારિક કપડાં પહેરીને બહાર ઉભા હતા. તે સમયે પીએમ મોદી અને ટ્રમ્પ હસતા હસતા આગળ જઈ રહ્યા હતા. પીએમ મોદી ટ્રમ્પનો હાથ પકડીને આગળ જવા લાગ્યા કે તરત જ એટલામાં ટ્રમ્પે તે બાળકના હાથમાં મોબાઈલ પકડેલો જોયો અને ત્યાં જ અટકી ગયા. આ દરમિયાન તેમણે બાળકને અમુક વસ્તુ પૂછી, પરંતુ ત્યારે પીએમ મોદી આગળ વધી ચુક્યા હતા. પરંતુ બાળકના આગ્રહ બાદ ટ્રમ્પ ત્યાં જ રોકાઈ ગયા અને તેમને જોઈ પીએમ મોદી પણ ત્યાં અટકી ગયા.તમને જણાવી દઈએ કે સફેદ ડ્રેસ પહેરીને આ બાળક પીએમ મોદી અને ટ્રમ્પ સાથે એક સેલ્ફી લેવા માંગતો હતો. બંને નેતા પણ આ બાળકની વાત સાંભળીને સેલ્ફી લેવા માટે તૈયાર થઇ ગયા અને બાળક સાથે સેલ્ફી લીધી હતી. સેલ્ફી લીધા બાદ પીએમ મોદીએ આ બાળકની પીઠ થપથપાવી અને ટ્રમ્પ બાળક સાથે હાથ મિલાવીને આગળ વધ્યા હતા. તો માત્ર એક સેલ્ફીના કારણે ભારતીય બાળક આખા વિશ્વમાં ફેમસ બની ગયો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google