મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે દુનિયામાં આજે ખુબ જ વસ્તી વધારો થઇ રહ્યો છે. અમુક અમુક દેશોમાં આજે ખુબ જ વસ્તીનો વધારો જોવા મળે છે. જેમાં ચીન અને ભારત સૌથી મોખરે છે. તો તેવામાં હાલમાં જ ભારતમાં એક રાજ્ય સરકાર દ્વારા નવી નીતિ બનાવવામાં આવી છે. જેમાં ઘણા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. તો આજે અમે તમને જણાવશું કે કયું એ રાજ્ય છે અને તેમણે શું મહત્વની નીતિ બનાવી છે. તો એ નીતિ શું દરેક રાજ્ય માટે મહત્વની છે ? બધા રાજ્ય જો તેવા નિર્ણય લે તો તેના ઘણા ફાયદા આખા દેશને થઈ શકે છે. તો ચાલો જાણીએ તેના વિશે.
હાલમાં મિત્રો દેશના ઘણા બધા રાજ્યોમાં ભાજપની સરકાર રાજ્ય કરી રહી છે. તો તેવામાં આસામમાં પણ ભાજપ સરકાર રાજ્યનું સંચાલન કરી રહી છે. તો ભાજપ સરકાર દ્વારા જનસંખ્યાને નિયંત્રણની દિશામાં લઇ જવા માટે ભાજપ સરકાર દ્વારા આસામમાં ખુબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આસામની સર્બાનંદ સોનોવાલ સરકાર દ્વારા એવો ફેસલો કરવામાં આવ્યો છે કે, 1 જાન્યુઆરી 2021 થી એવા લોકોને સરકારી નોકરી નહિ મળે જેના બે કરતા વધારે બાળકો હશે. સોમવારના રોજ આસામ કેબીનેટની એક અહેમ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આસામ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે જનસંપર્ક વિભાગ દ્વારા એક પ્રકાશન અનુસાર જે લોકોને બે કરતા વધારે બાળકો હોય તે લોકો 1 જાન્યુઆરી 2021 બાદ સરકારી નોકરી નહિ મળી શકે. સપ્ટેમ્બર 2017 માં આસામ વિધાનસભામાં જનસંખ્યા અને મહિલા સશક્તિકરણ નીતિને પાસ કરવામાં આવી હતી. આ નીતિ હેઠળ સરકારી નોકરીના આવેદકને માત્ર બે જ બાળકો હોવા જોઈએ. જો બે બાળકો કરતા વધારે બાળક હોય તો તે આવેદ્કને સરકારી નોકરીમાં લેવામાં નહી આવે. તેની સાથે સાથે હાલમાં સરકારી નોકરી કરતા કર્મચારીઓને પણ સખ્તી સાથે બે બાળકો વાળી નીતિનું પાલન કરવું. આસામ દ્વારા આ નિર્ણય જનસંખ્યાને નિયંત્રણમાં લાવવા માટે લેવામાં આવ્યો છે. જેનાથી રાજ્યની આર્થિક સ્થિતિ પણ મજબુત બને છે.
મજુરને 3 વીઘા જમીન : આસામની આ કેબીનેટ મીટીંગમાં નવી લેન્ડ પોલીસીને પણ મંજુરી આપી દેવામાં આવી છે. આ નીતિ હેઠળ આસામના મૂળ નિવાસી જેની પાસે જમીન નથી, તેને સરકાર તરફથી ત્રણ વીઘા જમીન આપવામાં આવશે. તેના સિવાય ઘર બનાવવા માટે પણ સરકાર અડધો વીઘા જમીન આપશે. સરકારી શાસન આદેશ પ્રમાણે આ સ્કીમનો ફાયદો ઉઠાવવા વાળા લોકો 15 વર્ષ સુધી જમીન વહેંચી નહિ શકે. આ મીટીંગમાં બસોના ભાડા પણ ઘટાડવાની ઘોષણા કરી છે. જણાવી દઈએ કે આ વર્ષે સ્વતંત્રતા દિવસના મોકા પર લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસંખ્યા વિસ્ફોટ તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વધતી જતી જન સંખ્યા પર ચિંતા જાહેર કરતા પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આપણે આવનારી પેઢી માટે વિચારવું જોઈએ. પીએમ મોદીએ એ પણ કહ્યું કે, સીમિત પરિવારથી પરિવાર સાથે દેશનું સારું કરવું પડશે. નાના પરિવારની પૈરવી કરતા કહ્યું કે, નાનો પરિવાર રાખવો તે પણ એક પ્રકારની દેશ ભક્તિ છે. જેનો પરિવાર નાનો છે તેનું આ દેશના વિકાસમાં યોગદાન રહ્યું છે અને તેવા લોકોનું સન્માન પણ કરવું જોઈએ. તો મિત્રો હાલ વસ્તીને નિયંત્રણમાં લેવી તે ખુબ જ મહત્વનું અભિયાન બની ગયું છે. જે આવનારી પેઢી માટે સમસ્યાનું નિવારણ કરશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google