રોજે પીવો મફતમાં બનતો ઘઉંના જુવારાનો રસ…. શરીરમાં થશે આ દસ મહત્વના ફાયદાઓ.. જે તમને ડોક્ટર પણ નહિ જણાવે
મિત્રો કન્યાઓ જ્યારે પોતાના વ્રત કરતી હોય છે ત્યારે તમે જોયું હશે કે ઘણી વાર તે કન્યાઓ કે સ્ત્રીઓ એક નાના પાત્રમાં થોડી માટી લઈને અને થોડા ઘઉંના દાણા નાખીને જુવારા ઉગાડી તેનું પૂજન કરતી હોય છે.
પરંતુ મિત્રો શું તમે જાણો છો કે તે જુવારા માત્ર પૂજામાં વાપરવા જોઈએ એ આપણી એક ભૂલ છે. કારણ કે, તે જુવારા આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તેમાં પણ પોષકતત્વો અને વિટામિન્સ હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થઇ શકે છે.
મિત્રો ઘઉંના જુવારા વિટામિન્સ અને મિનરલ્સ માટેનો ખુબ સારો સ્ત્રોત છે. તેમાં વિટામીન A, B, C, E અને K તેમજ એમીનો એસીડ પ્રાપ્ત થાય છે. તેથી તેનો રસ પીવાથી આપણા શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે. તો આજે અમે તમને જણાવશું કે ઘઉંના જુવારાના રસનું સેવન કરવાથી ક્યાં દસ મહત્વના ફાયદાઓ જોવા મળે છે.
1) સૌથી પહેલા તે પેટની સમસ્યાઓમાં ફાયદાકારક છે. જુવારાના રસમાં એલ્ક્લાઈન હોય છે જે પેટના અલ્સર, ડાયરિયા, ગેસ્ટ્રો ઇન્સ્ટાઇનલ ટ્રેકટ સંબંધિત બીમારીઓને દુર કરે છે.
2)ઘઉંના જુવારામાં 70% ક્લોરોફીલ હોય છે જે શરીરમાં રક્તની માત્રા વધારવામાં મદદ કરે છે. માટે તેનું નિયમિત સેવન કરવાથી એનેમિયા જેવી સમસ્યામાં ખુબ ફાયદો થાય છે.
3)જુવારાનો રસ નિયમિત રીતે પીવાથી લાલ રક્ત કણોની સંખ્યામાં વધારો થાય છે. જે રક્તને શુદ્ધ કરે છે. બ્લડ આર્ટરીઝ બ્લોકેજને સાફ કરે છે અને બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે.
4) આ ઉપરાંત તે કબજિયાતમાં પણ ફાયદાકારક હોય છે. ઘઉંના જુવારામાં મેગ્નેશિયમની ખુબ સારી માત્રા રહેલી છે જે કબજીયાત તેમજ આંતરડાની તકલીફમાં રાહત આપે છે.
5) મિત્રો ઘઉંના જુવારા વાળ માટે પણ ખુબ ફાયદાકારક હોય છે. તેમાં રહેલા મિનરલ્સ અને ક્લોરોફીલ વાળને ખુબ હેલ્ધી બનાવે છે. તેનો રસ વાળના મૂળમાં લગાવવાથી ખોડાની સમસ્યા દુર થાય છે.
6) ઘઉંના જુવારામાં બળતરા અને સોજો દુર કરનારા મિનરલ્સ હોય છે. તેથી તે આર્થરાઈટીસમાં ખુબ ફાયદાકારક સાબિત થાય છે. તેના માટે જુવારાના રસમાં કોટનના કપડાને પલાળી તેને આર્થરાઈટીસથી અસરકારક ભાગ પર લગાવી બાંધી રાખો તો દુઃખાવામાં રાહત થશે.
7) ઘઉંના જુવારા દાંતની તકલીફો માટે પણ ફાયદાકારક છે. ઘઉંના જુવારાને મોં માં રાખીને ચાવવાથી પાયરિયા, દાંતનો દુઃખાવો તેમજ મોં માં આવતી દુર્ગંધથી છુટકારો મળે છે.
8) ઘઉંના જુવારા ચામડીની સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે. જુવારામાં રહેલ ક્લોરોફીલ એન્ટી બેક્ટેરીયલનું કામ કરે છે. તેને ત્વચા પર લગાવવાથી ખંજવાળ, બળતરા, એક્ઝીમાં જેવી બીમારીઓ દુર થાય છે.
9) મિત્રો જુવારા એન્ટી એજિંગ માટે પણ ખુબ સારો વિકલ્પ છે. કારણ કે જુવારામાં ઘણા મિનરલ્સ અને એન્ઝાઈમ્સ હોય છે જે સુપર ઓક્સાઈડ ફ્રી રેડિકલ્સને ખતમ કરે છે. જેથી વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા ધીમી થાય છે. જેથી વ્યક્તિ લાંબો સમય સુધી યંગ દેખાઈ શકે છે.
10) મિત્રો જુવારાનો સૌથી મહત્વનો ફાયદો તો એ છે કે તેનાથી ચરબી તેમજ વજનનું પ્રમાણ ઘટે છે. કારણ કે જુવારાનો રસ થાઇરોઇડ ગ્લાઈન્ડસને એક્ટીવ રાખે છે. જેના કારણે આપણી મેટાબોલીઝમ પ્રક્રિયા સક્રિય થાય છે. જેના કારણે ખાધેલો ખોરાક ખુબ સારી રીતે પચી જાય છે. જેથી શરીરમાં એક્સ્ટ્રા ફેટ જમા થતી નથી તેમજ જો જમા પણ થઇ હોય તો તે ઘટી જાય છે અને પરિણામે વધારાનું વજન પણ ઘટી જાય છે.
મિત્રો આ રીતે સામાન્ય અને એક પણ રૂપિયાના ખર્ચા વગર ઉગાડેલા જુવારા આપણા માટે ખુબ જ ફાયદાકારક હોય છે.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
ખૂબ સરસ છે…. જાણકારી આ
Very helpful
Safed daag mate koi madicin