મિત્રો આજે આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિકના કારણે ખુબ જ પ્રદુષણ થઇ રહ્યું છે. કેમ કે આજે લોકો નાની કોઈ વસ્તુ ખરીદે તો પણ એ પ્લાસ્ટિકમાં જ લેતા હોય છે. પરંતુ લોકો એ નથી વિચારતા કે આ વસ્તુ આપણા માટે અને આવનાર પેઢી માટે કેટલી ખતરનાક સાબિત થઇ શકે. પરંતુ આપણને ઘણી વાર એવો વિચાર આવે કે જ્વાળા મુખીની અંદર જો બધો કચરો નાખી દેવામાં આવે તો પ્લાસ્ટિકનો નાશ થઇ જાય. પરંતુ આ બાબત વિશે ઘણા જાણકારો દ્વારા ચર્ચા કરવામાં આવી છે. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું શું જ્વાળામુખીમાં પ્લાસ્ટિકનો કચરો નાખી દેવાથી નષ્ટ થાય કે ન થાય ? માટે આ લેખને અંત સુધી વાંચો.
ઘણી વાર આ સવાલ એક્સપર્ટની સામે આવ્યો કે જ્વાળામુખીમાં બધો જ કચરો નાખી દેવો તે યોગ્ય છે કે અયોગ્ય ? આ બધો જ કચરો બીજે ક્યાંયથી નથી આવતો. માત્ર માનવજાત દ્વારા ફેલાવવામાં આવેલ કચરો જ આ દુનિયામાં પ્રદુષણ કરે છે. આજે દેશમાં 6 કરોડ ટન કરતા વધારે કચરો જનરેટ થાય છે. તેમાંથી ખુબ જ ઓછા પ્રમાણમાં રીસાયકલ થાય છે. તમે જાણીને હેરાન રહી જશો કે આપણા દેશમાં 60 % થી ઓછો કચરો કલેક્ટ થઇ શકે છે અને તેમાંથી માત્ર 15 % કચરો જ પ્રોસેસીંગ સ્ટેજમાં પહોંચે છે. પરંતુ જ્વાળામુખી વાળા આઈડિયાથી કચરો પણ સળગી જાય અને બીજી પણ અન્ય કચરાની સમસ્યાઓ પણ ખતમ થઇ જાય. પરંતુ આમ જોઈએ તો આ ઉપાય સારો દેખાય પરંતુ તેને કરવો આસાન પણ નથી અને ફાયદાકારક પણ નથી. સૌથી મોટી સમસ્યા તો એ થાય કે એક્ટીવ જ્વાળામુખીને શોધવો એ છે. કેમ કે પૃથ્વી એક્ટીવ હોય તેવા જ્વાળામુખી ખુબ જ ઓછા છે. આખી દુનિયાની અંદર માત્ર 1500 એક્ટીવ વોલ્કેનો છે.
બીજી સમસ્યા એ થાય કે કચરાને જ્વાળામુખી સુધી પહોંચાડવો કેમ : આવા જ્વાળામુખી સુધી આખા દેશનો કચરો લઈ જવો તે સામાન્ય વાત નથી. તેના માટે અરબો રૂપિયાનો ખર્ચ થાય. આખી દુનિયામાં એક્ટીવ જ્વાળામુખી શોધવા આસાન નથી. મોટા મોટા શહેરોથી આવા વેલ્કેનો હજારો મિલ દુર હોય છે. જેના કારણે તેને લઈ જવા પાછળ અરબો રૂપિયાનો ખર્ચ થાય છે. જેને રીસાયકલીંગ કરવાની કોસ્ટ પણ ખુબ જ ઉંચી જાય છે. ખુબ જ ખર્ચ થઇ શકે છે. તેના સિવાય જો જ્વાળામુખીમાં કોઈ વસ્તુ નાખવામાં આવે તો ખુબ જ મોટાપાયે વિસ્ફોટ થાવની પણ સંભાવના રહે છે. જેને સંભાળવો ખુબ જ મુશ્કેલ હોય છે. જ્વાળામુખીની અંદર પ્લાસ્ટિકનો કચરો નાખવામાં આવે તો ભયાનક ઝેરી ગેસ પણ ઉત્પન્ન થવાની સંભાવના રહે છે. જેના કારણે માનવજાત પર પણ અસર થઇ શકે છે. જે કુદરતી વાતાવરણ માટે ખુબ જ ખતરનાક સાબિત થાય છે. ઘણી બધી વસ્તુઓ પ્લાસ્ટિક કચરામાં એવી પણ હોય છે કે જે નષ્ટ ન થતી હોય. તેવી વસ્તુઓનો ફરી શું ઉપાય કરવો તે પણ સમસ્યાનો વિષય બની જાય છે.
આપણા દેશમાંથી હાલમાં તો સૌથી પહેલા લોકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. તેનાથી હલ દેશની અડધી પ્લાસ્ટિક કચરાની સમસ્યામાંથી રાહત મળી જશે. માટે બને ત્યાં સુધી પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. પરંતુ મિત્રો અંતમાં તમને જણાવી દઈએ કે પ્લાસ્ટિકનો કચરો જ્વાળામુખીમાં નાખવામાં આવે તો ઘણી બધી નવી સમસ્યા જન્મી શકે છે. માટે આ આઈડિયા બિલકુલ વ્યર્થ છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google